એક દિવસ એક સાધુ સ્વામી વિવેકાનંદજી પાસે ગયા અને સ્વામીજીને નમસ્કાર કરી કહ્યું, “હું અહીં એક વિશેષ કામથી આવ્યો છું.મારે તમને મારા...
ઉત્તરાખંડના (UTTRAKHAND) ચમોલીની ( CHAMOLI) નીતિ ખીણમાં વિનાશક કુદરતી આપત્તિ ભૂસ્ખલન તેમજ લાખો ટન બરફની નીચે લપસી પડવાનું પરિણામ છે. એવું માનવામાં...
દરેક જણ કહે છે કે મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરેની સરકાર સરળતાથી ચાલે છે અને તેનાં ભવિષ્ય સામે કોઇ ખતરો નથી. નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના...
બિહાર ( BIHAR) ની એનડીએ સરકારમાં સૈયદ શાહનવાઝ હુસેન ( SHAHNAVAZ HUSSAIN) ને ઉદ્યોગ પ્રધાન બનાવીને બીજેપીએ લઘુમતીઓને મોટો સંદેશ આપ્યો છે....
પૈસાનું જીવનમાં કોઈ મહત્ત્વ નથી. મને પૈસાદાર થવાની કયારેય ઈચ્છા નથી. પૈસા તો હાથનો મેલ છે તેવું આપણે અનેક વખત આપણી આસપાસનાં...
છેક ઉત્તરમાં હિમાલયના ખોળે વસેલું રાજ્ય જેને કહી શકાય તે ઉત્તરાખંડ માટે પ્રાકૃતિક હોનારતો એ નવી વાત નથી. તેની ભૂરચના અને સ્થાન...
બર્ડ ફ્લૂએ દેશમાં કહેર ફેલાવ્યો છે. મધ્યપ્રદેશની રાજધાની, ભોપાલની કેન્દ્રીય પ્રયોગશાળા, આઇસીએઆર-નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી એનિમલ ડિસીઝિસ (એનઆઈએચએસએડી) એ મંગળવારે મહારાષ્ટ્રના (MAHARASTRA)...
સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત બીજા દિવસે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડિઝલનો ભાવ 25 થી 30...
યુરોપ અને યુનાઇટેડ કિંગ્ડમના અનેક ભાગોમાં બરફના જાડા થર પથરાઇ ગયા છે જ્યાં એક પ્રચંડ શિયાળુ તોફાન ત્રાટક્યું છે જેમાં કેટલાક વિસ્તારોમાં...
કેન્દ્ર સરકાર નોકરી કરતાં લોકોને સારા સમાચાર આપી શકે છે. સરકાર કંપનીઓને અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજાને મંજૂરી આપી...
યુનાઇટેડ ફૉરમ ઑફ બેંક યુનિયન્સ (યુએફબીયુ)એ 15 માર્ચથી બે દિવસીય બેંક હડતાલની અપીલ કરી છે. આ હડતાલ જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની...
ગંધ પારખવાની, સૂંઘવાની શક્તિ ગુમાવવી એ કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુનો ચેપ લાગ્યો હોવાના એક લક્ષણ તરીકે જાણીતી બાબત છે પરંતુ હવે આમાં એક...
સરકારે મંગળવારે રાજ્યસભામાં માહિતી આપી હતી કે, રસીકરણને કારણે ઉભી થતી કોઈપણ પ્રકારની આડઅસર અથવા તબીબી ગૂંચવણો સામે કોવિડ-19 રસી લેનારાઓને વીમાની...
દેશમાં પ્રથમ વખત ભારતીય સેના કોરોનાના ટેસ્ટના પરિણામોમાં વાર લાગે છે ત્યારે કોવિડ-19 શોધવા માટે એનાં કૂતરાંનો ઉપયોગ કરે છે. સશસ્ત્ર દળના...
કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે તાજેતરમાં એવું કહ્યું હતું કે ભારતે ખરેખરી અંકુશ હરોળ(એલએસી) પર ચીનની સરખામણીમાં વધુ વખત અતિક્રમણ કર્યું છે પરંતુ...
સુરત: નર્મદ યુનિ.ના ૫૨માં વાર્ષિક પદવીદાન સમારોહનું ઓફલાઇન આયોજન કરવા માટે રાજયપાલ કચેરી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. કવિ નર્મદની પૂણ્યતિથી નિમિત્તે...
