Trending

શનિ, રાહુ અને કેતુ એક સાથે ત્રણેય ગ્રહો થશે વક્રી, આ ત્રણ રાશિ માટે 6 મહિના કપરાં

નવી દિલ્હી: 17 જૂન, શનિવાર એટલે કે આવતીકાલે શનિદેવ (saturn) કુંભ રાશિમાં વક્રી થવાના છે. શનિની વક્રી સ્થિતિ તમામ રાશિઓ માટે પ્રતિકૂળ માનવામાં આવે છે. શનિની સાથે રાહુ અને કેતુની વિપરીત ચાલ પણ શરૂ થશે. રાત્રે 10.56 કલાકે શનિ ગ્રહ વક્રી થઈ જશે. આ સાથે મેષ રાશિમાં રાહુ અને તુલા રાશિમાં કેતુ ઉલટી દિશામાં આગળ વધશે. શનિ, રાહુ અને કેતુ લગભગ 6 મહિના સુધી આ સ્થિતિમાં રહેશે. ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોએ શનિ, રાહુ અને કેતુની આ વિપરીત ગતિથી સાવધાન રહેવાની જરૂર છે.

કર્ક : આગામી 6 મહિના માટે કર્ક રાશિના જાતકોએ તેમના ખર્ચ વિશે સાવચેત રહેવું પડશે. સમજદારીપૂર્વક ખર્ચ કરો. નોકરિયાત લોકોએ અહંકારથી સાવધાન રહેવું પડશે નહીંતર નોકરી ગુમાવવી પડી શકે છે. ઓફિસમાં વધુ કામનું દબાણ વધી શકે છે, જેના કારણે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. આર્થિક સ્થિતિ નબળી રહી શકે છે. પરિવાર સાથેના સંબંધોમાં સમસ્યા આવી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.

સિંહ: સિંહ રાશિના જાતકોએ આગામી 6 મહિના સુધી શનિ, રાહુ અને કેતુની વક્રી ગતિને લઈને સાવધાન રહેવું પડશે. કોઈ કામ કરવાનું મન નહિ થાય. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે, તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રોકાણ માટે આ સારો સમય નથી, તેથી કોઈપણ ક્ષેત્રમાં સમજી વિચારીને રોકાણ કરો. આ વક્રી સ્થિતિને લીધે કામનું દબાણ વધુ રહેશે, જેના કારણે તમને માનસિક સમસ્યાઓ થઈ શકે છે.

વૃશ્વિક: શનિ, રાહુ અને કેતુની વક્રી ગતિ વૃશ્ચિક રાશિના લોકોને પરેશાન કરી શકે છે. આ વક્રી સ્થિતિના સમયગાળા દરમિયાન વૃશ્વિક રાશિના જાતકોને અંગત અને વ્યાવસાયિક જીવનમાં કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન નકામી વાતોથી દૂર રહેવું પડશે નહીંતર તમારું નામ કલંકિત થઈ શકે છે. નાણાકીય ક્ષેત્રમાં તમારો ખર્ચ ઘણો વધી શકે છે. જો કે, તમારા જીવનસાથીની મદદથી તમે વસ્તુઓને નિયંત્રિત કરી શકશો

Most Popular

To Top