Gujarat

જુનિયર ક્લાર્કની પરીક્ષાની સત્તાવાર તારીખ જાહેર થાય તે પહેલાં જ સોશિયલ મીડિયામાં ખોટી તારીખો ફરતી થઈ

ગાંધીનગર: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું (Exam) પેપર (Paper) રદ થતાં હવે નવી તારીખ મુજબ 9મી એપ્રિલના (April) રોજ પરીક્ષા લેવાશે. તેવી વાત સોશિયલ મીડિયામાં (Social Media) વહેતી થઈ હતી. જોકે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરતા જણાવાયું હતું કે હજુ સુધી કોઈ તારીખ જાહેર થઈ નથી. જે તારીખ જાહેર થઈ છે તેમાં કોઈ તથ્ય નથી.

જુનિયર ક્લાર્કની પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. 9મી એપ્રિલના રોજ લેવાય તે પ્રકારના લખાણ સાથે સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થયો હતો, પરંતુ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ખુલાસો કરીને જણાવવામાં આવ્યું હતું કે, હજુ સુધી પરીક્ષાની તારીખની કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Most Popular

To Top