Top News

More Posts

   The Latest

Most Popular

વરસે વસંતના આગમન પૂર્વે શિશિર ઋતુમાં મોટા ભાગનાં વૃક્ષો પોતાનાં પાંદડાંને ખંખેરી નાખે છે, પણ કદી કોઇ વૃક્ષ થડનો ત્યાગ કરતું નથી. થડ તો વૃક્ષનો આધાર છે. વૃક્ષ થડને છોડે તો એ વૃક્ષ પોતે વૃક્ષ રહેતું નથી. થડ અને વૃક્ષ વચ્ચે તો  આવિનાભાવી સંબંધ છે. વખત જતાં વૃક્ષને નવાં પાંદડાં ફૂટે છે અને તે પણ પાછાં અમુક અવધિ બાદ ખરી પડે છે. આમ, પાંદડાની ખરવા – ફૂટવાની ક્રિયા – ચાલ્યા કરે છે. પણ થડ તો અવિચળ જ છે. સંસ્કૃતિ દરેક સમાજનો પ્રાણ છે. આપણો સમાજ પણ એક વૃક્ષ જેવો છે. તેમાં રૂઢિઓ રૂપી પાંદડાં છે અને સંસ્કૃતિ રૂપી થડ છે. રૂઢિઓ માત્ર બાહ્ય આચાર છે. જયારે સંસ્કૃતિ એ તો સમાજનું મુખ્ય અંગ છે. વખત જતાં રૂઢિઓ નકામી થતી જાય છે અને સમાજ એ રૂઢિઓનો ત્યાગ પણ કરે છે. નવા રીતરિવાજો અને રૂઢિઓ સમાજ અપનાવે છે, પરંતુ સમાજ કદી તેની સંસ્કૃતિને ત્યજતો નથી. સંસ્કૃતિને લીધે જ સમાજની પણ હસ્તી છે અને તેથી જો સમાજ પોતાની સંસ્કૃતિને છોડે તો તેનો પોતાનો નાશ થાય છે.
બામણિયા- મુકેશ બી. મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top