Top News

More Posts

   The Latest

Most Popular

પારડી : પારડી (Pardi) તાલુકાના ખેરલાવ સામર ફળિયામાં રહેતા રસિકભાઈ રડકાભાઈ પટેલની ત્રણ દીકરીઓ પૈકી વચલી દીકરી હિરલના લગ્ન (Marriage) અંભેટી ખાતે નક્કી થયા હતા. આજથી પાંચ દિવસ બાદ તારીખ 27 ના રોજ લગ્ન લેવાના હોય તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. તારીખ 25 -5-2023 ના રોજ ચાંદલાની વિધિ હોવાથી પિતા રસિકભાઈ હોંસે હોંસે મંડપ બાંધવાની તૈયારી કરી રહ્યા હતા. એ જ સમયે માતા મંજુલા તથા બંને દીકરી હિરલ અને સાલીની ત્રણેય પિતા રસિકભાઈને અંબાચ બ્યુટી પાર્લરમાં જઈએ છીએ કહી ઘરેથી નીકળી હતી.

સાંજ થવા છતાં ત્રણે માતા પુત્રીઓ ઘરે પરત નહીં ફરતા પિતા રસિકભાઈએ પુત્રી હિરલને મોબાઈલ ફોન કરતા તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતા કંઇક અજુગતું બન્યું હોવાની જાણ થઇ હતી. સમગ્ર લગ્નનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો અને કુટુંબીઓ ત્રણેય માતા પુત્રીઓને શોધવામાં જોડાયા હતા. અનેક જગ્યાએ સગા સંબંધીઓના ઘરે શોધી થાક્યા બાદ પિતા રસિકભાઈએ આજે પારડી પોલીસ સ્ટેશન આવી આ ત્રણેય માતા પુત્રીઓ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

To Top