વડોદરા, તા. 26:વડોદરામાં પીસીબી (પ્રોહિબિશન એન્ડ ક્રાઇમ બ્રાંચ)ની ટીમે નવા એક્સપ્રેસ હાઈવે પરથી રૂ. 34.87 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડી...
ગાંધીનગર, તા. 25 નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)નો ચોથો દીક્ષાંત સમારોહ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાશે. NFSUના કુલપતિ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ....
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને અપાયેલી નોટિસોના મુદ્દે વિવાદ વધુ તેજ બન્યો છે. ગુજરાત યુનિવર્સિટી સત્તાધીશો તાનાશાહી વલણ અને રાજકીય દબાણ હેઠળ...
ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ટેક્સટાઇલ યુનિવર્સિટી સ્થાપવાની યોજનાનો કોઈ નવો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો નથી, તેવું વિધાનસભામાં પ્રશ્નના...
ગાંધીનગર : રાજ્યમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૦,૨૮૮ પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે વર્ષ ૨૦૨૪માં ૬,૩૧૯ અને વર્ષ ૨૦૨૫માં ૪,૭૮૧ મળીને...
ગાંધીનગર,તા.25ગુજરાતમાં સરકારી ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક, સમયબદ્ધ અને સુવ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે ચીફ સેક્રેટરી એમ કે દાસની અધ્યક્ષતામાં ૧૧ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ...
ગાંધીનગર,તા.25રાજય સરકારે ડ્રગ્સ મુક્ત રાજ્યના સંકલ્પ સાથે છેલ્લા બે વર્ષમાં ડ્રગ્સના – નશાના કારોબાર સામે ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. વિધાનસભામાં માહિતી...
અમદાવાદ,તા.25અમદાવાદમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમ દ્વારા ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ એકટ (ફેમા) 1999 અન્વયે અમદાવાદમાં તમાકુ ઉત્પાદક ગ્રુપ સામે મોટી દરોડાની કાર્યવાહી હાથ...
ગુજરાત આગામી ૧ માર્ચ, ૨૦૨૬ના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ‘સેમિકનેક્ટ કોન્ફરન્સ ૨૦૨૬’ની ત્રીજી આવૃત્તિની યજમાની કરશે. સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ...
ગાંધીનગર, તા. 25 છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લોમાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ફાળવાયેલા આદિજાતિ વિકાસના બજેટમાંથી ગયા વર્ષે રૂ. 5,120 કરોડ...
ગાંધીનગર,તા.25આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ‘વોકલ ફોર લોકલ’ના આહ્વાનને ગુજરાત સરકારે શહેરી સ્તરે વ્યાપક અભિયાન રૂપે...
ગાંધીનગર,તા.25હવામાન વિભાગ મુજબ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ગુજરાત કિનારા નજીક ૧.૫ થી ૩.૧ કિમી ઊંચાઈએ ઉપરી ચક્રવાતી હવાના દબાણની પરિસ્થિતિ યથાવત છે. આ...
પ્રતિનિધિ, જેતપુર પાવી:; આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેતપુરપાવી સહિત સમગ્ર જિલ્લામાં પરીક્ષાર્થીઓમાં ઉત્સાહ...
શિનોર | વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા માલસર–અસા નર્મદા બ્રિજની ડાબી બાજુના રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડતા વિસ્તારના...
નંદેસરી પોલીસની બેદરકારી બહાર આવીવડોદરા તા.26વડોદરા શહેર પીસીબી પોલીસની ટીમે નવા એક્સપ્રેસ હાઈવે પર મોટી કાર્યવાહી કરીને રૂ.34.87 લાખનો વિદેશી દારૂ અને...
ગુજરાત બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (વિજ્ઞાન...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ પરની સામાન્ય ચર્ચાના પ્રથમ દિવસે ઊર્જા અને પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે વ્યાપક જવાબ આપતાં રાજ્યના...
ગાંધીનગર: અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાઓમાં કુલ 32 (બત્રીસ) હોટલોને દારૂ વેચવાના પરવાના આપવામાં આવ્યા હોવાનું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા...
ગાંધીનગર : વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ–2025 (સૌરાષ્ટ્ર–કચ્છ ઝોન) અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા કુલ રૂ. 1527.56 કરોડના રોકાણ માટે એમઓયુ કરવામાં આવ્યા છે,...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા રાજ્ય સરકારે જિલ્લામાંથી પકડાયેલ ગૌમાંસ અને ગોવંશ અંગે વિગતવાર આંકડાકીય માહિતી માંગી હતી. જેના...
ગાંધીનગર : ગુજરાતમાં ઉદ્યોગો અને વેપારીઓ પાસેથી વસૂલવાના વિવિધ વેરાનો આંકડો ચોંકાવનારો બની ગયો છે. નાણા વિભાગના સત્તાવાર આંકડા મુજબ રાજ્ય સરકારને...
