Gujarat

કચ્છમાં ગૌશાળાની મુલાકાતમાં ગાયોની પરિસ્થિતિ જોઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભાવુક થયા

અમદાવાદ: રાજ્યમાં પશુઓમાં લમ્પી વાયરસ ફેલાયો છે. આ લમ્પી વાયરસનો (Lumpy Virus) ભોગ હજારો ગાયો (Cow) અને ગૌવંશ બન્યા છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આજે કચ્છ જિલ્લાના જુદા જુદા ગામો અને ગૌશાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગૌશાળામાં ગાયોની પરિસ્થિતિ જોઈને તેઓ ભાવુક થઈ ગયા હતા, અને જણાવ્યું હતું કે ગાયના મુદ્દે અમને રાજનીતિ કરતા નથી આવડતું.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આજે કચ્છના મુન્દ્રા તાલુકાના જુદાજુદા ગામો અને ગૌશાળાની મુલાકાત લઈ લમ્પી વાયરસ અંગેની પરિસ્થિતિનો અહેવાલ મેળવ્યો હતો. જગદીશ ઠાકોર ગૌશાળામાં ગાયોની પરિસ્થિતિ જોઈને ચિંતિત બન્યા હતા, અને રીતસર ભાવુક થઈ જણાવ્યું હતું કે લમ્પી વાયરસને અટકાવવામાં ભાજપ સરકાર અને સંપૂર્ણ વહીવટી તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. જેને કારણે હજારો ગાયો અને ગૌવંશનું મૃત્યુ થયું છે. આ ઘટનામાં પશુપાલકો પણ દુઃખના ભાગીદાર થયા છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક પશુઓ તેમજ પશુપાલકો માટે બનતી તમામ સહાય કરવામાં આવે.

Most Popular

To Top