Entertainment

તારક મહેતાના નિર્માતા અસિત મોદીએ શૈલેષ લોઢાના આ દાવાને ખોટો ગણાવ્યો

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના તમામ કલાકારોને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. શોના ઘણાં પાત્રો હવે આઇકોનિક બની ગયા છે. દયા ભાભીનું પાત્ર એટલે કે દિશા વાકાણી અને દિલીપ જોશી જેઠાલાલનું પાત્ર મોટા ભાગના લોકોને ગમે છે. તે જ સમયે લોકોને તારક મહેતાનું પાત્ર સૌથી બુદ્ધિશાળી વાળું લાગે છે. તારક મહેતામાં શૈલેષ લોઢા તારક મહેતાનું પાત્ર ભજવતા હતા ત્યારબાદ કેટલાક વિવાદોને કારણે તેમણે શો છોડી દીધો હતો. જ્યારે પણ શૈલેષને પ્રશ્ન કરવામાં આવ્યો કે તેણે શો કેમ છોડ્યો ત્યારે તેણે તેના પર મૌન રહેવાનું પસંદ કર્યું હતું. આ પછી એ વાત સામે આવી કે શૈલેષે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો જેમાં તે જીતી ગયો હતો. હવે શોના નિર્માતા અસિત મોદીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે અને શૈલેષના દાવાઓને ખોટા ગણાવ્યા છે.

શૈલેષે સાચી હકીકત જણાવી ન હતી
અસિત મોદીનું કહેવું છે કે શૈલેષ લોઢાએ કેસ જીતવાના ખોટા દાવા કર્યા છે. તેમણે કહ્યું કે, ‘કેસ જીત્યો હોવાનો દાવો કરવો ખોટો છે. શૈલેષ લોઢા આ વાતને ખોટી રીતે કહી રહ્યા છે. કોર્ટના આદેશમાં સ્પષ્ટ છે કે આ મામલો પરસ્પર સહમતિથી સમાપ્ત થયો છે. ખોટા સમાચાર ફેલાવવા પાછળ તેમના શું તથ્ય છે તે અમે સમજી શકયા નથી.

અસિત મોદીનો દાવો, અમે ક્યારેય પૈસા આપવાની ના પાડી નથી
અસિતે વધુમાં કહ્યું કે શો છોડવાનો એક સાચો રસ્તો છે, જેને શૈલેષ લોઢાએ ફોલો કર્યો ન હતો. આ વિશે વિગતવાર વાત કરતાં અસિત કહે છે, ‘અમે ક્યારેય પૈસા આપવાની ના પાડી નથી. અમે શૈલેષ લોઢા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. અમે એક્ઝિટ લેટર પર મળવા અને ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો. વારંવાર પ્રયાસ કરવા છતાં શૈલેષે જવાબ ન આપ્યો અને NCLTમાં કેસ દાખલ કર્યો. અસિત મોદીએ વધુમાં જણાવ્યું કે, ‘વ્યાવસાયિક રીતે કહીએ તો તેઓને હંમેશા સમયસર પેમેન્ટ આપ્યું છે. અમે કામ કરતી વખતે ક્યારેય પણ તેમની ફરિયાદ આવી હોય અને ન સાંભળી હોય તેવું નથી બન્યું તેથી જ તેમની વિદાય વખતે આવું વર્તન જોઈને મને આશ્ચર્ય અને દુઃખ થયું હતું. તેમનાં પેમેન્ટની ચૂકવણી રોકવાનો અમારો હેતુ ક્યારેય નહોતો પરંતુ દરેક કોર્પોરેટના પોતાના નિયમો હોય છે જે મુજબ ઘણા પેપર વર્ક હોય છે, જે પૂર્ણ થયા ન હતા.

શૈલેષે કેસ કર્યો હતો
શૈલેષ લોઢાએ આસિત મોદી સામે બાકી નાણાંને લઈને કેસ દાખલ કર્યો હતો. શૈલેષ કેસ જીત્યા બાદ અસિત મોદીએ 1 કરોડથી વધુ રકમ ચૂકવવી પડી હતી એવો દાવો પણ શૈલેષ વતી કરવામાં આવ્યો હતો. શૈલેષે કહ્યું કે તે કેસ જીતી ગયો હતો, ત્યારબાદ અસિત મોદીએ શૈલેષને 1,05,84,000/-ની રકમ ચૂકવી હતી.

Most Popular

To Top