નરેન્દ્રભાઈ રોહિતે સંગઠન સહાય વિના સીટ જીતાડ્યાનો દાવો, કાર્યકરોમાં ચર્ચા ગરમાઈ
જીતનો શ્રેય પ્રભારી ડૉ. ઋત્વિજ પટેલને આપતા સંનિષ્ઠ કાર્યકરો
વડોદરા:
દશરથ જિલ્લા પંચાયત બેઠકની જીત બાદ ભાજપના સ્થાનિક સ્તરે શ્રેય મુદ્દે વિવાદ ઉભો થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વડોદરા જિલ્લાના ઉપાધ્યક્ષ અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિતે સંગઠનની નોંધપાત્ર મદદ વિના પોતાના પ્રયાસોથી સીટ જીતાડ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં જીતનો શ્રેય સંગઠન અને ધારાસભ્ય તરફ વળતો હોવાનું કાર્યકરોમાં અસંતોષનું કારણ બન્યું છે.
કાર્યકરોના મતે ચૂંટણી દરમિયાન સંગઠનના કેટલાક પદાધિકારીઓ મેદાનમાં સક્રિય જોવા મળ્યા નહોતા અને મતગણતરીના દિવસે પણ ઓફિસમાં જ મર્યાદિત રહ્યા હતા. બીજી તરફ જીતનો શ્રેય પ્રભારી ડૉ. ઋત્વિજ પટેલને જ આપવો જોઈએ એવી માંગ પણ કાર્યકરોમાં ઉઠી રહી છે.
અનગઢ જિલ્લા પંચાયત બેઠકના સંદર્ભમાં પણ રાજકીય ચર્ચાઓ તેજ બની છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ બીરેન પટેલની જીત પછી કેટલાક નેતાઓ દ્વારા શ્રેય લેવાની હોડ જોવા મળતા આંતરિક મતભેદોની ચર્ચા તેજ બની છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં આ મુદ્દે આગળ શું વળાંક આવે છે તેની પર સૌની નજર રહી છે.