Top News

More Posts

   The Latest

Most Popular

ગુજરાત વિકાસને પ્રાધાન્ય આપતા શાંતિપ્રિય, પ્રગતિશીલ રાજ્ય તરીકે જાણીતુ છે. એની આ શાખ જળવાઇ રહી છે, એથી જ તો ઘણા ઉદ્યોગપતિ અને ધંધાર્થીઓ એમના ઉદ્યોગ – ધંધાને સ્થળાંતરિત કરવા માટે ગુજરાતને પ્રાધાન્ય આપે છે. RBIની રાજ્યની 2019 – 20ની આંકડાકીય માહિતી દર્શાવતી પુસ્તિકા મુજબ પણ ગુજરાત રાજ્યની માથાદીઠ ચોખ્ખી આવક “ 3.03 લાખ હતી, જે દેશની સરેરાશ આવક 1.51 લાખ કરતા બે ગણી હતી. જે ગુજરાતના વધતાં વિકાસદરને સૂચવે છે. સામે નેશનલ હેલ્થ સર્વેના 5માં રીપોર્ટ મુજબ 39.07 % જેટલા 5 વર્ષથી નીચેના ઓછા વજન ધરાવતા નબળા બાળકોના કુપોષણ બાબતે બિહાર પછી ગુજરાત બીજા નંબરે હતુ.

આ અંકડાઓબતાવે છે કે રાજ્યના ઉંચા વિકાસદરની સામે કુપોષિત બાળકો 16 % કરતા વધુ હતા. જે ટકાવારી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં અનુક્રમે 12 % અને 10 % જેટલી હતી. રાજ્યમાં કુપોષણની સમસ્યા ચિંતાજનક છે, કારણ કે 2015 – 16માં કરાયેલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે – 4 મુજબ પણ દેશની 35.7 %ની સરેરાશ સામે ગુજરાતમાં 39.3 % બાળકો ઓછા વજનના શિકાર હતા. ગાંધીનગરના ‘ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ’ (IIPH)ના ડાયરેક્ટર પ્રોફેસર દિલીપ માવલંકરે જણાવેલ કે કુપોષણની સમસ્યા માતાની તંદુરસ્તી અને ખોરાકની ગુણવત્તા પર પણ આધાર રાખે છે. આર્થિક રીતે નબળા વર્ગની આવક પોષણક્ષમ ખોરાકને પ્રાધાન્ય અપાય એટલી નથી હોતી.

હાલ વધતા જતા ફુગાવાને કારણે પણ ખોરાક પર થતા ખર્ચમાં અંદાજે 10%નો ઘટાડો થયો છે. સેવા રૂરલ, ઝઘડીયાના ટ્રસ્ટી ડૉ. શ્રેય દેસાઇ જણાવે છે કે ટ્રાયબલ એરિયામાં કુપોષણની સમસ્યા સૌથી વધુ છે. જ્યાં સુધી સમતોલ વિકાસને પ્રાધાન્ય આપવામાં ન આવે, ત્યાં સુધી અમીર અને ગરીબો વચ્ચેની ખાઇ અને કુપોષણના કિસ્સાઓ વર્ષો વર્ષ વધતા જ જશે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top