Dakshin Gujarat

ભરૂચના તંત્રની ભારે લાપરવાહી , વિદ્યાર્થીઓ સવારે શાળાએ પહોંચ્યા ત્યારે ખબર પડી કે રજા છે!

ભરૂચ: બિપરજોય ચક્રવાતના લેન્ડફોલ બાદ રાજ્યમાં વાવાઝોડા અને વરસાદની પ્રબળ શકયતા વચ્ચે ભરૂચ જિલ્લાનું તંત્ર સલામતીસર શાળાઓમાં રજા જાહેર કરવામાં મોડે મોડે જાગ્યું હતું. ભરૂચ જિલ્લા તંત્રે શુક્રવારે શાળાઓમાં રજા અંગેનો નિર્ણય મોડે મોડે લીધો હતો. તેમાં પણ વિષમ સ્થિતિમાં આચાર્યોએ વિવેક બુદ્ધિ વાપરી રજાનો નિર્ણય લેવા ધોળી દેવાયું હતું.

  • વહીવટી તંત્રે મોડી રાત્રે રજા રાખવા આચાર્યો પર નિર્ણય ઢોળ્યો
  • સવારે 6 કલાકે વાલીઓ અને વિદ્યાર્થીઓને મેસેજ કરાયા
  • ભરૂચ જિલ્લની શાળાઓ બહાર કેટલાય વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્કૂલ વર્ધિના વાહનો રજાના પાટિયા જોઈ પરત થઇ ગયા
  • કેટલીક શાળાઓ કાર્યરત રહી, ગામડાના છાત્રોની હાલાકીનો પાર ન રહ્યો

શુક્રવારે વહેલી સવારે વાલીઓ અને વિધાર્થીઓ સાથે સ્કૂલ બસ, ઓટો અને વાન શાળાએ પહોચ્યા બાદ તેઓને પાટિયા જોઈ રજા હોવાની જાણ થઈ હતી. સ્કૂલોમાંથી રજાના મેસેજ સવારે કલાકે કરવામાં આવ્યા હતા. જે કેટલાય વાલી અને વિદ્યાર્થીઓએ જોયા પણ ન હતા.

સવારે તૈયાર થઈ શાળાએ પહોચ્યા બાદ પરત ઘરે જવાનો વારો આવ્યો હતો. સૌથી ખરાબ હાલત ગામડાના વિદ્યાર્થીઓની થઈ હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં અમુક શાળાઓ ચાલુ પણ રહી હતી.

વાવાઝોડાના લીધે ભરૂચ-જંબુસરમાં પ્રોટેક્શન વોલ તુટી પડી
ઝઘડિયા, ભરૂચ: ભરૂચ જિલ્લામાં સંભવિત બિપોરજોય વાવાઝોડાના પગલે પવનનો સુસવાટો ફુંકાતાં તેની અસર થવા માંડી છે. દરિયાને અડીને આવેલા નર્મદા કાંઠે પવનનું જોર વધતાં ગુરુવારે ઝઘડિયા તાલુકાના અશા ગામે રામજી મંદિર પાસે આવેલા પતરાનો શેડ આખો તહસનહસ થતાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પતરાના શેડની એંગલો માટીમાંથી નીકળી જતાં આખો ભોંયભેગો થવાના કગાર પર છે. પવનની ઝપેટને કારણે જૂની પ્રોટેક્શન વોલ પણ ધસી પડવાથી નુકસાની થઇ છે. જો કે, પવનના સૂસવાટામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, બિપોરજોય વાવાઝોડાના પગલે ફુંકાયેલા પવનને કારણે ખેતી તેમજ અન્ય મકાનોને પણ અંશત: સામાન્ય નુકસાન થયાના સમાચારો પ્રાથમિક પણે મળી રહ્યા છે. તેમજ જંબુસર એસટી ડેપોમાં વાવાઝોડા લઈને પતરાં ઊડી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

Most Popular

To Top