Dakshin Gujarat

બારડોલીથી સુરત જતાં હાઇવે પર ત્યજી દીધેલી નવજાત બાળકીને કીડીઓ ચટકા ભરતી હતી, પોલીસે બચાવી

પલસાણા : પલસાણા (Palsana) તાલુકાના પોલીસની (Police) એક ટીમ ગુરૂવારે રાત્રે પેટ્રોલિંગમાં (Petroling) હતી. ત્યારે કોઈકે માહિતી આપી હતી કે, હાઇવેની (Highway) બાજુમાં આવેલા સર્વિસ રોડની બાજુમાં કોઈએ નવજાત બાળકીને ત્યજી દીધી છે. પોલીસે તાત્કાલીક સ્થળ પર પહોંચીને જોયું તો બાળકીના આખા શરીર પર કીડીઓ (Ant) ફરી વળી હતી, જેથી તે દર્દથી કણસતી રડી રહી હતી. ત્યારે એએસઆઇ ભરતભાઇએ તાત્કાલિક બાળકીના કોમળ શરીર પરથી કીડીઓ દુર કરી પોતાનો રૂમાલ વિટાળીને તેને તાત્કાલીક પલસાણા સીએચસી સેન્ટર લઇ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર કરાવી બાળકીને વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં (Hospital) ખસેડી હતી.

  • પેટ્રોલિંગમાં નીકળેલી પલસાણા પોલીસને એક વ્યક્તિએ માહિતી આપતાં તાત્કાલિક સ્થળ પહોંચી બાળકીને હોસ્પિટલ ખસેડતાં જીવ બચી ગયો
  • એએસઆઈએ બાળકીના કોમળ શરીર પરથી કીડીઓ દૂર કરી પોતાના રૂમાલ વિતાળી સીએસચીમાં સારવાર કરાવી સિવિલ હોસ્પિટલ ખસેડી
  • થોડુ મોડુ થતે તો કીડીઓ અને કૂતરા બાળકને કોરી ખાતે

બારડોલીથી સુરત જતા હાઇવે પર કીમ કોર્નર હોટલની પાસે હાઇવેની બાજુ પર આવેલા સર્વિસ રોડની પાસે કોઇ કુવારી માતાએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકીને ત્યજી દીધી હતી. આ દમિયાન પેટ્રોલીંગમાં નીકળેલા પલસાણા પોલીસના એએસઆઇ ભતરભાઇની ગાડી પાસે કોઇ ઇસમે આવી જાણ કરી કે સર્વિસ રોડની બાજુમાં બાળકી રડતી હોવાનો આવાજ આવી રહ્યો છે. ત્યારે પોલીસે તાત્કાલિક સ્થળ પર જઇ તપાસ કરતા બે દિવસની નવજાત બાળકી તેમને જીવિત હાલતમાં મળી આવી હતી. પોલીસે તાત્કાલિક તેને સારવાર માટે પલસાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લઇ જઈ પ્રાથમિક સારવાર અપાવી તેને વધુ સારવાર માટે સુરત સિવિલ ખાતે ખસેડી હતી. ત્યાર બાદ પલસાણા પોલીસે આ અંગે ગુનો નોધી વધુ તપાસ હાથધરી છે.

થોડુ મોડુ થતે તો કીડીઓ અને કૂતરા બાળકને કોરી ખાતે
પલસાણા પોલીસ મથકના એએસઆઇ ભરતભાઇ ઠાકોર જાણે દેવદુત બનીને આવ્યા હોય તેમ બાળકી પાસે પહોંચ્યા ત્યારે બાળકીના આખા શરીર પર કીડીયોઓ ફરી વળી હતી ને આસપાસ કુતરા પણ બાળકીને શિકાર બનાવવાની તૈયારીમાં જ હતા. ત્યારે જો પોલીસ સમયસર ત્યાં ન પહોંચી હોત તો બાળકીનું બચવું મુશ્કેલ હતું.

Most Popular

To Top