Halol

હાલોલ તાલુકા પંચાયતમાં ભાજપનો એકતરફી વિજય: 24માંથી 23 બેઠકો પર કબજો

જિલ્લા પંચાયતની હાલોલ તાલુકાની તમામ 5 બેઠકો પણ ભાજપના ખાતામાં, કોંગ્રેસ ખાતું પણ ન ખોલી શકી
ત્રણ બેઠકો બિનહરીફ જીતતા ભાજપનો દબદબો વધુ મજબૂત, તાલુકામાં કેસરિયો માહોલ

હાલોલ:
26 એપ્રિલે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં હાલોલ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ વિજય મેળવી કુલ 24માંથી 23 બેઠકો પોતાના ખાતામાં નોંધાવી છે. જ્યારે બાસ્કા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાહિસતાબાનું કાદરઅલી મકરાણી વિજેતા બન્યા હતા. ઘનસાર, કંજરી અને સાથરોટા બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા પાર્ટીની સ્થિતિ વધુ મજબૂત બની હતી.
જિલ્લા પંચાયતની હાલોલ તાલુકાની કુલ 5 બેઠકો પર પણ ભાજપે સંપૂર્ણ કબજો જમાવ્યો હતો. કંજરી બેઠક પરથી વિણાબેન નાયક, રવાલીયા બેઠક પરથી સોનાલીકાબેન ગોહિલ, તલાવડી બેઠક પરથી વિપુલકુમાર બારીયા, શિવરાજપુર બેઠક પરથી મીનાબેન પરમાર અને તરખંડા બેઠક પરથી મહેન્દ્રસિંહ ચાવડા વિજેતા બન્યા હતા.
પરિણામ જાહેર થતાં તાલુકાભરમાં ભાજપ કાર્યકરોમાં આનંદ અને ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો અને સ્થાનિક રાજકારણમાં ભાજપનો દબદબો વધુ મજબૂત બન્યો હોવાનું સ્પષ્ટ થયું છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top