સુરત : શહેરના ઘરોમાં, ઓફિસોમાં અને હોટેલમાં મળસ્કે ઘુસીને ચોરી કરતી ગેંગને (Gang of Thieves) ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડતા અલગ અલગ 10...
અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઇ કોંગ્રેસે (Congress) ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. 5મી સપ્ટેમ્બરે રાહુલ ગાંધીની અમદાવાદ (Ahmedabad) મુલાકાત...
સુરત: (Surat) અખિલ ભારતીય અગ્રવાલ સંગઠનની (All India Aggarwal Association) બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીનું આયોજન 3જી સપ્ટેમ્બર શનિવારથી આગ્રા એક્ઝોટિક ભવન, (Agra...
સુરત : ગણેશ વિસર્જનને (Ganesh Visarjan ) લઈ સુરત માં 2018 થી તાપી નદીમાં (Tapi Rivar ) વિસર્જન પર પ્રતિબંધ (Band )...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) એશિયા કપ 2022માંથી બહાર થવાની અણી પર છે. પાકિસ્તાન (Pakistan) અને શ્રીલંકા (Srilanka) સામેની હાર બાદ...
રાજપીપળા, ડેડિયાપાડા: નર્મદા (Narmada) જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરના (Police Head Quarters) પી.આઈ.ને (PI) સસ્પેન્ડેડ (Suspended) એ.એસ.આઇ.એ ધમકી (Threat) આપી હોવાની ઘટના હજી...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં વઘઇ તાલુકાનાં બાજ ગામે રહેતી દક્ષાબેન રાજેશભાઈ જાદવ (ઉ.34) ગતરોજ ખેતરમાં ઘાસ કાપવા માટે ગઇ હતી. અને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બુધવારે કહ્યું હતું કે ભારત આર્કટિક મુદ્દાઓ પર રશિયા (Russia) સાથે ભાગીદારીને મજબૂત કરવા આતુર...
બારડોલી: બારડોલી-નવસારી હાઇવે (Highway) ઉપર આવેલા વડોલી ગામની સીમમાંથી પસાર થતાં દંપતીની બાઇકને (Bike) આંતરી મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને ચેઇન (Chain)...
સુરત: હજીરાથી (Hazira ) સૌરાષ્ટ્રના ઘોઘાને (Ghogha) જોડતી રોપેક્સ (Ropex) ફેરી ( Fari )પુનઃ શરુ કારાશે. ફેરીની ખસિયાત એ છે કે, પહેલી...
આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) ક્રૂડ ઓઈલના (Crud Oil) ભાવ 7 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા છે. ક્રૂડના ભાવ હાલમાં $92 પ્રતિ બેરલ...
બારડોલી: બારડોલી-નવસારી રોડ (Bardoli Navsari Road) ઉપર આવેલા ગોજી ગામના વળાંક પાસે બારડોલીથી સરભોણ તરફ જઇ રહેલી એક i20 કારના (Car) ચાલકે...
પલસાણા: પલસાણા (Palsana) પોલીસ મથકની (Police Station) હદમાં થોડા દિવસ અગાઉ અલગ અલગ ૭ જગ્યાએથી જીઇબીના (GEB) વીજ વાયરોની ચોરી કરી હોવાની...
‘પુષ્પા ધ રાઇઝ’ની (Pushpa The Rise) સફળતા બાદ લોકો તેના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ...
વલસાડ : વલસાડના (Valsad) એક યુવાનનો કોરોનાની (Corona) બિમારીનો મેડિક્લેમ (Mediclaim) મેક્સ બુપા કંપનીએ રિજેક્ટ (Reject) કર્યો હતો. જેની સામે યુવાને જાતે...
પારડી : વલસાડ (Valsad) જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બાઈક ચોરીના (Stealing) બનાવો બન્યા હતા. જે પ્રકરણમાં વલસાડ જિલ્લા પોલીસ (Police) વડાના માર્ગદર્શન...
બોલિવૂડ (Bollywood) અભિનેત્રી અને સૈફ અલી ખાનની પ્રિય દિકરી સારા અલી ખાન (Sara Ali Khan) તેની નખરાં કરવાની અને ડાન્સ કરવાની સ્ટાઈલ...
નવી દિલ્હી: (New Delhi) કેન્દ્રીય નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitaram) બુધવારે કહ્યું કે મોંઘવારી હવે સરકાર માટે પ્રાથમિકતા નથી કારણ...
સુરત: સુરત મહાનગર પાલિકા(Surat Municipal Corporation) દ્વારા ઈન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લ્યુ સ્કાય(International Day of Clean Air for Blue Sky)-...
નવી દિલ્હી: મોદી(Modi) સરકારે(Government) રેલવે(Railway)ને લઈને આજે મોટો નિર્ણય લીધો છે. સરકારે રેલવેની જમીન ભાડે આપવાનો સમય 5 વર્ષથી વધારીને 35 વર્ષ...
સુરત: લાંબા સમય બાદ ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા શિક્ષણ વિભાગ માટે એક આવકારદાયક જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CMBhupendraPatel)...
વલસાડ: વલસાડ (Valsad) જિલ્લામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા (Food Safety and Standards Authority of India) દ્વારા વિવિધ ખાદ્ય...
બર્લિન: યુરોપ(Europe) ઊર્જા સંકટ(Energy Crisis)નો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે જે બ્લેકઆઉટ, આર્થિક પતન અને રોજગારની ગંભીર સમસ્યાઓ તરફ દોરી...
નવી દિલ્હી: (New Delhi) અદાણી ગ્રુપના સ્થાપક અને વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીને (Gautam Adani) યૂએસઆઈબીસી 2022 (USIBC 2022) ગ્લોબલ...