સુરતથી ચોરેલુ સોનું તથા ચાંદી વેચવા બાઇક પર મહારાષ્ટ્ર જઇ રહેલા ઘડફોડ ચોર રાજા ગેંગના ત્રણ સાગરિતોને તાપી જિલ્લા LCB સ્ટાફે માંડળથી...
એક સ્કોટિશ મહિલા નવ મહિના સુધી ગર્ભવતી હોવાનો ઢોંગ કર્યો હતો. મહિલાએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડને ખોટું કીધું હતું કે તેના પેટમાં એક...
ડિસેમ્બર ક્વાર્ટરમાં લિસ્ટેડ (Listed) કંપનીઓના પ્રમોટરો દ્વારા ગીરવે મૂકવામાં આવેલા શેરોની કિંમતમાં વધારો થયો છે. કોટક ઇક્વિટી (Kotak Institutional Equity) (Equity) ના...
સુરત: (Surat) કેન્દ્રના નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેંકો સરળતાથી લોનની રિકવરી કરી શકે તે માટે કેટલીક જોગવાઇઓમાં બદલાવ કર્યો છે. અત્યાર સુધી...
સમયની સાથે સાથે દરેક વસ્તુ બદલાય છે, જે એક અટલ સત્ય છે. સમય બદલાવાની સાથે જ તમારા વાણી, વર્તન, વિચારો અને શારીરિક...
સુરત: (Surat) કોરોનાનું સંક્રમણ ઘટવા સાથે જ સુરત એરપોર્ટથી ડોમેસ્ટીક એરકનેક્ટિવીટી વધી રહી છે. ખાનગી એરલાઇન્સ કંપનીઓ સુરતનો પેસેન્જર ગ્રોથ જોઇ નવી...
અમદાવાદ (Ahmedabad) મનપાની ચૂંટણીમાં (Election) ટિકિટની વહેંચણીના મુદ્દે નારાજ થયેલા જમાલપુર ખાડીયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું છે....
નવી દિલ્હી : ત્રણ દિવસના વિરામ બાદ મંગળવારે ફરી પેટ્રોલ (PETROL) અને ડિઝલ (DIESEL)ના ભાવમાં વધારો થતાં પ્રતિ લિટર ભાવ નવી ઊંચાઇએ...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં ઇસરોલી ગામમાં સોમવારના રોજ લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો. ગામના પટેલ ફળિયામાં તાળાં તોડ્યા બાદ મંગલમ રો હાઉસમાં આવેલ...
સાર્સ કોવિ-2, કવિડ-19, કોરોના વાયરસ -આ ચેપી વાયરસ જોત-જોતામાં મહામારીનું સ્વરૂપ લઇ લેશે તેની કોઇને જાણ નહોતી. આ વાયરસ પાછલા એક વર્ષમાં...
વ્યારા તાલુકાના લોક પર્યટન ગોવાળદેવ ગામે આ ચોંકાવનારી ઘટના (SHOCKING NEWS) બનવા પામી છે જેમાં ફાંસો ખાધેલી હાલતમાં એક સાથે બે યુવકના...
કોરોનાનો ભય અને ફેલાવો હવે ધીરે ધીરે ઓછો થયો છે. સરકારે આપેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 15 રાજ્યો અને એકપણ...
સુરત: શહેર પોલીસ કમિશનરે (SURAT POLICE COMMISSIONER) રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુડ્સ વ્હિકલ (GOODS VEHICLE)ની અવરજવરનો સમય પ્રતિબંધિત કરાતું...
નવી દિલ્હી (New Delhi) :બારકોડ સ્કેનર એપ્લિકેશન (Application) વાયરસની ઝપેટમાં છે. માલવેરબાઇટ્સે (Malwarebytes) આપેલી માહિતી પ્રમાણે વપરાશકર્તાઓને વાયરસથી પ્રોબ્લેમ થવાથી ગૂગલ પ્લે...
