National

કર્ણાટકમાં 8 દિવસમાં 3 લોકોની હત્યા બાદ કલમ 144 લાગુ, મુખ્યમંત્રીએ કહ્યું…

કર્ણાટક: કર્ણાટક(Karnataka)ના મેંગલોર(Mangalore) શહેર(City)માં એક ભયાનક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં માસ્ક પહેરેલા કેટલાક લોકોએ ફૈઝલ(Faisal) નામના યુવકને નિશાન બનાવ્યો હતો અને તેને ખૂબ માર માર્યો હતો. જેમાં યુવકે જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદથી ભારે ચર્ચા ચાલી રહી છે, સાથે સાથે સમગ્ર વિસ્તારમાં તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને જોતા પોલીસે સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. છેલ્લા એક સપ્તાહમાં દક્ષિણ કન્નડ જિલ્લામાં હત્યા(Murder)નો આ ત્રીજો કેસ છે. જિલ્લામાં સતત હત્યાઓ અંગે સીએમ(CM) બસવરાજ બોમાઈ(Basavaraj Bommai)એ કહ્યું કે, અમારા માટે તમામ લોકોના જીવનની કિંમતી એક સમાન છે. અમે ત્રણેય હત્યા કેસમાં કડક કાર્યવાહી કરીશું. જરૂર પડશે તો જરૂરી પગલાં લેવામાં આવશે. આ યુપી મોડલ પણ હોઈ શકે છે અને કર્ણાટક મોડલ હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે.

સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ
મેંગ્લોરના પોલીસ કમિશનર એન શસીકુમારે આ સમગ્ર ઘટનાને લઈને કહ્યું કે, અમે તમામ મુસ્લિમ નેતાઓને તેમના ઘરે જ નમાજ અદા કરવાની અપીલ કરી છે. જે શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરશે. તેમણે જણાવ્યું કે, આરોપીઓએ કયા કારણોસર આ હત્યા કરી છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે 29 જુલાઈના રોજ આ વિસ્તારની તમામ દારૂની દુકાનો સંપૂર્ણપણે બંધ રહેશે. તેમણે આ બાબત વિશે જણાવ્યું કે, અમે ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી રહ્યા છીએ અને સુરથકલ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. દરેકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલમ 144 લાગુ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફૈઝલ નામનો આ યુવક પોલીસનો બાતમીદાર જણાવવામાં આવી રહ્યો છે, એટલા માટે પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.

અગાઉ થઇ હતી ભાજપના કાર્યકરની હત્યા
આ પહેલા દક્ષિણ કન્નડ જિલ્લામાં જ બીજેપી કાર્યકર પ્રવીણ નેટ્ટરની હત્યા કરવામાં આવી હતી. તેના પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો, જે બાદ તેમનું મોત નીપજ્યું. આ હત્યા બાદ સમગ્ર જિલ્લામાં ઉગ્ર વિરોધ ચાલી રહ્યા છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ સીએમ તરફથી પરિવારને વળતર આપવાની પણ વાત કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું છે કે આરોપીઓ પીએફઆઈ સાથે જોડાયેલા છે. આ પહેલા 19 જુલાઈના રોજ પણ 18 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી. હજુ આ મામલો શાંત પણ થયો ન હતો કે મુસ્લિમ યુવકની હત્યાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે, સતત હત્યાઓ બાદ પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું છે.

Most Popular

To Top