Entertainment

તારક મહેતાની સોનુને રિયલ લાઈફ ટપુ મળી ગયો, ઝિલ મહેતાએ શેર કરી રોમાન્ટિક પોસ્ટ

મુંબઈ : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta Ka Ulta Chashma) શો અને તેના પ્રોડ્યુસર (producer) હાલ ખુબજ ચર્ચામાં છે. શો ના પ્રોડ્યુસર અસિત મોદીને (Asit Modi) લઈ વિવાદો પુરા થવાનું નામ નથી લેતા. એક પછી એક શો સાથે સંકળાયેલા અથવા શો છોડીને જતા રહેલા કલાકરો સામે આવી રહ્યા છે અને પ્રોડ્યુસર અસિત મોદી પર આરોપ લગાવી રહ્યા છે. આ વિવાદોની વચ્ચે એક વીડિયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો શોમાં સોનુના બાળપણના કિરદારને નીભાવી ચુકેલી ઝિલ મહેતાનો (Jill Mehta) છે. વીડિયોમાં જીલ મેહતા એક છોકરા સાથે રોમાન્ટિક અંદાજમાં વીડિયો બનાવીને પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો જોઈ લોકોએ કહ્યું કે સોનુને રિયલ લાઈફનો ટપુ મળી ગયો.

જીલ મહેતાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં સોનુના બાળપણના કિરદારને નીભાવ્યું હતું. ઝિલ મહેતાએ પોતાના સોશિયલ મીડિયા પરથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે એક છોકરા સાથે રોમાન્ટિક પોઝ આપતી જોવા મળી હતી. જીલ મહેતાએ એક ફુલ વાળી ડ્રેસ પહેરી છે. જ્યારે છોકરાએ સફેદ શર્ટ અને ચશમા પહેર્યા છે. ઝિલ મહેતાએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોના કેપશનમાં કઈ લખ્યું ન હતું. માત્ર તેણે ઈમોજી જ મુક્યા હતા. આ વીડિયો વાયરલ થતા લોકોએ કહ્યું કે આ છોકરો બીજુ કોઈ નથી તે જીલ મહેતાનો બોયફ્રેંડ છે. જો કે આ પહેલા પણ જીલ મહેતાએ વીડિયોમાં જોવા મળેલા છોકરા સાથે પોસ્ટ મુકી હતી.

ફેન્સ તેના પર કોમેન્ટ કરી રહ્યા છે
આ વીડિયો પોસ્ટ કર્યા પછી ફેન્સ તેના પર કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું કે ભીડે ખોટો ટપુ પર શક કરતો હતો. જ્યારે બીજાએ લખ્યું કે સોનુનો ટપુ તો કોઈ બીજો જ નીકળ્યો. આ વીડિયો પર એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું કે ટપુએ ટીના સાથે લગ્ન કરી લેવા જોઈએ.

જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર સેક્સ્યુઅલી હેરેસ્ટમેન્ટનો આરોપ લગાવ્યો હતો
જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રડ્યુસર અસિત મોદી પર જેનિફર મિસ્ત્રીએ આરોપ લગાવ્યો હતો કે અસિત મોદીએ તેને સેક્સ્યુઅલી હેરેસ્ટ કરી છે. આ આરોપ પછી શોમાં કામ કરી ચુકેલા અન્ય કલાકરોએ પણ અસિત મોદી પર અલગ-અલગ આરોપ લગાવ્યા હતા.

Most Popular

To Top