અટલાદરા બ્રહ્માકુમારીઝમાં યોગનો મહાકુંભ: ‘વ્યક્તિ વિકાસથી રાષ્ટ્ર વિકાસ’નો સંકલ્પ
ચંપત રાય સહિત 150 લોકોને અયોધ્યા ન છોડવા ચેતવણી, રામ મંદિર ચોરી અંગે SIT રિપોર્ટ સોંપશે
વુમન્સ T-20 વર્લ્ડ કપ: ભારતને બીજો ઝટકો, શેફાલી વર્મા 31 રન બનાવી આઉટ
વિશ્વ યોગ દિવસ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગની અનોખી પહેલ
NEET UG: દેશભરમાં રી-એક્ઝામ શાંતિપૂર્ણ રીતે સમાપ્ત, 551 શહેરોમાં યોજાઈ હતી
EMI ઘટશે કે નહીં? વૈશ્વિક તણાવ ઘટતા RBI રેપો રેટ યથાવત રાખે તેવી શક્યતા, વ્યાજદરમાં હાલ ફેરફારના સંકેત નહીં
રી-નીટ યુજીની પરીક્ષા માટે કડક સુરક્ષા,ડબલ લેયરમાં પરિક્ષાર્થીઓનું ચેકીંગ
ફરી એક નવા યુદ્ધની આહટ? તાઈવાનની સરહદે ચીનના યુદ્ધજહાજો અને લડાકુ વિમાનોનો જમાવડો
તાંદલજામાં સનસનાટી, નશાનો કારોબાર કરવા મિત્રોએ દબાણ કરતા યુવકે એસિડ ગટગટાવ્યું
સુપ્રિયા સુલેની દીકરીના લગ્નમાં અંબાણીથી લઈને બચ્ચન પરિવાર સુધી સેલેબ્સનો મેળો, શાહરુખના ડાન્સે લૂંટી મહેફિલ
3 વર્ષમાં તૈયાર થઈ ‘વેલકમ ટુ ધ જંગલ’, મુકેશ તિવારીએ ખોલ્યા શૂટિંગના અનેક રહસ્યો
કોરોના મહામારી પાછળનું સત્ય શું? તુલસી ગબાર્ડે ફૌસી અને વુહાન લેબ અંગે કર્યા મોટા દાવા
તમિલનાડુ: ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજથી 7 લોકોના મોત, 67 કામદારો હોસ્પિટલમાં દાખલ
NEET ના વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે માટે PM મોદી દિલ્હી એરપોર્ટ પર રોકાયા
ચીન-પાકિસ્તાન માટે વધ્યું ટેન્શન! ભારતીય નેવીમાં સામેલ થયા 3 નવા સ્વદેશી યુદ્ધ જહાજ
વિદેશ જવાની ઘેલી ઘેલછામાં બે યુવતીઓ ફસાઈ: નર્સિંગની નોકરીના બહાને રૂ. ૧૦.૬૦ લાખનો ચૂનો
પ્રતાપનગર સ્ટેશન પર પોલીસ જવાન પર હુમલો: પાર્કિંગના વિવાદમાં પ્લેટફોર્મ સુધી દોડાવી લાકડીઓ વરસાવી
વરસાદી માહોલમાં સાપો બહાર નીકળ્યા: હાલોલ પંથકમાંથી 12 સાપોનું સફળ રેસ્ક્યુ
મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 14 દિવસથી અટકેલું ચોમાસું ફરી થયું સક્રિય, જાણો અન્ય રાજ્યોમાં વરસાદની સ્થિતિ
ભારતીય રેલવેનો કડક નિર્ણય: હવે ટિકિટ વિના મુસાફરી કરશો તો 500 દંડ
નીટની પરીક્ષા વચ્ચે એમએસયુ બહાર વિરોધનું રાજકારણ ગરમાયું
વૈભવ સૂર્યવંશીએ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ: 11 બોલમાં 50 રન બનાવ્યા, 50 ઓવર ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધસદી
મોંઘવારીની અસર: દેશમાં સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન અને કારની માંગમાં મોટો ઉછાળો
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ODI ટીમની જાહેરાત: શુભમન ગિલ કેપ્ટન
વગર ટિકિટે મુસાફરી મોંઘી પડશે,રેલવેએ લઘુત્તમ દંડ 250થી વધારી 500 કર્યો,નવો નિયમ લાગુ
ચાંચપુરના ખેતરમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો
40-41 ડિગ્રી તાપમાનથી યુરોપ તપ્યું, ફ્રાન્સમાં રેડ એલર્ટ અને દારૂ વેચાણ પર રોક
હાથમાં હથકડી, આંખોમાં ડૉક્ટર બનવાનું સપનું! સીતામઢી જેલનો કેદી NEET-UG પરીક્ષા આપવા પહોંચ્યો,પરીક્ષા કેન્દ્ર પર સૌ ચકિત
બાંગ્લાદેશમાં ભગવાન રામના અપમાન સામે ઉગ્ર વિરોધ, ઢાકામાં ગુંજ્યા ‘જય શ્રી રામ’ના નારા
અમેરિકા-ઈરાન સંઘર્ષની અસર! વિશ્વ અર્થતંત્ર માટે એલાર્મ! ઓઈલ સ્ટોક ઘટતાં મહામંદી જેવી સ્થિતિની ચેતવણી
એક દિવસ એક સાધુ સ્વામી વિવેકાનંદજી પાસે ગયા અને સ્વામીજીને નમસ્કાર કરી કહ્યું, “હું અહીં એક વિશેષ કામથી આવ્યો છું.મારે તમને મારા મનની મૂંઝવણ કહેવી છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું, “હા ;કહો શું વાત છે?” મહાત્માએ કહ્યું, “સ્વામીજી, મેં બધું જ ત્યાગી દીધું છે…મોહ-માયાના બંધનમાંથી પણ છૂટી ગયો છું છતાં મારા મનને જોઈએ એવી શાંતિ નથી મળતી. મન ભટકતું રહે છે.”

