SURAT

સુરતના ઐતિહાસિક ટાવરમાંથી ઘડિયાળ જ ગાયબ

સુરત: સુરત (Surat) શહેર ભવ્ય ભૂતકાળનું સાક્ષી રહ્યું છે. વર્ષ 1871માં ખાનબહાદુર બરજોરજી ફ્રેઝરે તેમના પિતા (Father) મેરવાનજી ફ્રેઝરની યાદમાં 11,000ના ખર્ચે સુરતના ભાગળ (Bhagal) પાસે ક્લોક ટાવર (Clock Tower) બંધાવ્યો હતો. તે સમયે આખુંય સુરત શહેરના કોઈ પણ ખુણેથી આ ટાવરને તેમજ તેના સમયને જોઈ શકાતો હતો. આમ તો આ ટાવર ઉપર લગાડવામાં આવેલી ધડિયાળ (Clock) બંધ જ રહેતી પરંતુ હવે તો તે ગાયબ જ થઈ ગઈ છે. જણાવી દઈએ કે આ ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે સમયે તેના માટે દાન આપનાર ખાનબહાદુરે ત્રણ શરત મૂકી હતી જેમાં પહેલી શરત ટાવરની જાળવણી કરવા અંગેની હતી. આ જાળવણી અંગેની જવાબદારી સુરત સુધરાઈ (સુરત મહાનગર પાલિકાને) સોંપવામાં આવી હતી. તેમજ આ શરત અંગેની તકતી પણ મૂકી હતી. બીજી શરત તેઓની એ હતી કે જો ભવિષ્યમાં આ ટાવરને અન્ય સ્થળે ખસેડવામા આવે તો પણ આ તકતી ત્યાં થી ખસેડવી નહીં. જયારે ત્રીજી અને અંતિમ શરત મુજબ જો આ કલોક ટાવરની આસપાસના 500 મીટર સુધી કોઈ પણ મોટી ઈમારતનું નિર્માણ કરવામાં ન આવે.

એક તરફ સુરત મહાનગર પાલિકા કરોડો નાં ખર્ચે કિલ્લાનું રીનોવેશન કરી રહી છે. સુરતમાં હેરિટેજ સ્ક્વેર પણ બનાવવા માં આવી રહ્યું છે. તો બીજી તરફ ઐતિહાસિક ધરોહર ની અવગણના થઈ રહી છે. આ પહેલા સુરતનો ઐતિહાસિક પુલ પણ તોડી પાડવામાં આવ્યો છે.આ આપણો ઐતિહાસિક વારસો છે જેને સાચવવાની જવાબદારી આપણા સૌની છે પરંતુ દુઃખ એ વાતનું છે કે આવા વારસા ની જાળવણી આપણે સારી રીતે કરી શકતા નથી. તે સમયે ભલે ટાવર 11000 રૂપિયામાં બન્યું હોઈ પરંતુ હાલમાં તો તેની રૂપિયામાં કિંમત આંકી શકાય તેમ નથી.

જણાવી દઈએ કે ભાગળએ જુના સુરત શહેરનો એક મહત્વનો હિસ્સો છે. ઇ.સ. ૧૯૬૦ પહેલાં તે સમગ્ર દક્ષિણ ગુજરાતનું સૌથી આધુનીક અને મોટું બજાર ગણાતું હતું. ભાગળમાં સુરતનુ સૌથી મોટુ બજાર આવેલુ છે. આજે પણ તેનું મહત્વ અકબંધ છે. સુરતના જાહેર તહેવારોમાં તેનું વિશેષ મહત્વ હોય છે.  ભાગળની ઓળખ તરીકે તેની મિનારાવાળી મસ્જીદ પ્રખ્યાત છે. તેનાથી લગભગ ૧૫૦ મીટર દૂર લાલ ટાવર આવેલુ છે. જે આજે કલોક ટાવર તરીકે ઓળખાય છે.

Most Popular

To Top