Dakshin Gujarat

બારડોલી: ઇસરોલીમાં લૂંટ કરવા લૂટારૂઓનો પથ્થરમારો, ચારને ઇજા

બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં ઇસરોલી ગામમાં સોમવારના રોજ લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો. ગામના પટેલ ફળિયામાં તાળાં તોડ્યા બાદ મંગલમ રો હાઉસમાં આવેલ એક કરિયાણાની દુકાનમાં ઘૂસી લૂંટનો પ્રયાસ કર્યો હતો. દુકાનદાર અને તેના પરિવારના સભ્યોએ લૂંટારુઓનો (Thievs) સામનો કરવાનો પ્રયાસ કરતાં લૂતારુઓએ પથ્થમારો શરૂ કર્યો હતો. જેમાં પરિવારના ચાર સભ્યોને ઇજા પહોંચી હતી. એકને માથાના ભાગે ઇજા થતાં સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લૂંટના પ્રયાસની આટલી મોટી ઘટના છતાં બારડોલી પોલીસે (Police) કઈ થયું ન હોય તેમ ઘટનાના બે દિવસ બાદ પણ ગુનો નોંધવાનું ટાળ્યું હતું. પી.આઇ. પટેલે પણ આટલી ગંભીર ઘટના છતાં માત્ર પથ્થમારો જ થયો છે કોઈ ચીજવસ્તુ ગઈ નથી એટલે ફરિયાદ નહીં નોંધી હોવાનું જણાવ્યુ હતું.

મૂળ રાજસ્થાનના ભિલવાડા જિલ્લાના આશીન્દના રહેવાશી ઘનશ્યામ ચતુર્ભુજ સેન (ઉ.39) બારડોલી તાલુકાનાં ઇસરોલી ગમે આવેલા મંગલમ રો હાઉસમાં રહે છે. તે પેટ્રોલપંપ પર નોકરી કરે છે અને પોતાના ઘરમાં કરિયાણાની દુકાન પણ ચલાવે છે. બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાંથી વાત કરતાં તેણે વાત કરતાં જણાવ્યુ હતું કે રવિવારે રાત્રે તે તેના પરિવાર સાથે જમી પરવારીને સૂઈ ગયો હતો. બાદ મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ ચાર અજાણ્યા ઇસમો તેમના મકાનની બારી ખોલી અંદર પ્રવેશ્યા હતા. અવાજ આવતાની સાથે જ આગળના રૂમમાં સૂતેલો તેનો ભાઈ જાગી જાત તેણે બૂમાબૂમ કરતાં ઘરના અન્ય સભ્યો પણ જાગી ગયા હતા અને લૂંટારુઓનો પ્રતિકાર કર્યો હતો. પરંતુ લૂંટારુઓએ પથ્થરમારો શરૂ કરી દેતાં ઘનશ્યામ સેનને માથાના ભાગે ઇજા થઈ હતી. તે લોહી લુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. જ્યારે તેનાના ભાઈઓ મુકેશ ચતુર્ભુજ સેન, ચાંદમલ ચતુર્ભુજ સેન અને પિન્ટુ ઘનશ્યામ સેનને પથ્થરમારામાં સામાન્ય ઇજા થઈ હતી.

લૂંટારુઓ પરિવારજનો સાથે પથ્થરમારો કર્યા બાદ નાસી છૂટ્યા હતા. બાદમાં ઘનશ્યામને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી જ ઘટના અંગે બારડોલી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. અને પોલીસ આવી તેનો જવાબ પણ લઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના ઇસરોલી ગામમાં અને મંગલમ સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થઈ છે. પરંતુ પોલીસ સામાન્ય બાબત ગણી મંગળવારે સાંજે આ લખાય રહ્યું છે ત્યારે પણ ગુનો નોંધ્યો ન હતો.

‘લૂંટ જેવુ કશું નથી, માત્ર પથ્થરમારો થયો છે’ : બારડોલી પી.આઈ. પટેલ
બીજી તરફ આ અંગે બારડોલી પી.આઇ. પી.વી. પટેલને પૂછતાં તેમણે જણાવ્યુ હતું કે આ લૂંટ છે જ નહીં. રાત્રિના સમયે પરિવાર પર કેટલાક માણસોએ પથ્થરમારો કર્યો છે. જેમાં એક વ્યક્તિ ઘાયલ થઈ છે. કોઈ ચીજવસ્તુ કે રોકડ ગઈ નથી એટલે ફરિયાદ થઈ નથી.

ચાર ઘરમાં ચોરી કરનાર તસ્કરો સીસીટીવી કેમેરામાં દેખાયા
લૂંટના પ્રયાસની ઘટના પહેલા ઇસરોલી ગામના પટેલ ફળિયામાં ત્રણ ચાર બંધ મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. આ સમગ્ર ઘટના ગામના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં કેટલાક શખ્સો ઘરોમાં પ્રવેશતા નજરે પડે છે.

તસ્કરો પેટ્રોપલપંપ પરથી બાઈક પણ ચોરી ગયા!
આ તસ્કરો ગામમાં આવેલા એચપી ગૅસના ગોડાઉનમાં અને હાઇવે પર આવેલા રીલાયન્સ પેટ્રોલપંપ પરથી એક એક બાઇકની ઉઠાંતરી કરી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે મામલે પણ કોઈ ફરિયાદ થઈ નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top