ફ્લાય દુબઇની ફ્લાઇટ દુબઇથી તેલ અવીન જઇ રહી હતી તેમાં 174 મુસાફરો હતો અને છ ક્રુ મેમ્બર હતાં કોકપીટની વાત કરીએ તો તેમાં એક પાયલોટ મૂળ ગુજરાતના સ્મીત મચ્છર હતાં. જ્યારે કો-પાયલટ તરીકે ઓમાનના હમામ અલ હમ્માની હતાં. કો-પાયલટે વિમાનનો કબજો લેવા માટે પાયલટ પર હુમલો કરી દીધો પરંતુ તેની ચિંતા વગર પાયલટે કોકપીટનો દરવાજો ખોલી નાંખ્યો અને મુસાફરી કરી રહેલા એક ઇઝરાયેલના પાયલટે વિમાનની કમાન સંભાળી લીધી અને તમામનો બચાવ થઇ ગયો. આકાશમાં બનેલી આ ઘટના બાદ દુનિયાભરમાં મૂળ ભારતના પાયલટના વખાણ થઇ રહ્યાં છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કેપ્ટન સ્મીત મચ્છર એ સાચા અર્થમાં ‘રિયલ લાઈફ હીરો’ છે.
અત્યંત સંકટના સમયે પોતાનો જીવ જોખમમાં મૂકીને અને ગંભીર ઈજા પામ્યા છતાં તેમણે જે અભૂતપૂર્વ ધૈર્ય અને પરાક્રમ દર્શાવીને ૧૮૦થી વધુ લોકોનો જીવ બચાવ્યો છે, તેના પર સમગ્ર દેશને ગર્વ છે. તો ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ કહ્યું છે કે, ફ્લાઇટમાં ક્રેશની કોશિશ કરનાર સામે જે રીતે કેપ્ટન સ્મીત મચ્છરે મુકાબલો કર્યો તે એક અસાધારણ વીરતાપૂર્ણ કૃત્ય છે. તેમણે માત્ર વિમાનનું સક્ષમ લેન્ડિંગ જ નથી કરાવ્યું, પરંતુ એક મોટી વૈશ્વિક આતંકી અથવા અકસ્માતની હોનારતને ટાળી છે. સંયુક્ત અરબ અમિરાત (UAE) ના એવિએશન અને સરકારી અધિકારીઓ ફ્લાયદુબઈ પરિવાર પોતાના આ ભારતીય કેપ્ટન પર અત્યંત ગૌરવ અનુભવે છે. અતિશય માનસિક અને શારીરિક દબાણ હેઠળ પણ કટોકટી પ્રોટોકોલનું પાલન કરીને સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું એ તેમના ઉચ્ચ સ્તરના પ્રોફેશનલિઝમની સાબિતી છે તેવું મંતવ્ય વ્યક્ત કર્યું છે.
એવિએશન નિષ્ણાતો અને પાયલટ એસોસિએશન્સ, ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ના નિષ્ણાતો કહે છે કે, ૩૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ જ્યારે કોકપિટની અંદર આવી હિંસક પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે વિમાનનું નિયંત્રણ જાળવી રાખવું ટેકનિકલ રીતે અત્યંત મુશ્કેલ હોય છે. કેપ્ટન સ્મીતે જે રિસ્પોન્સ ટાઈમ અને માનસિક સ્થિરતા દર્શાવી, તે વૈશ્વિક એવિએશન સેફ્ટી ટ્રેનિંગ માટે એક કેસ સ્ટડી બનશે. વૈશ્વિક પાયલટ સમુદાયનું માનવુ છે કે, એક પ્રોફેશનલ પાયલટ માટે મુસાફરોની સુરક્ષા સૌથી પહેલી અગ્રતા હોય છે.
કેપ્ટન સ્મીત મચ્છરે લોહીલુહાણ સ્થિતિમાં પણ જોયસ્ટિક અને કન્ટ્રોલ પરથી પકડ ન છોડીને પાયલટ પ્રોફેશનના ઉચ્ચતમ આદર્શો પ્રસ્થાપિત કર્યા છે. તો ગ્લોબલ મીડિયા અને થિંક ટેન્ક્સનો દૃષ્ટિકોણ ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીઓ જેમાં CNN, BBC, Fox Newsનો સમાવેશ થાય છે તેઓ કહે છે કે, આ એક અદ્ભુત મિરાકલ (ચમત્કાર) અને સાહસની વાર્તા છે. ગંભીર રીતે ઘવાયેલા હોવા છતાં અને બોલવામાં તકલીફ પડતી હોવા છતાં પાયલટે પ્લેનનું લેન્ડિંગ સાઉદી અરેબિયામાં કરાવ્યું, આ ઇવેન્ટ બતાવે છે કે ભારતીય તાલીમ પામેલા એવિએશન પ્રોફેશનલ્સ વિષમ પરિસ્થિતિઓમાં પણ કેટલા સક્ષમ હોય છે.
જોહાનિસબર્ગ અને મિડલ ઈસ્ટ ડિફેન્સ એનાલિસ્ટ્સ કહે છે કે, હાઈજેક કે ક્રેશના સંભવિત ખતરા વખતે અંકુશ જાળવી રાખવો અને સેકન્ડોની અંદર યોગ્ય નિર્ણયો લેવા એ કેપ્ટન સ્મીતના ૧૩ વર્ષના અનુભવ અને ૯,૭૦૦થી વધુ ઉડાન કલાકોની પરિપક્વતા દર્શાવે છે. ફ્લાઇટ FZ1073 ના મુસાફરો કહે છે કે, અમારા માટે કેપ્ટન સ્મીત મચ્છર સાક્ષાત્ ભગવાન સમાન છે. આકાશમાં જ્યારે ચારેય તરફ ડરનું વાતાવરણ હતું, ત્યારે તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને અમારા ૧૭૪ લોકોના પરિવારોને વિખેરાઈ જતા બચાવી લીધા. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પુષ્ટિ કરી છે કે હુમલો કરનાર ઓમાનના સહ-પાઈલટ (હમામ અલ-હમ્મામી)નું પ્રાથમિક બેકગ્રાઉન્ડ તપાસતા તે ‘ઈસ્લામિક કટ્ટરપંથી વિચારધારા’ (Islamic radical indoctrination) ધરાવતો હતો.