સુરત અને દક્ષિણ ગુજરાતમાં સંભવિત ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. નાગરિકોની સુરક્ષા અને આપાતકાલીન સહાય માટે તંત્ર દ્વારા ચોવીસે કલાક (24×7) કાર્યરત એવા કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબરોની યાદી જાહેર કરવામાં આવી છે. પૂર કે અન્ય કોઈ પણ કુદરતી આપત્તિના સમયે નાગરિકોને ત્વરિત મદદ મળી રહે તે હેતુથી જિલ્લા કક્ષા, વિભાગીય કક્ષા તેમજ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.
કોઈપણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિમાં મુખ્ય ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (0261-2663200, 2663600) નો સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમ (0261-2241301/2/3), મહિલા પોલીસ કંટ્રોલ રૂમ (1091, 0261-2242387), ગ્રામીણ પોલીસ કંટ્રોલ રૂમ (0261-2651832/33, 9978405082) અને સુરત ફાયર બ્રિગેડ (101, 0261-2414195/96, 0261-2414139) ના નંબરો પર પણ સહાય મેળવી શકાશે. સુરત મહાનગરપાલિકા (SMC) ના કંટ્રોલ રૂમ નંબર 0261-2451756 તથા 97243-46021 જાહેર કરવામાં આવ્યા છે.
પાણીના સ્તર અને પૂર સંબંધિત માહિતી મેળવવા માટે સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર સિંચાઈ પૂર સેલ (0261-2669131, 2667716, 8758637138) અને તાપી પૂર સેલ (02626-222018, 221281) કાર્યાન્વિત છે. આ સિવાય વીજળી સંબંધિત સમસ્યાઓ માટે DGVCL (98792 68959) તેમજ માછીમારોની સુરક્ષા માટે ફિશરીઝ કંટ્રોલ રૂમ (0261-2462846) પર સંપર્ક કરી શકાશે. રાહત અને બચાવ કાર્ય માટે SDRF (વાવ, કામરેજ – 6353472278) અને NDRF કંટ્રોલ રૂમ (વડોદરા – 9717263364) સતત સતર્ક મોડમાં રાખવામાં આવ્યા છે.
જિલ્લાના તમામ તાલુકાઓના નાગરિકોની સુવિધા માટે તાલુકા કક્ષાએ પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જે હેઠળ ચોર્યાસી (0261-2663800), ઓલપાડ (02621-222444), કામરેજ (02621-252078), બારડોલી (02622-220024), પલસાણા (02622-264228), માંડવી (02623-221023), અરેઠ (02623-261077), મહુવા (02625-255721), અંબિકા (02625-254054), માંગરોળ (02629-220227) અને ઉમરપાડા (02629-253392) ના નંબરો પર સ્થાનિક રહીશો સંપર્ક સાધી શકે છે. સુરત જિલ્લા તંત્ર દ્વારા તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અને ઇમરજન્સી સમયે ઉપર જણાવેલ હેલ્પલાઇન નંબરોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.