Sports

CWG: ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું, 12 ઓવરમાં જ ખેલ પૂરો કર્યો

કોમનવેલ્થ ગેમ્સ-2022માં (Commonwealth Games-2022) ભારત એક પછી એક ઉત્કૃષ્ટ પ્રદર્શનો કરી રહ્યું છે. આજે રવિવારે ભારતીય મહિલા ક્રિકેટ (Women Cricket) ટીમે પાકિસ્તાનને (Pakistan) હરાવી ભારતના (India) ખાતામાં વધુ એક જીત ઉમેરી દીધી છે. ભારતે પાકિસ્તાનની ટીમને 8 વિકેટે કારમો પરાજય આપી પ્રથમ જીત મેળવી છે. કોમનવેલ્થ ગેમ્સમાં બે મેચમાં ભારતની પહેલી જીત છે. ભારત હવે ગ્રુપ સ્ટેજમાં પોતાની છેલ્લી મેચમાં બાર્બાડોસ સામે 3જી ઓગસ્ટના રોજ ટકરાશે. 

કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે વિમેન્સ ટી-20 ક્રિકેટમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટથી પરાજય આપ્યો છે. પહેલાં બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 18 ઓવરમાં માત્ર 99 રન જ બનાવી શકી હતી. ભારત માટે સૌથી વધુ 2-2 વિકેટ સ્નેહ રાણા અને રાધા યાદવે લીધી હતી. બીજી તરફ પાકિસ્તાનની ટીમના 3 બેટ્સમેન રનઆઉટ થયા હતા. ભારતે બેટિંગ કરતા 2 વિકેટ ગુમાવીને 11.4 ઓવરમાં જ ટાર્ગેટ મેળવી લીધો. સ્મૃતિ મંધાનાએ જોરદાર બેટિંગ કરતા માત્ર 42 બોલમાં 63 રન ફટાકાર્યા. તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જેમિમા રોડ્રિગ્ઝે બે રન કર્યા હતા. શેફાલી વર્માએ 9 બોલમાં 16 રન અને એસ મેઘનાએ 16 બોલમાં 14 રન કર્યા હતા. પાકિસ્તાન તરફથી તુબા હસન અને ઓમેમા સોહેલે 1-1 વિકેટ લીધી હતી.

Most Popular

To Top