National

મનીષા રોપેતાએ પાકિસ્તાનની પ્રથમ હિન્દુ મહિલા DSP બનવાની સિદ્ધિ હાંસલ કરી, સંબંધીઓ અંગે જણાવ્યું કે..

નવી દિલ્હી: પાકિસ્તાનના સિંધ પ્રાંતના જેકોબાબાદની રહેવાસી મનીષા રોપેતાએ (Manisha Ropeta) સિવિલ સર્વિસની પરીક્ષા (Civil Services Exam) પાસ કર્યા બાદ દેશની પ્રથમ હિન્દુ મહિલા DSP બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ અંગે તેમની સાથે વાત કરતી તેઓએ જાણકારી આપી હતી કે અહીં સુધી પહોંચવાનું લક્ષ્ય (Target) તેમના માટે માત્ર પોતાના સંબંધીઓને ખોટા સાબિત કરવા જ નહોતા, પરંતુ ‘સારા ઘરની મહિલાઓ પોલીસ સેવામાં જતી નથી’ એવી સમાજની વિચારસરણી સામે પણ લડવાનું પણ હતું.

મનીષા રોપેતાની ઉંમર 26 વર્ષ છે. તેમણે ગયા વર્ષે જ સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી હતી અને હાલમાં તે તાલીમ લઈ રહ્યા છે. પરીક્ષામાં સફળ થયેલા 152 લોકોની મેરિટમાં તેમનું સ્થાન 16મું હતું. મળતી માહિતી મુજબ અપરાધ માટે કુખ્યાત એવા લિયારી વિસ્તારના ડીએસપીના પદે તેમને ટૂંક સમયમાં પોસ્ટ કરવામાં આવશે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે મનીષા રોપેતા દેશની પ્રથમ હિન્દુ મહિલા DSP બનવાની સિદ્ધિ હાંસલ કરી છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતના જેકોબાબાદની રહેવાસી મનીષા રોપેતાએ આ પદ હાંસલ કરવા માટે ઘણા પડકારોને પાર કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે સૌથી મોટો પડકાર તેમની સામે સમાજની વિચારસરણી હતી. મનીષા રોપેતાએ જણાવ્યું કે બાળપણથી લઈને યુવાની સુધી મેં અને મારી બહેનોએ સમાજની આ જૂની પ્રથાઓ વિશે જ સાંભળ્યું છે તેમજ જોઈ છે કે જો કોઈ છોકરી ભણવા માંગતી હોય તો તે માત્ર ડૉક્ટર કે શિક્ષક બની શકે છે.

મનીષા રોપેતાએ વઘારામાં કહ્યું હતું કે તેઓ મધ્યમવર્ગીય પરિવારની હોવાથી હંમેશા સાંભળવું પડતું હતું કે સારા પરિવારની છોકરીઓએ પોલીસમાં ન જવું જોઈએ કે જિલ્લા કોર્ટમાં કામ કરવું જોઈએ નહીં. આપણા સમાજમાં મહિલાઓ પર સૌથી વધુ અત્યાચાર થાય છે અને તેમને અનેક ગુનાઓમાં નિશાન બનાવવામાં આવે છે. હું પોલીસ સેવામાં જોડાઈ કારણ કે મને લાગે છે કે આપણા સમાજમાં ‘મહિલા રક્ષકો’ની જરૂર છે. મનીષા રોપેતાએ જણાવ્યું કે તેઓ અગાઉના તમામ પડકારો માટે તૈયાર છે તેમજ તેમણે તેમના તમામ સંબંધીઓને ખોટા સાબિત કર્યા છે. તેઓ મહિલાઓની રક્ષક બનશે.

Most Popular

To Top