Top News

More Posts

   The Latest

Most Popular

રોડ પર ઉભેલા હાઈવા ડમ્પર પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત
ટિંગલોદ–વેમાર વચ્ચે સર્જાયેલી ઘટનાથી પંથકમાં શોક
શિનોર |
શિનોર તાલુકાના સાધલી–કરજણ માર્ગ પર ટિંગલોદ અને વેમાર ગામ વચ્ચે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. રોડ પર ઉભેલા હાઈવા ડમ્પર પાછળ બાઇક ઘૂસી જતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં મૃત્યુ પામનાર બાઇક ચાલક કરજણ શહેરના નવા બજાર વિસ્તારની રણછોડ પાર્ક સોસાયટીનો રહેવાસી સચિન પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે. અચાનક રોડ પર ઉભેલા ભારે વાહનને જોઈ ન શકવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.

ઘટનાની જાણ થતાં શિનોર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, જ્યારે માર્ગ પર ભારે વાહનો રોડ પર ઉભા રાખવાના કારણે અકસ્માતોના જોખમ અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.

રિપોર્ટર: અમિત શોની

To Top