નવી દિલ્હી: દિલ્હીની (Delhi) મંડોલી જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે (Sukesh chandrashekhar) રેલવે મંત્રી (Railway minister) અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ઓડિશા ટ્રેન...
ગુજરાત : ગુજરાતમાં ‘બિપોરજોય’ (Biporjoy) વાવાઝોડુ (Cyclone) રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. જેના કારણે રાજસ્થાન અને દિલ્હીમાં વરસાદ શરૂ થયો છે. ગુજરાતના...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં પણ શુક્રવારે બિપોરજોયની વાવાઝોડું (Cyclone) અસરનાં પગલે સુસવાટા મારતો પવન (Wind) ફરી વળ્યો હતો. ડાંગ જિલ્લાનાં વઘઇ...
બ્રાઝિલ (Brazil): સામાન્ય રીતે એવું જોવા મળે છે કે છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાને કારણે ઘણા રાજ્યોમાં (State) છોકરાઓ કુંવારા રહે...
નોઈડાઃ (Noida) દિલ્હીને અડીને આવેલા નોઈડાના સેક્ટર-78માં આવેલી હાઈડ પાર્ક સોસાયટીમાં (Society) એક મોટો અકસ્માત થયો છે. શુક્રવારે સવારે 5.45 કલાકે 8મા...
મુંબઈ : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta Ka Ulta Chashma) શો અને તેના પ્રોડ્યુસર (producer) હાલ ખુબજ ચર્ચામાં છે. શો...
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 21 જુનથી 24 જુન દરમિયાન અમેરીકાના (America) પ્રવાસે જવાના છે. આ પહેલા રક્ષા...
ગુજરાતના (Gujarat) દરિયાકાંઠે ગુરુવારે રાત્રે ‘બિપરજોય’ વાવાઝોડું (Cyclone) ટકરાયા બાદ ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે ત્યારે હવામાં વિભાગે હજી પણ ગુજરાતમાં અતિભારે...
નવી દિલ્હી: 17 જૂન, શનિવાર એટલે કે આવતીકાલે શનિદેવ (saturn) કુંભ રાશિમાં વક્રી થવાના છે. શનિની વક્રી સ્થિતિ તમામ રાશિઓ માટે પ્રતિકૂળ...
મુંબઈ: તાજેતરમાં ફિલ્મ એક્ટર નવાઝુ્દીન સિદ્દીકીની (Nawazuddin siddiqui) નવી ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે. ટ્રેલર (Trailer) લોન્ચ થતા સાથે જ નવાઝુદ્દીન સિદ્દીકી...
દિલ્હી: દિલ્હી (Delhi) ખાતે આવેલું નેહરુ મેમોરિયલનું નામ બદલી નાંખવામાં આવ્યું છે. હવે નેહરુ મેમોરિયલને (Nehru Memorial Museum & Library) પીએમ મેમોરિયલના...
નવી દિલ્હી: અરબી સમુદ્રમાં (ArebianSea) તા. 6 જૂને ઉદ્દભવેલું બિપોરજોય વાવાઝોડું (BiporjoyCyclone) ગઈકાલે ગુરુવારે સાંજે કચ્છના (Kutch) જખૌ બંદર (Jakhau) ખાતે ટકરાયું...
મુંબઈ: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ(Prabhas), કૃતિ સેનન (Kriti Sanon) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) સ્ટારર ‘આદિપુરૂષ’ (Adipurush) ફિલ્મ રિલીઝ થઈ ચૂકી...
એક સમય એવો હતો જ્યારે સુરત સિટીમાં પેટ્રોમેક્ષના દીવા બળતા હતાં. લોકો તેમના ઘરમાં ફાનસથી પણ અજવાળું પાથરતા. એ સમયે ગેસ પાઇપ...
સુરત: બિપરજોય વાવાઝોડું (Biporjoy Strom) પ્રચંડ ગતિએ ગઈકાલે સાંજથી સૌરાષ્ટ્ર- કચ્છને ઘમરોળીને રાતભર વિનાશ વેરીને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે...
