Entertainment

‘આદિપુરુષ’ જોવા માટે થિયેટરમાં પહોંચ્યા કપિરાજ, લોકોએ લગાવ્યા ‘જય શ્રી રામ’ના નારા  

મુંબઈ: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ(Prabhas), કૃતિ સેનન (Kriti Sanon) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) સ્ટારર ‘આદિપુરૂષ’ (Adipurush) ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ રિલીઝ થવાના પહેલાથી જ પ્રેક્ષકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જેના કારણે ફિલ્મ જોવા માટેની પ્રિ-બુકીંગ વેબસાઈટ પણ ક્રેશ થવાના સમાચાર સામે આવ્યા હતા. આજે ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થયા બાદથી જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કપિરાજ ફિલ્મ ‘આદિપુરૂષ’ જોતાં દેખાઈ રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો કોઈ થિયેટરનો ફિલ્મના સ્ક્રીનિંગ સમયનો છે. જો કે, ગુજરાતમિત્રની વેબસાઈટ આ વીડિયોની સ્પષ્ટતા નથી કરી રહી, પણ સોશિયલ મીડિયા યૂઝર્સ આ વીડિયો પર જબરદસ્ત રિએક્શન આપી રહ્યા છે.

શું છે વીડિયોમાં?
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે એક કપિરાજ થિયેટરમાં આવે છે અને થોડાક સમય સ્ક્રીન તરફ જોયા બાદ ત્યાંથી જતા રહે છે. કપિરાજને જોઈને લોકોમાં કુતૂહુલ જોવા મળે છે. કપિરાજને જોઈને લોકો તાળીઓ અને સીટીઓ વગાડે છે તો કેટલાક લોકો થિયેટરમાં ‘જય શ્રી રામ’ના નારાઓ પણ લગાવે છે.

આ વીડિયોની સાથે જ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભગવાન હનુમાનના ચિત્રને ખુરશી પર મુકવામાં આવ્યું છે. ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થવાની સાથે જ સોશિયલ મીડિયા પર #Adipurush ટ્રેન્ડ થઈ રહ્યું છે. ફિલ્મના ફેન્સ અનેક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

ફેન્સે આપ્યો પોઝિટીવ રિસ્પોસન્સ
ફિલ્મ ‘આદિપુરુષ’ જોઈને થિયેટરમાંથી બહાર આવી રહેલા પ્રેક્ષકોએ પોતાનો અનુભવ શેર ર્ક્યો છે. અનેક લોકોએ ફિલ્મને લઈને પોઝિટીવ રિસ્પોન્સ આપ્યો છે.

અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, ફિલ્મ ફર્સ્ટ ડે બમ્પર કમાણી કરી શકે છે. હિન્દીમાં ભાષામાં ફિલ્મ 30 કરોડ સુધીની કમાણી કરી શકે છે. સમગ્ર ભારત તેનું બોક્સ ઓફિસ કલેક્શન 80 કરોડના આજુબાજુ રહેવાની આશા છે.

500 કરોડના બજેટમાં બની ‘આદિપુરુષ’
‘આદિપુરુષ’ સૌથી મોંઘી ભારતીય ફિલ્મ છે, જે 500 કરોડના બજેટમાં બનાવામાં આવી છે. આ ફિલ્મમાં બે વર્ષ દરમિયાન અનેક રિલીઝ ડિલે અને વિવાદો જોવા મળ્યા હતા. જો કે, તમામ વિઘ્નોને ટાળીને આખરે પ્રભાસની આ ફિલ્મ પડદા પર આવી ચૂકી છે.

Most Popular

To Top