Sports

CWG 2022 : વેઈટલિફ્ટિંગમાં ભારતનો રેકોર્ડ, અચિંતા શેઉલીએ પણ ગોલ્ડ જીત્યો

બર્મિંગહામઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. ત્રીજો ગોલ્ડ પણ ભારતને વેઈટલિફ્ટિંગમાં જ મળ્યો છે. 20 વર્ષની અચિંતા શેઉલીએ 73 કિગ્રાની કેટિગરીમાં ગોલ્ડ જીત્યો હતો. અંચિતાએ સ્નેચમાં 143 કિલો વજન ઉપાડ્યું. આ કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ છે. તેણે ક્લીન એન્ડ જર્કના પ્રથમ પ્રયાસમાં 166 કિલો વજન ઉપાડ્યું હતું. બીજા પ્રયાસમાં નિષ્ફળ રહ્યા બાદ તેણે ત્રીજા પ્રયાસમાં 170 કિલો વજન ઉપાડ્યું. અચિંત શુલીએ કુલ 313 કિલો વજન ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો હતો.

મલેશિયાના એરી હિદાયતે સિલ્વર મેડલ વિજેતા કરતાં 10 કિલો વધુ વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે કુલ 303 કિલોગ્રામ વજન ઉપાડ્યું. કેનેડાને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. મેચની શરૂઆત પહેલા જ અચિંત શુલીને જીતનો પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો. તેણે 2021માં કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2021માં જ તેણે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ત્રીજા ગોલ્ડ સાથે ભારતને અત્યારસુધી મળ્યા 6 મેડલ
બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને આ છઠ્ઠો મેડલ મળ્યો છે. દેશને તમામ મેડલ માત્ર વેઈટલિફ્ટિંગમાં જ મળ્યા છે. અચિંતા શેઉલી પહેલા મીરાબાઈ ચાનુ અને જેરેમી લાલરિનુંગાએ પણ વેઈટલિફ્ટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા હતા. સંકેત મહાદેવ સરગર અને બિંદિયા દેવી રાનીએ સિલ્વર મેડલ જીત્યો હતો. ગુરુરાજ પૂજારીએ બ્રોન્ઝ મેળવ્યો હતો. ભારત પાસે ત્રણ ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં વેઈટલિફ્ટિંગમાં સૌથી વધુ મેડલ જીતનાર દેશ પણ ભારત છે. અત્યાર સુધી 7 ઈવેન્ટ થઈ છે અને તેમાંથી 6 મેડલ ભારતને મળ્યા છે.

Most Popular

To Top