Entertainment

49 વર્ષના નવાઝુદ્દીન સિદ્દીકીએ 21 વર્ષની અવનીત કૌરને કિસ કરતાં વિવાદ સર્જાયો

મુંબઈ: તાજેતરમાં ફિલ્મ એક્ટર નવાઝુ્દીન સિદ્દીકીની (Nawazuddin siddiqui) નવી ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે. ટ્રેલર (Trailer) લોન્ચ થતા સાથે જ નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની ફિલ્મ વિવાદમાં (Controversy) સપડાઈ ગઈ છે. ખરેખર આ નવી ફિલ્મમાં નવાઝુદદ્દીનની અભિનેત્રી તેના કરતા 28 વર્ષ નાની છે. ઉંમરના આ અંતરને પ્રેક્ષકો પચાવી શકે તે પહેલાં તો ટ્રેલરમાં નવાઝ અને તેનાથી 28 વર્ષ નાની 21 વર્ષીય અભિનેત્રી અવનીત કૌર (Avneet kaur) વચ્ચે ટ્રેલરમાં કિસિંગ સીન બતાવવામાં આવ્યો છે. આ કિસીંગ સીનના લીધે યુઝર્સમાં હડકંપ મચી ગયો છે. તેમજ ચાહકો નવાઝને ટ્રોલ કરી રહ્યાં છે.

ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ વિવાદમાં સપડાઈ
ગઈ તા. 15 જૂનના રોજ ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’નું ટ્રેલર રિલિઝ થયું હતું. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીક મુખ્ય હીરોનું પાત્ર ભજવી રહ્યો છે. તેની સામે લીડ હિરોઈન તરીકે 21 વર્ષીય અવનીત કૌર છે. અવનીત કૌર ટીવી જગતનું જાણીતું નામ છે. બાળ કલાકાર તરીકે તેણીએ અલાઉદ્દીન સહિત અનેક સીરિયલમાં કામ કર્યું છે, પરંતુ ફિલ્મોમાં ડેબ્યુ સાથે જ તે વિવાદમાં સપડાઈ ગઈ છે. 21 વર્ષીય અવનીત ટીકુ વેડ્સ શેરુ ફિલ્મમાં 49 વર્ષીય નવાઝની હિરોઈન છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે બંનેના લગ્ન પણ થાય છે અને અવનીત કૌર નવાઝને કિસ કરે છે. 49 વર્ષીય નવાઝને 21 વર્ષીય અવનીત કિસ કરે તે ચાહકોને પસંદ પડ્યું નથી.

શા માટે નવાઝ સામે અવનીતને કાસ્ટ કરાઈ, પ્રોડ્યુસર કંગનાએ કર્યો ખુલાસો
ટીકુ વેડ્સ શેરુના પ્રમોશન દરમિયાન નવાઝ અને અવનીતના કાસ્ટિંગ વિશે એક રસપ્રદ કિસ્સો શેર કરતા કંગનાએ ખુલાસો કર્યો હતો કે અગાઉ તે અને ઈરફાન ખાન આ ફિલ્મનો ભાગ બનવાના હતા. દિગ્દર્શકની તબિયતને કારણે તે સમયે ફિલ્મ મોકૂફ રાખવામાં આવી હતી. ફરીથી સાત વર્ષ પછી, જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ કંગના પાસે આવી, ત્યારે તેણીને સમજાયું કે તે આ ભૂમિકા માટે જરૂરી માસૂમિયત સાથે ન્યાય કરી શકશે નહીં. આ જ કારણ છે કે નવાઝ અને અવનીતની પસંદગી કરવામાં આવી હતી.

બોલ્ડ કિસિંગ સીન ચાહકોને ન ગમ્યો
જો કે ફિલ્મના ટ્રેલરને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે, પરંતુ ટ્રેલરમાં બતાવવામાં આવેલ એક સીન લોકોની આંખોમાં ખૂચે છે. વાસ્તવમાં, ‘ટીકુ વેડ્સ શેરુ’ના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે 21 વર્ષની અવનીત કૌર પોતાના કરતા ઘણા મોટા નવાઝુદ્દીન સિદ્દીકીને કિસ કરતી જોવા મળી રહી છે. જેના કારણે હવે આ ટ્રેલર યુઝર્સના નિશાના પર આવી ગયું છે. આ ફિલ્મના ટ્રેલરમાંથી અવનીત અને નવાઝના કિસિંગ સીનની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

નવાઝના જવાબથી ટ્રોલર્સ વધારે ગુસ્સે ભરાયા
મળતી માહિતી મુજબ, નવાઝે જોગીરા સારા રાના પ્રમોશન ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે નવાઝ સાથે ઇન્ડસ્ટ્રીમાં થતાં હીરો અને હીરોઇન વચ્ચેના એજગેપ પર ચર્ચા થઇ હતી ત્યારે તેમણે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો હતો કે હવે જ્યારે યંગ એક્ટર્સ જ કંઇ નથી કરતા અને રોમાંસ પણ નથી કરી શકતા તો અમને આગળ આવવું જ પડશે, આજકાલ એમનો રોમાંસ માત્ર વોટ્સઅપ સુધી જ સીમિત થઇ ગયું છે.

Most Popular

To Top