સ્વામી વિવેકાનંદજીએ સાધુની વાત સાંભળી પછી પૂછ્યું, “આપના કોઈ ગુરુ છે?” સાધુએ કહ્યું, “હા ,મને એક ગુરુ મળ્યા હતા. તેમણે મને એક મંત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે આ મંત્રનો જાપ કરીશ તો ત્યાર બાદ એક અનહદ નાદ સંભળાશે અને પછી તને અલૌકિક શાંતિનો અનુભવ થશે અને મેં ગુરુએ આપેલા મંત્રના પણ મન લગાવીને પૂરા જાપ કર્યા છતાં પણ મને ન કોઈ અનહદ નાદ સંભળાયો, ન કોઈ શાંતિનો અનુભવ થયો.
તેથી હવે મારું મન બહુ મૂંઝાય છે અને મને મનની સાચી શાંતિ કઈ રીતે મળશે તે આપ જણાવો.”આટલું બોલતાં તો સાધુની આંખો ભીની થઇ ગઈ. સ્વામી વિવેકાનંદજીએ પૂછ્યું, “શું તમે સાચે જ શાંતિ મેળવવા ઈચ્છો છો?” સાધુએ કહ્યું , “હા, સ્વામીજી, એટલે જ તો તમારી પાસે આવ્યો છું.”
સ્વામી વિવેકાનંદજીએ કહ્યું , “સરસ, તો ચાલો હું તમને તરત જ શાંતિનો અનુભવ થાય તેવો સરળ ઉપાય જણાવું.શાંતિ મેળવવાનો સૌથી સહેલો પણ મહેનત માંગી લે તેવો રસ્તો છે ‘સેવા ધર્મ’નો..અન્યની સેવા કરવી. સેવા કરવાનું વ્રત લો.ઘરની બહાર નીકળો ….
તો અન્યને સ્મિત આપી તેને ખુશી આપો ..
ભૂખ્યાને અન્ન અને પ્યાસાને પાણી આપો …આપ વિદ્યા જાણો છો તો અન્યને વિદ્યા આપો…..શરીરથી સશક્ત છો તો અન્ય નિર્બળ- દુર્બળની રક્ષા કરો..તેમનો ભાર ઓછો કરો…બિમાર અને રોગીઓની સેવા કરો…તન-મન-ધનથી જેટલી બની શકે તેટલી વધારે સેવા કરો.સેવા કરવાથી તન થાકે છે મન પ્રફુલ્લિત થાય છે અને ધન લેખે લાગે છે.સેવા કરવાથી આપણું અંત:કરણ જેટલું જલ્દી નિર્મળ ,શાંત અને શુદ્ધ થાય છે;એટલું બીજા કોઈ કામથી નથી થતું.
સેવા કરો ..જેટલી થાય એટલી કરો સેવા. ધર્મના ફળરૂપે શાંતિ જરૂર મળશે. સાધુ સેવા ધર્મ અપનાવવાનો સંકલ્પ કરી ગયા અને થોડા જ દિવસોમાં તેમને અન્યની સેવા કરી શાંતિનો અનુભવ થવા લાગ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.