સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે જ્ઞાન અને સંસ્કારનો અનોખો માહોલ સર્જાયો છે. જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ રાખવામાં આવેલ આરોપીઓ તથા સજા ભોગવતા કેદીઓ...
ફિલ્મ “યાદવ જી કી લવ સ્ટોરી” વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજદારે દાવો કર્યો હતો કે ફિલ્મનું શીર્ષક...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં વર્ષ 2026-27 માટે રાજ્યના નાણાં મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં કુલ 4,08,053 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે...
જેટિંગ મશીન દ્વારા ડિવાઈડરની સફાઈ, વૃક્ષોનું ટ્રિમિંગ અને દબાણ હટાવવાની કામગીરી તેજ કરાઈ વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા માંજલપુરને વધુ...
ગાંધીનગર: રાજ્યમાં બજેટની રકમ અને દેવાની રકમ વચ્ચે વિકાસની રેસ લાગી છે. બજેટ કહે હું મોટું, તો રાજ્યનું દેવું કહે હું મોટું,...
ગાંધીનગર: રાજ્યમાં આગામી 24 કલાકની અંદર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની વકી વચ્ચે ગરમીનો પારો 36 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ખાસ કરીને...
ગાંધીનગર : ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વના એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ ટેકનિકલ કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને...
ગાંધીનગર: શૈક્ષણિક વર્ષ 2025-26 માટે અનુસ્નાતક કક્ષાના MD-MS- Diploma કોર્સમાં પ્રવેશ માટે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડની ચોઈસ ફિલિંગ પ્રક્રિયા પૂર્ણા થતાં 184 વિદ્યાર્થીને...
ગાંધીનગર: ભારતની વસતી ગણતરી–૨૦૨૭ના પ્રથમ તબક્કાની તૈયારીઓ અંતર્ગત ગાંધીનગર ખાતે ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સની...
અમદાવાદ : શેર માર્કેટમાં વધુ નફાની લાલચ આપી સોશીયલ મિડીયા મારફતે રૂ. 1.54 કરોડની છેતરપિંડી આચરનાર ગેંગના બેક કર્મચારી સહિત 5 આરોપીઓની...
અમદાવાદ: મુસાફરોની સુવિધા તથા ફાગણ ફેરી તહેવાર દરમિયાન વધતી મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા વચ્ચે વિશેષ...
“પ્રજાહિતમાં જ નિર્ણય થશે” – મુખ્યમંત્રીનો વિશ્વાસ, પીડિત પરિવારોને મળી આશાની કિરણ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી પ્રિલીમિનરી ટી.પી. સ્કીમ નં. 49, 50...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્ર દરમિયાન રાજ્યપાલને ગૃહની અંદર આવકારવાના પ્રોટોકોલ પોલિટિક્સના મુદ્દે રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું હતું. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ...
‘ખરાબ સામાન છોડીને વપરાશલાયક વસ્તુઓ જ કેમ જપ્ત કરાય છે?’- વેપારીઓનો વેધક સવાલ; દર મહિને 500 થી 1000 ના હપ્તા લેવાતા હોવાનો...
આત્મવિશ્વાસ: “સતત 6ઠ્ઠી વાર ફોર્મ ભરતા જી.બી. સોલંકીનો દાવો- ‘અમને જ મળશે મેન્ડેટ, મતદારોનો ભરોસો અકબંધ’.” વડોદરા: જિલ્લાના સહકારી ક્ષેત્રની સૌથી મોટી...
એક પિતાના ૩૨ વર્ષના તપની પરાકાષ્ઠા એટલે તમન્ના અને શીતલની સફળતા-એક જ આંગણેથી પિતા, પુત્ર અને હવે બે સગી બહેનો પણ હવે...
પ્રતિનિધિ ગોધરા તા.25 પંચમહાલ જિલ્લાની ખેતીપ્રધાન અર્થવ્યવસ્થાના મહત્વના સ્તંભ સમાન અગ્રણી સહકારી સંસ્થાઓમાં ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણીઓ સંપૂર્ણ શાંતિ અને સુવ્યવસ્થા...
સાંસદ રાજપાલસિંહ જાદવના પ્રયત્નો સફળ કાલોલ | તા. 25-02-2026પંચમહાલ લોકસભા વિસ્તારના સાંસદ રાજપાલસિંહ જાદવના અથાગ પ્રયાસોને અંતે સફળતા મળી છે. કેન્દ્રીય રેલવે...
અનામત બેઠકોના ફેરફારથી જૂના દિગ્ગજો માટે પડકાર, નવા ચહેરાઓ માટે તકનો દરવાજો ખુલ્યો સુરત જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણી પહેલાં જ રાજકીય પાટા...
યાત્રિકોની સુરક્ષા, સુવિધા અને સ્વચ્છતા જાળવવા ‘સુરક્ષા સેતુ’ પર વિશેષ ભારહાલોલ | તા. 25પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ધંધો કરતા તમામ...
Suratના ઉધના વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાનો પોલીસએ ચોંકાવનારો અને ઝડપી ઉકેલ લાવી દીધો છે. એક વકીલની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ CCTV ફૂટેજના...
CCTV જોઈ કાળજા કંપ્યાવડોદરા | તા. 25 ફેબ્રુઆરીવડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં તેજ રફતાર વધુ એક યુવક માટે મોતનું કારણ બની છે. ઓવર...
આવતીકાલ તો આવશે જ. કદાચ તેનું એક નિર્ધારિત સ્વરૂપ પણ હશે. બે સંભાવના છે, આ સ્વરૂપનો સ્વીકાર કરવો અથવા તો જે સ્વરૂપની...
