SURAT

‘તારા ધારેલા કામ થઈ જશે’ કહી શ્રાવણની વિધિના બહાને બે કિન્નર મહિલાના દાગીના લઇ છૂ

સુરત: અમરોલી(Amroli) ખાતે રહેતી રત્નકલાકારની(Jeweler) પત્ની(Wife)ને શ્રાવણ માસ(Shravan Month)ના પૈસા(Rupee) લેવા આવેલા બે કિન્નરો(Kinnar)એ ‘તારા મનમાં ધારેલા બે સારા કામ થઈ જશે’ તેમ કહીને વિધિ કરવાના બહાને સોનાના દાગીના(Gold jewelry) લઈ ભાગી ગયા હોવાની ફરિયાદ(complaint) અમરોલી પોલીસ સ્ટેશન(Police Station)માં નોંધાઈ હતી.

કિન્નરના વેશમાં આવેલા બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા
અમરોલી સાયણ રોડ પર સાંઈ રો-હાઉસમાં રહેતી 44 વર્ષીય ભાવનાબેન અશ્વિનભાઈ શેલીયાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મંગળવારે સવારે તેઓ ઘરે એકલા હતા ત્યારે બે કિન્નરો ઘરે આવ્યા હતા. દર વર્ષેની માફક શ્રાવણ માસમાં કિન્નરો પૈસા માંગવા આવ્યા હતા. ભાવનાબેને તેમને 100 રૂપિયા આપ્યા હતા. જેથી બંને કિન્નરોએ ભાવનાબેનને ‘તારા મનમાં ધારેલા બે સારા કામ થઈ જશે’ પરંતુ તેના માટે અમારે એક વિધિ કરવી પડશે’ તેવું કહ્યું હતું. ‘વિધિ કરવા માટે તમારા સોનાના પાંચ દાગીના લઈ આવ અને ચાર રસ્તે અમે વિધિ કરીને તને પરત આપી દઈશું’ તેમ કહ્યું હતું. કિન્નરોની વાતમાં આવીને ભાવનાબેને સોનાની ચેઈન, બુટ્ટી, વીંટી, પેન્ડલ અને મંગળસુત્ર મળીને કુલ 96,750 રૂપિયાના દાગીના આપી દીધા હતા. બંને કિન્નરો ‘અડધો કલાકમાં વિધિ પુરી કરીને તમારા સોનાના દાગીના પરત આપી જઈશું’ તેમ જણાવી નીકળી ગયા હતા. ત્રણેક કલાક પછી પણ પરત નહીં આવતા ભાવનાબેન સોસાયટીમાં તપાસ કરવા ગયા તો કોઈ મળ્યું નહોતું. જેથી ભાવનાબેન તેમની સાથે છેતરપિંડી થયાનું સમજી જતા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા.

કિન્નર બનીને અલગ અલગ સોસાયટીમાં મહિલાઓને આ રીતે ટાર્ગેટ કરતા
અમરોલી પોલીસે બાતમીના આધારે આરોપી બાબુભાઇ ઉર્ફે માયા માનસંગભાઇ પરમાર (ઉ.વ ૪૨, રહે,તરઘડી તા.પડધરી જી.રાજકોટ) તથા મહેશનાથ ઉર્ફે ભક્કો ઉર્ફે ભાવના ઝવેરનાથ પરમાર (ઉ.વ.૩૭, રહે. તરઘડી તા.પડધરી જી.રાજકોટ)ને પકડી પાડ્યા હતા. મહેશ ડ્રાઈવિંગનું કામ કરે છે. બંને આરોપીઓ કિન્નરનો વેશ ધારણ કરીને સોસાયટીઓમાં જઈને મહીલાઓને વિધિ કરવા માટે થોડા સમય માટે પૈસા અને સોનાની માંગણી કરતા હતા અને સોનાના દાગીના અને પૈસા લઈને નાસી જતા હતા. બાબુભાઇ ઉર્ફે માયા પરમાર વિરૂદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 9 અને અને મહેશનાથ પરમાર વિરૂધ્ધમા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 15 ગુનાઓ નોંધાયેલા છે.

Most Popular

To Top