Top News

More Posts

   The Latest

Most Popular

સુરત (Surat): સુરતના કામરેજ (Kamrej) વિસ્તારમાં આજે સવારે ગેસનો (Gas) સિલિન્ડર (Cylinder) બ્લાસ્ટ (Blast) થતાં ત્રણ જણા દાઝ્યા છે. કામરેજના બ્રિજ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં આ બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારમાં ગભરાટ વ્યાપી ગયો હતો અને લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ બ્લાસ્ટમાં મોહન ભટ્ટી ,શોભ ગુજજર અને અશોક આદિવાસી એમ ત્રણ લોકો ગંભીર રીતે દાજી ગયા હતા તેમને 108માં તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે સુરત-કામરેજ બ્રિજ પાસે આવેલા ખાતે ઉદ્યોનગરમાં ભંગારના ગોડાઉનમાં ગેસનો બાટલો ફાટવાના લીધે આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ હતી. ગેસ સિલિન્ડરનો બાટલો ખોલતી વખતે ફ્લેશ ફાયર થવાના લીધે આગ ભડકી ઉઠી હતી, જેના કારણે ગોડાઉનમાં આગ પ્રસરવાની સાથે ત્યાં હાજર માલિક સહીત ત્રણ જણા લપેટમાં આવી જતા દાઝી ગયા હતા. તેઓને તાત્કાલિક 108 એમ્બુલન્સ દ્વારા સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્ટિલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કંટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરી હતી.

માહિતી મુજબ કામરેજ સીઆરસી ફાયર સ્ટેશની સામે ઉદ્યોગનગરમાં સાંવરિયા પ્લાસ્ટિકના નામથી ભંગારનો ગોડાઉન આવેલું છે. દરમિયાન આજે સવારે 10.51 કલાકે ફાયર કંટ્રોલને આ ગોડાઉનમાં આગ લાગવાનો કોલ મળતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગની ઘટનાને પગલે સ્થળ ઉપર હાજર લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. ફાયર ઓફિસર પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે એલપીજી ગેસ સિલિન્ડરનો બાટલો ખોલતી વખતે ફૂલેશ ફાયર થતા આગ ભડકી ઉઠી હતી અને ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી આગની લપેટમાં આવતા ગોડાઉનના માલિક શાંતિલાલભાઈ દાલચંદ ગુર્જર (ઉ.વ.50) તેમજ ત્યાં કામ કરતા મોહનભાઈ (ઉ.વ.60) અને અશોકભાઈ | (ઉ.વ.35) દાઝી જતા તેમણે 108 એમ્બુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જોકે થોડા સમયમાં જ આગને કંટ્રોલમાં લઇ લેવામાં આવી હતી ત્યાર બાદ તમામ રાહતનો શ્વાસ લીધો હતો. ભંગારના ગોડાઉનથી સીઆરસી ફાયર સ્ટેશનથી માત્ર અડધા કિલોમીટરના અંતરે જ હતો જેથી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને આગને સમયસર કંટ્રોલમાં કરી લેતા વધુ પ્રસરતા તેમજ નુકશાની થતા રહી ગઈ હતી. ટાયર સહીત ભંગારનો માલ સામાન આગમાં બળી ગયો હતો.

To Top