આજે આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં યુદ્ધના મેદાનમાં માત્ર સૈનિકો જ નથી લડતા, પણ સુપરકોમ્પ્યુટરમાં ચાલતા અલ્ગોરિધમ્સ પણ લડાઈ...
સુરત શહેરના બોર્ડ પરીક્ષાર્થીઓ માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 26 ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને...
એક્ટિવા અને રિક્ષાને અડફેટે લઈ પાર્કિગમાં ઉભેલી કાર સાથે અથડાઈને સર્જ્યો ગમખ્વાર અકસ્માત વર્ધીધારી પોલીસકર્મીની કારમાંથી દેશી દારૂની બોટલ અને ગ્લાસ મળી...
ભારતીય સમાજમાં વધતા વૈવાહિક છૂટાછેડા અને નવી મુશ્કેલીઓ: પરંપરા, અધિકારો અને સ્વ-નિર્ણય વચ્ચે આધુનિક લગ્ન જીવનનો બદલાતો લેન્ડસ્કેપ દિલ્હીની એક ફેમિલી કોર્ટનું...
ધુમાડાના ગોટાથી છાણી વિસ્તારમાં અફરાતફરી; ફાયર બ્રિગેડના કાફલાએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આજે એક મોટી...
3ના મોત,સ્યુસાઇડ નોટથી તપાસ તેજ સુરતમાં ફરી એક વખત ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેસુ વિસ્તારની હેપી એલિગન્સમાં એક જ પરિવારના ચાર...
આપણા દેશમાં પ્રાઇવેટ યુનિવર્સિટીની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ખાનગી વિશ્વવિદ્યાલયો સામે અવરનવર વિશ્વસનીયતાના પ્રશ્નો ઊભા થતા રહે છે. એઆઈ...
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે જ્ઞાન અને સંસ્કારનો અનોખો માહોલ સર્જાયો છે. જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ રાખવામાં આવેલ આરોપીઓ તથા સજા ભોગવતા કેદીઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે તેવા હેતુથી જેલ પ્રશાસને શિક્ષણને પ્રાથમિકતા આપી છે. વર્ષ ૨૦૨૫-૨૬ ના શૈક્ષણિક સત્ર દરમિયાન ફેબ્રુઆરી-૨૦૨૬ માં જેલના ‘પરીક્ષા સેન્ટર’ ખાતે કુલ ૨૧ બંદીઓ બોર્ડ પરીક્ષામાં બેસવા જઈ રહ્યા છે.
ધોરણ-૧૦માં અભ્યાસ કરતા ૪ પાકા કામના કેદી અને ૬ કાચા કામના આરોપીઓ મળી કુલ ૧૦ બંદીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ-૧૨માં ૪ પાકા કામના કેદી અને ૭ કાચા કામના આરોપીઓ મળી ૧૧ બંદીઓ પોતાનું શૈક્ષણિક સ્વપ્ન સાકાર કરવા તૈયાર છે. જેલની દીવાલો વચ્ચે હવે પુસ્તકોની સુગંધ અને મહેનતની શક્તિ અનુભવાઈ રહી છે.ભૂતકાળ ભૂલથી ભરેલો હોય તો પણ ભવિષ્ય સુધારી શકાય આ પહેલ એક ઉદ્દીપક ઉદાહરણ સાબિત થઈ રહી છે,ભવિષ્ય સુધારવા માટે શિક્ષણ એક શક્તિશાળી હથિયાર છે. લાજપોર જેલના આ 21 કેદી વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા એક સજા માટેનો વિરામ નહીં પણ એક નવી શરૂઆત બની શકે છે.

વિશિષ્ટ સેલને એક પ્રોપર એક્ઝામ હોલ તરીકે તૈયાર કરાયો જેલમાં સખત સુરક્ષાની વચ્ચે સીસીટીવી કેમેરાની નજર હેઠળ કેદીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન વિશિષ્ટ સેલને એક પ્રોપર એક્ઝામ હોલ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. આ પહેલ માત્ર એક શૈક્ષણિક પ્રયાસ નથી, પણ કેદીઓના પુનવસવાટ માટે એક પ્રેરણાત્મક પ્રયોગ સાબિત થઈ રહ્યો છે

આ સમગ્ર પહેલ ડૉ. કે.એલ.એન. રાવ, પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહીવટ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ અને જેલ અધિક્ષક શ્રીપાલ શેષમાની સુચના મુજબ અમલમાં મુકાઈ છે. બંદીઓ પરીક્ષાની યોગ્ય તૈયારી કરી શકે તે માટે જરૂરી પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.માત્ર શિક્ષણ પૂરતું જ નહીં, પરંતુ મનોબળ વધારવાની દિશામાં પણ પ્રશાસન આગળ આવ્યું છે. નાયબ અધિક્ષક એ.એચ. રાજપુત અને સીનીયર જેલર પી.ડી. હિહોરીયા પરીક્ષાર્થી બંદીઓને માર્ગદર્શન આપ્યું, તેમને ગુલાબનું ફૂલ અર્પણ કરી મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી. આ ભાવનાત્મક પળે બંદીઓમાં નવી આશા અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો.
જેલ હવે માત્ર સજા ભોગવવાનું સ્થાન નહીં, પરંતુ સુધાર અને નવી શરૂઆતનું કેન્દ્ર બની રહ્યું છે. આ ૨૧ બંદીઓ માટે બોર્ડ પરીક્ષા માત્ર એક શૈક્ષણિક પડકાર નથી, પરંતુ જીવન બદલાવવાની તક છે. જ્ઞાનનો આ દીવો તેમની જિંદગીમાં નવી રાહ બતાવશે,અને સમાજ માટે પણ એક સકારાત્મક સંદેશ આપશે કે શિક્ષણથી બદલાવ શક્ય છે.