Top News

More Posts

   The Latest

Most Popular

શાહરૂખ ખાન (Shahrukh Khan) કરોડો દિલો પર રાજ કરે છે તેની પાછળ તેની મહેનત અને તેનો દયાળુ સ્વભાવ (Nature) છે. જે એક્ટર્સ પોતાના ફેન્સનું ખાસ ધ્યાન રાખે છે તે લોકો વર્ષો સુધી ફેન્સના (Fans) દિલ પર રાજ કરે છે. શાહરૂખ ખાને પણ આવું જ કર્યું છે. અભિનેતાએ તેના વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢી તેની એક બીમાર ચાહક સાથે વાત કરી, તેને સમય આપ્યો. આ ઘટના પછી અભિનેતાના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

બીજી તરફ પશ્ચિમ બંગાળની 60 વર્ષીય શિવાની ચક્રવર્તી પણ ચર્ચામાં છે. શિવાનીએ શાહરૂખ ખાનને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શિવાની ટર્મિનલ કેન્સર સામે લડી રહી છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તેની પાસે ગણતરીના દિવસો બાકી છે અને તે તેના છેલ્લા દિવસોમાં પણ શાહરૂખ ખાનને મળવાની આશા છોડી રહી નથી.

તમને જણાવી દઈએ કે જ્યારે શાહરૂખ ખાને કેન્સરથી પીડિત અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી શિવાનીની ઈચ્છા વ્યક્ત કરી તો લોકો તેના ફેન બની ગયા. શિવાનીએ શાહરૂખ ખાન માટે પોતાનો અપાર પ્રેમ વ્યક્ત કર્યો હતો. મંગળવારે શાહરૂખ ખાનના ફેન પેજ પર એક ટ્વિટ કરવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે શાહરૂખ ખાને તેના ફેન્સ સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી છે. એક વાયરલ ફોટો પણ પોસ્ટ કર્યો છે, જેમાં શાહરૂખ શિવાની અને તેની પુત્રી સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. શાહરૂખના આ પગલાની પ્રશંસા કરવામાં આવી રહી છે.

આ ટ્વીટ અનુસાર શાહરૂખ ખાને 30 મિનિટ સુધી વાત કરી અને શિવાનીના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. પોસ્ટ અનુસાર શાહરૂખે તેમને આર્થિક મદદનું વચન પણ આપ્યું છે. આ સાથે તેણે વચન આપ્યું છે કે તે તેને તેના ઘરે મળવા આવશે અને તેના હાથની માછલીની કરી ખાશે. આ સાથે શાહરૂખે શિવાનીની દીકરીના લગ્નમાં હાજરી આપવાનું વચન પણ આપ્યું હતું.

To Top