ભરૂચ: બિપરજોય ચક્રવાતના લેન્ડફોલ બાદ રાજ્યમાં વાવાઝોડા અને વરસાદની પ્રબળ શકયતા વચ્ચે ભરૂચ જિલ્લાનું તંત્ર સલામતીસર શાળાઓમાં રજા જાહેર કરવામાં મોડે મોડે...
નોઈડા: પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક વિચિત્ર ઘટનામાં પત્નીને આલિંગન આપનાર પતિ દ્વારા ચલાવવામાં આવેલી એક જ ગોળીથી કથિત રીતે પતિ-પત્ની...
લંડન: દેશ વિદેશના વૈજ્ઞાનિકો સતત નવા પ્રયાગો કરતા રહે છે. થોડા સમય પહેલાં વૈજ્ઞાનિકોએ સિન્થેટીક એટલે કે કૃત્રિમ હીરાનું લેબોરેટરીમાં ઉત્પાદન કરવાની...
સુરત: સુરતના (Surat) પુણા અને ગોડાદરા વિસ્તારમાં રહેતી બે કીશોરીઓ (Teenagers Girl) ઘરે કોઇને કહ્યા વગર ચાલી ગઈ હતી. બંને ગુમ થયાના...
ગાંધીનગર: છેલ્લાં કેટલાંય દિવસથી ગાજી રહેલું બિપોરજોય વાવાઝોડું (BiporjoyCyclone) આખરે ગુરુવારે રાત્રે કચ્છના (Kutch) જખૌ (Jakhau) બંદર પર ટકરાયું. 125 કિ.મી.ની સ્પીડ...
ગાંધીનગર: અરબી સમુદ્રમાંથી ઉઠેલા બિપરજોય વાવાઝોડાએ ગુરુવારની રાત્રે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી છે. વાવાઝોડું ગુરુવારે સાંજે ગુજરાતના જખૌ બંદર પર ત્રાટક્યું...
કોરોનાની વેક્સિન લેવા માટે કોવિન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરનારા ૧૧૦ કરોડ ભારતીયોનો ડેટા લિક થયો તે બાબતમાં સરકાર સત્ય સંતાડી રહી છે....
છેલ્લા કેટલાક વરસો થી ગુજરાત સરકારે (રૂપાણી સરકારે ) સમગ્ર રાંદેર ઝોન વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ જિ.ઈ.બી દ્વારા લાઈટ કનેકશન નાખવાનું કામ મંજૂર...
160 વર્ષથી દક્ષિણ ગુજરાતની નસ નસમાં વહેતું ‘ગુજરાતમિત્ર’ લગભગ એક દોઢ વર્ષથી દર સપ્તાહે શુક્રવારે શહેરમાં આઠ – નવ દાયકાથી અને ખાસ...
તારીખ ૧૪ મી જૂનના કિરીટ મેઘાવાલાના પત્ર સંદર્ભે રજૂઆત, હું માનું છું ત્યાં સુધી આપણા દેશમાં આજની તારીખે ફક્ત ચાર મહાનગરોને મેટ્રો...
એક ગરીબ વિધવાના દીકરાએ દૂરથી રાજાની સવારી પસાર થતી જોઈ. તેણે માતાને કહ્યું, ‘મા, મારે રાજાને મળવું છે.શું હું ક્યારેય રાજાની પાસે...
આ મહિને ભીમા કોરેગાંવ કેસમાં પ્રથમ ધરપકડને પાંચ વર્ષ પૂરાં થયાં છે. આ કેસમાં કુલ 16 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં...
ભારતમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં યુવાનો દુનિયાના વિકસિત દેશોમાં જવા થનગને છે. રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીએ ભલે લખ્યું કે ‘અણ દીઠેલી ભોમ...
છેલ્લા કેટલાક સમયમાં વિશ્વભરમાં હવાઇ મુસાફરીઓના પ્રમાણમાં ઘણો જ વધારો થયો છે. દુનિયાભરના આકાશમાં ઉડાઉડ કરતા રહેતા વિમાનોની સંખ્યા ખૂબ વધી ગઇ...
