Sports

નિવૃત્તિ અંગે ધોની બોલ્યો, હજુ મારી પાસે 8-9 મહિના છે, અત્યારથી માથુ શા માટે દુખાવું

ચેન્નાઈ: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 10મી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) ફાઇનલમાં પહોંચ્યા પછી, કરિશ્માયુક્ત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ (Dhoni) કહ્યું કે તે રમવાનું ચાલુ રાખે કે ન રમે, તે હંમેશા ચેન્નાઈની ટીમ સાથે રહેવાનું પસંદ કરશે. નિવૃત્તિ (Retirement) અંગે પણ તેણે કહ્યું હતું કે મારી પાસે વિચારવા માટે હજુ 8-9 મહિના છે, તો અત્યારથી માથુ શા માટે દુખાવું. આઇપીએલ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે 15 રનથી મળેલી જીત બાદ એવોર્ડ સમારોહમાં હર્ષ ભોગલેએ ધોનીને પૂછ્યું કે શું તે અહીં ચેન્નઈમાં ફરી રમશે? ત્યારે ધોનીએ કહ્યું હતું કે મને ખબર નથી, મારી પાસે નિર્ણય લેવા માટે આઠ-નવ મહિના છે. મારી પાસે વિચારવા માટે પૂરતો સમય છે, તેથી હું હમણાં તેના વિશે વિચારીને મારી જાતને માથાનો દુખાવો આપવા માંગતો નથી.

  • હું આઇપીએલમાં રમુ કે ન રમુ પણ હું હંમેશા ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ સાથે રહેવાનું પસંદ કરીશ : ધોની
  • આઇપીએલને કારણે ઘણી અસર થાય છે, હું તેના કારણે છેલ્લા ચાર મહિનાથી ઘરથી દૂર છું : સીએસકે કેપ્ટન
  • નિવૃત્તિ અંગે નિર્ણય લેવા મારી પાસે આઠ-નવ મહિના છે

ચેન્નાઈને ચાર વખત ચેમ્પિયન બનાવનાર સુકાનીએ કહ્યું કે, ચેન્નાઈ માટે મેદાન પર રમવાની વાત હોય કે બાઉન્ડ્રીની બહાર બેસવાની વાત હોય, હું ચેન્નાઈની સાથે રહેવાનું પસંદ કરીશ. તેણે કહ્યું હતું કે આગામી IPL હરાજી ડિસેમ્બરમાં છે. ત્યારે વિચારશે. હું આ વર્ષે જાન્યુઆરીથી ઘરની બહાર છું, માર્ચથી પ્રેક્ટિસ કરવા માંડી હતી. તેણે ઉમેર્યું હતું કે સાચું કહું તો આઇપીએલની ઘણી અસર થાય છે. હું છેલ્લા ચાર મહિનાથી ઘરથી દૂર છું. હું જાન્યુઆરીથી ઘરની બહાર છું અને માર્ચથી પ્રેક્ટિસ કરી રહ્યો છું, તેથી આગળ શું થશે તે હું વિચારીશ.

Most Popular

To Top