Gujarat

મોદીની નિર્ણયાક શક્તિના કારણે ભારત વૈશ્વિક ફલક પર ચમક્યું : જાવડેકર

ગાંધીનગર : ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના(Children’s University) ૧૩માં સ્થાપના દિવસ (Foundation Day) નિમિત્તે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તથા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર્સ (Indian Institute of Teachers) એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર (Gandhinagar) ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી પ્રકાશ જાવડેકરના અધ્યક્ષ સ્થાને ‘મોદી@૨૦-ડ્રીમ્સ મીટ ડિલીવરી’ (Modi@20-Dreams Meet Delivery’) કાર્યક્રમ યોજાયો હતો.

જાવડેકરે ‘Modi@20 Dreams Meet Delivery’ પુસ્તક પર વિચારો રજુ કર્યા

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રકાશ જાવડેકરે ચિલ્ડ્રન યુનિવર્સીટીના સ્થાપના દિવસે ‘Modi@20 Dreams Meet Delivery’ પુસ્તક પર પોતાના વિચારો રજૂ કરતાં કહ્યુ હતું કે, આ પુસ્તક ૨૦ વર્ષના સુશાસનની પ્રતીતિ કરાવતું ઉત્તમ પુસ્તક છે, જેમાં તેમના જોયેલા સપનાઓની ‘સ્વપ્નથી સિદ્ધિ’ સુધીના પ્રયાસોની સફર વર્ણવવામાં આવી છે. મોદી @૨૦ માં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ દ્વારા પણ બે લેખ લખવામાં આવ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિલ્ડ્રન્સ યુનિવર્સીટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનનું સપનું જોયું હતું જે આજે સાકાર થઈને સમગ્ર વિશ્વમાં અનોખી ઓળખ ઉભી કરી છે. આ યુનિવર્સિટી સમગ્ર વિશ્વમાં ફક્ત ગુજરાતમાં જ છે.

મોદી અલગથી વિચારી સકે છે
મોદીની આ જ વિશેષતા છે કે એમને અલગ વિચાર આવે છે અને એ સાકાર પણ કરી શકે છે. મોદીએ ગુજરાતમાં બાર વર્ષ અને વડાપ્રધાન તરીકેના આઠ વર્ષ પૂર્ણ કર્યા બાદ આજે ૨૧મું વર્ષ છે. તેમનો મંત્ર સુશાસનનો છે. લોકોને વિશ્વાસ આપવો, લોકો માટે કામ કરવું અને એટલે જ દેશવાસીઓનો વિશ્વાસ વધ્યો છે.

યુનિ.નો ૧૨ વર્ષ પહેલા પાયો નંખાયો હતો

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,ગુણવત્તાયુકત્ત શિક્ષણ માટે ગુજરાત હવે હબ બને એ દિશામાં આગળ વધ્યું છે. આજે ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઊભા રહી શકે તેવા વિદ્યાર્થીઓ પેદા કરી રહી છે. ચિલ્ડ્રન યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ડૉ.હર્ષદ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજનને પરિણામે આ યુનિ.નો ૧૨ વર્ષ પહેલા પાયો નંખાયો હતો એ આજે વટવૃક્ષ બની ગયું છે. એ જ રીતે આઇ.આઇ.ટી.ઇ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દર્ષ્ટિવંત આયોજનનું પરિણામ છે. બંને યુનિવર્સિટીઓ આજે દેશભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

Most Popular

To Top