વ્યારા: (Vyara) સોનગઢના (Songadh) વાજપુર રેંજમાં ગવલણ ગામે (Village) લાકડાની તસ્કરી (Wood Thieves) કરનારાઓના ટોળાએ જંગલ ખાતાનાં (Forest Department) વાહનોને અટકાવી હુમલો...
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
નવી દિલ્હી: દિલ્હીની (Delhi) મંડોલી જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે (Sukesh chandrashekhar) રેલવે મંત્રી (Railway minister) અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ઓડિશા ટ્રેન દુર્ઘટનાના (Orissa train accident) પીડિતો માટે 10 કરોડ રૂપિયાનું દાન સ્વીકારવા વિનંતી કરી છે. જો કે આ વાત ચર્ચાનો વિષય બની છે કે એક ઠગ દાન કરવાની વાત કરી રહ્યો છે. અગાઉ સુકેશ પર મની લોન્ડરિંગના ઘણાં કેસો છે, તેણે 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી એલજીને એક પત્ર લખીને દાવો કર્યો હતો કે કેજરીવાલે પોતાના બંગલા માટે મારી પાસેથી ફર્નિચર અને બેડની ખરીદી કરી છે.
પરંતુ હવે તેણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે 10 કરોડ રૂપિયાનું દાન સ્વીકારવા વિનંતી કરી છે. ગઇ 2 જૂનના રોજ થયેલા ટ્રેન અકસ્માતમાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મળતી માહિતી મુજબ સુકેશે પત્રમાં કહ્યું છે કે આ યોગદાન હું મારી કાયદેસરની કમાણી તથા મારા અંગત ભંડોળમાંથી આપું છું. જેની સાબિતી રુપે 10 કરોડના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે રિટર્ન ફાઇલિંગ અને અન્ય દસ્તાવેજો પણ આપવામાં આવશે.
આ યોગદાનનો ઉપયોગ ફક્ત મૃતક પરિવારના બાળકોના શિક્ષણ માટે થવો જોઈએ- સુકેશ
પોતાના વકીલ દ્વારા જારી કરાયેલા પત્રમાં સુકેશે લખ્યું છે કે આ એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત છે જેના કારણે હું સંપૂર્ણપણે તૂટી ગયો છું. છેલ્લા કેટલાક દિવસોથી મારું હૃદય ભારે છે. આ દુર્ઘટનામાં જેમના નજીકના અને સ્નેહીજનોએ જીવ ગુમાવ્યો છે તેમના માટે તે અત્યંત દુઃખદાયક છે. વધુમાં તેણે કહ્યું કે હું એક જવાબદાર અને સારા નાગરિક તરીકે, ખાસ કરીને એવા પરિવારો કે જેમણે તેમના કમાતા પ્રિયજનો/બાળકો ગુમાવ્યા છે, આપણા દેશના ભાવિ યુવાનો માટે હું 10 કરોડ રૂપિયાનું યોગદાન આપી રહ્યો છું. આ યોગદાનનો ઉપયોગ ફક્ત મૃતક પરિવારના બાળકોના શિક્ષણ જેમ કે શાળા, ઉચ્ચ શાળા અથવા કૉલેજ શિક્ષણ માટે થવો જોઈએ.
સુકેશે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા રાહત કાર્યોની પ્રશંસા કરી
મળતી માહિતી મુજબ સુકેશે પત્રમાં એમ પણ લખ્યુ છે કે અમારી સરકાર અસરગ્રસ્તોને જરૂરી તમામ વસ્તુઓ પૂરી પાડી રહી છે. તેમ છતાં હું ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે 10 કરોડ રૂપિયાનું દાન આપવા માંગું છું. તેણે ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવા માટે રેલવે મંત્રી પાસેથી સંબંધિત વિભાગના નામ અને અન્ય માહિતી માંગી છે જેથી ડ્રાફ્ટને વહેલી તકે તૈયાર કરવામાં મદદ મળી શકે. પત્રમાં સુકેશે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા રાહત કાર્યોની પણ પ્રશંસા કરી છે.