Top News

More Posts

   The Latest

Most Popular

કેહવાય છે કે જ્યાં ન પહોચે રવિ ત્યાં પહોંચે કવિ. છેલ્લા કેટલાક દિવસોથી અખબાર મા નજર ફેરવીએ તો જોવા મળે કે ઘી, પનીર એવી તો ઘણી બધી ખાવાની વસ્તુઓ નકલી બનાવટની પકડી પાડવામાં આવી જે માનવીના આરોગ્ય સાથે ચેડા કરવા જેવી છે. દરેક ફળ, ફ્રૂટ કે અન્ય શાકભાજી બારેમાસ મળી રહે એટલે કે ખેડૂતની ભાષામાં કહીએ તો “રવિ, ખરીફ, શિયાળુ એવા તો પાકો લેવામાં આવતા જ નથી”બધી જ વસ્તુ કેમિકલ અને ઇન્જેક્શન થી પકવવા મા આવે છે એટલે માનવી ના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે સખત કાયદાની જોગવાઇ કરવાની જરૂર છે કોઈપણ માનવી ગરીબ હોઈ કે તવંગર ખાવાની ચીજો તો પોષ્ટિક અને આરોગ્ય પદ જ મળવી જોઈએ આ તો કાળા માથાનો માનવી જ બીજા માનવી ખતમ થાય તેવુ કૃત્ય કરે તે ચલાવી લેવાય નહિ. ખાવાની વસ્તુઓ નકલી બનાવટની સાથે સાથે આખે આખી સરકારી કચેરી નકલી મળી આવી તેમજ બનાવતી માર્કશીટ તૈયાર કરી યુનિવર્સિટી મા પ્રવેશ આપવાનું આખું કૌભાંડ પકડી પાડવામાં આવે તો આવું કૃત્ય કોઈ સામાન્ય માનવીનું કરવાનું ગજા બહાર નું કામ છે .

કાળા માથા નો માનવી જ પોતાના લાભ માટે તેમના મા રહેલ શક્તિનો ખોટા માર્ગે ઉપયોગ કરે છે અને એટલા માટે કેહવાય છે કે વિનાશ કાલે વિપરિત બુધ્ધિ. અંતે કાળા માથા ના માનવીની મહત્તા ઘટતી જશે કેમ કે હવે તો તમામ કામ માટે “રોબર્ટ”ની શોધ થઈ ચૂકી છે. થોભો અને રાહ જુઓ ડિજિટલ યુગ માં હવે બધાના દિવસો આવશે ત્યારે માનવીની રોજગારી છીનવાય ન જાય તે માટે અત્યારથી આયોજન કરવા ના પગલાં લેવા પડશે નહિ તો આજે નહી તો કાલે માનવી જેમ કુદરતનું નિકંદન કાઢે છે તે રીતે માનવનું નિકંદન નીકળતા વાર નહિ લાગે. બધા એ જ વિચારવાનો સમય થઈ ગયો છે નહિ તો?
સુરત     – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

આકાશવાણી શતાબ્દિ
જગતના બધા ધર્મો પોતાના ઇશ્વરને ઉપરવાળા તરીકે ઓળખાવે છે પણ બધા માનવેતર જીવો સિવાય મનવાળા માનવે જ ઉપરવાળાની આકાશવાણી સાંભળી નથી. બધા શાસન અનુસાશન માટેના વિશ્વગુરુ બનવાના પ્રયાસમાં માનવોને પશુતા તરફ દોરી રહી છે ત્યારે આવી ગળાકાપ સ્પર્ધાના સમયમાં આકાશવાણીના રેડિયો અને દૂરદર્શનના ટી.વી. શતાબ્દિ પહેલા હરિફાઇને બદલે હરિભાઇની વાણી ચિત્ર મૂર્તિના સ્થાને ચરિત્રાર્થ કરશે?
ધરમપુર           – ધીરૂ મેરાઇ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top