આપણું સુરત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પ્રત્યેક સુરતી માટે ગૌરવની વાત તો અવશ્ય કહેવાય. ચારે કોર વિસ્તરી રહેલું શહેર, મોંઘવારીમાં પણ...
ઇઝરાયલના વડાપ્રધાન Benjamin Netanyahuએ સંયુક્ત ડિનર પહેલા ભારતના વડાપ્રધાન Narendra Modiને ખાસ સરપ્રાઇઝ આપ્યું. જરુસલેમમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક પહેલાં નેતન્યાહૂ પરંપરાગત ભારતીય...
ગુજરાતભરનાં એક માત્ર દૈનિક અખબાર સુરતના ‘ગુજરાતમિત્ર’ના તંત્રી પાને પ્રકાશિત થઈ રહેલ નામી, અનામી, સિનિયર અને જુનિયર / નવોદિત ચર્ચાપત્રીઓના વિવિધ વૈચારિક...
મારા એક સ્વજનની પ્રાર્થનાસભા હતી. જે કાંઈક મારા મત મુજબ અનોખી હતી. એ સ્વજન એમની 79 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. એમને એમનો...
હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડાના ફૂલ (પલાશ)નું વિશેષ મહત્વ છે. તે વસંતઋતુમાં ખીલતા કુદરતી કેસરી-લાલ ફૂલ છે, જેમાંથી પલાળીને ઓર્ગેનિક રંગ બનાવાય...
બેન્ડ, ફૂલો, તથા ગોળ ધાણા દ્વારા વિદ્યાર્થીઓને આવકારાયા : પ્રથમ વખત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો : ( પ્રતિનિધિ )વડોદરા,તા.26...
વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ઠેર ઠેર માતૃભાષા મહોત્સવ ઉજવાયા. પણ અફસોસ અને દુઃખ સાથે કહેવું પડે કે ભાષા પ્રત્યેની આપણી જાગરુકતા માત્ર...
રાજધાની દિલ્હીના સમાયપુર બદલી વિસ્તારમાં થયેલી ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. એક વ્યક્તિએ પોતાની બે મહિનાની ગર્ભવતી પત્ની અને...
એક દિવસ ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું, ‘આજે હું તમને એવી વાત કરવાનો છું જેને કારણે તમારા જીવનમાં સુખ અને આંનંદ ઘટે છે...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
વડોદરા, તા. 26:
વડોદરામાં પીસીબી (પ્રોહિબિશન એન્ડ ક્રાઇમ બ્રાંચ)ની ટીમે નવા એક્સપ્રેસ હાઈવે પરથી રૂ. 34.87 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો. ટ્રકમાં ડ્રાઇવરની કેબિન પાછળ ખાસ ચોર ખાનું બનાવી દારૂ સંતાડવામાં આવ્યો હતો. પોલીસે ડ્રાઇવર અને ક્લીનરને ઝડપી પાડ્યા છે, જ્યારે દારૂ મંગાવનાર સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
મળતી માહિતી મુજબ, વિદેશી દારૂ ભરેલો ટ્રક ભરૂચથી નવા એક્સપ્રેસ હાઈવે મારફતે અમદાવાદ જવા નીકળ્યો હતો. દરમિયાન પીસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નેશનલ હાઈવે 48 પર નંદેસરી ચોકડી નજીક બાતમી મળી હતી કે સફેદ રંગનો અશોક લેલેન્ડ ટ્રક દારૂનો જથ્થો લઈને પસાર થવાનો છે. બાતમીના આધારે ટીમે ફાજલપુર ઉતરાણ નજીક વોચ ગોઠવી હતી.
થોડા સમય બાદ બાતમી મુજબનો ટ્રક આવતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રકના પાછળના ભાગમાં કંઈ મળ્યું નહોતું, પરંતુ ડ્રાઇવર કેબિનની પાછળ બનાવેલા અલગ પતારા જેવા ગુપ્ત ખાને તપાસ કરતાં વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે ટ્રકના ચાલક જોધારામ જોગારામ જાટ (રહે. લોહારવા ગામ, તા. ધોરીમન્ના, જી. બાડમેર, રાજસ્થાન) અને ભાગીરથ સમારામ જાટ (રહે. લોહારવા ગામ, તા. ધોરીમન્ના, જી. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ. 34.87 લાખનો દારૂ અને બિયરના ટીન, રૂ. 17 હજાર રોકડા, મોબાઇલ ફોન અને રૂ. 15 લાખ કિંમતનો ટ્રક મળી કુલ રૂ. 50.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કેસમાં સુત્રારામ સારણ જાટ, સુરજખાન સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. એક્સપ્રેસ હાઈવે પરથી આટલો મોટો જથ્થો ઝડપાતા નંદેસરી પોલીસની કામગીરી સામે પ્રશ્નચિહ્ન ઊભા થયા છે.