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ અને ફિલ્મમેકર મહેશ ભટ્ટની (Mahesh Bhatt) દીકરી પૂજા ભટ્ટ (Pooja Bhatt) આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ચુપ’ને લઈને ચર્ચામાં...
અંકલેશ્વર: અંકલેશ્વર(Ankleshwar)માં વિકાસનાં રથમાં વધુ એક પૈડું જોડાવા જઈ રહ્યું છે. અંકલેશ્વરમાં ગુજરાત(Gujarat) રાજ્યનો ચોથો સૌથી લાંબો રન-વે(Runway) બનવા જઈ રહ્યો છે....
દુબઈ: પાકિસ્તાન (Pakistan) બાદ મંગળવારે ભારત (India) શ્રીલંકા (Shrilanka) સામે પણ મેચ હારી ગયું છે ત્યારે હવે ક્રિકેટ પ્રશંસકોનો ગુસ્સો ભારતીય ક્રિકેટરો...
સુરત: ગણેશ ઉત્સવની (GaneshUtsav) ઉજવણી રંગેચંગે ચાલી રહી છે અને બાપ્પાની વિદાયનો સમય નજીક આવી ગયો છે. અનંતચૌદશને શુક્રવારે શહેરભરમાંથી ભવ્ય ગણેશ...
નવી દિલ્હી: દિલ્હી(Delhi)ના રાજપથ (Rajpath)ને હવે નવું નામ મળ્યું છે. હવે રાજપથનું નામ બદલી (Renamed)ને ‘કર્તવ્યપથ’ (Kartavya Path) કરવામાં આવ્યું છે. NDMCએ...
રાજકારણ એક એવી સ્પર્ધા છે, જેમાં સૌથી લાયક ખેલાડી પહેલા જ નંબરે આવે, તેવો કોઈ નિયમ નથી. બ્રિટનના વડા પ્રધાન તરીકે બોરિસ...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરત : શહેરના ઘરોમાં, ઓફિસોમાં અને હોટેલમાં મળસ્કે ઘુસીને ચોરી કરતી ગેંગને (Gang of Thieves) ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડતા અલગ અલગ 10 થી વધારે ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ક્રાઈમ બ્રાંચની (Crime Branch) ટીમે બાતમીના આધારે આરોપીઓ સાહીલ સલીમ પઠાણ, હરીશ પ્રકાશભાઈ માળી તથા સુમિત શીવાજીભાઈ પાટીલને આજરોજ ચોરીના ત્રણ મોબાઈલ ફોન, આઈપેડ, ગેમઝોનની ત્રણ ગન, સેન્સર જેકેટ, શુઝ, સાઈન મોટર સાઈકલ અને સ્પ્લેન્ડર મોટર સાઈકલ મળી કુલ 3.01 લાખના મુદ્દામાલ સાથે કતારગામ કબ્રસ્તાન પાસેથી ઝડપી પાડ્યા હતા.
આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સાહીલ સલીમ પઠાણ પોતે રીઢો ચોર છે. તે નાનપણથી જ અવાર નવાર નાની મોટી ઘરફોડ, ગલ્લા ચોરી, વાહન ચોરી તથા શરીર સંબંધી ગુનાઓમાં પકડાઇ ચુક્યો છે. હાલ વાલીયા પોલીસ સ્ટેશન ખાતે લૂંટના ગુનામાં પકડાયો હતો. પરંતુ જુવેનાઇલ હોવાથી વડોદરા રીમાન્ડ હોમ ખાતે મોકલ્યો હતો. અને બાદમાં પુખ્ત વયનો થતા મહેસાણા જેલ ખાતે મોકલ્યો હતો.
આજથી બે મહીના પહેલા જામીન પર છુટ્યો હતો. અને સુરત ખાતે આવી તેના મિત્રો હરીશ માળી અને સુમિત પાટીલ સાથે મળીને બે જગ્યાએથી મોટર સાઈકલ ચોરી કરી હતી. અને શહેરના જુદા-જુદા વિસ્તાર ઉમરા પોલીસની હદમાં આવેલા રો હાઉસ, દુકાન, રેસ્ટોરન્ટ, હોટલો, મેડીકલ, ઓફીસોમાં અંદર પ્રવેશીને રોકડા રૂપિયા, મોબાઇલ તેમજ સરસામાનની પોતાના મોજશોખ માટે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓની ધરપકડ કરતા ઉમરા પોલીસ સ્ટેશનમાં 3, સચિન પોલીસનો એક, મહિધરપુરા પોલીસનો એક, પૂણા પોલીસનો એક, ખટોદરા પોલીસનો એક, નવસારી રૂરલનો એક, ડિંડોલી પોલીસનો એક અને રાંદેર પોલીસનો એક ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
સાહીલે 15 વર્ષની વયે પાંચ બાઈક ચોરી કરી હતી
આરોપી સાહીલ સલીમ પઠાણ વર્ષ 2018 માં સચિન પોલીસ સ્ટેશનમાં ચાર મોટર સાઈકલની ચોરીના ગુનામાં અને સચિન જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં એક મોટર સાઈકલની ચોરીના ગુનામાં પકડાયો હતો. ત્યારે બાળ કિશોર તરીકે જુવેનાઈલ રીમાન્ડ હોમમાં ચારેક મહિના રહ્યો હતો. ત્યારપછી ઉમરા પોલીસ સ્ટેશનમાં મિત્ર અનિલ કોમડીની સાથે મર્સીડીઝ મોટર કારની ચોરીના ગુનામાં પકડાયો હતો. બાળકિશોર તરીકે જુવેનાઈલ રીમાન્ડ હોમમાં ત્રણેક મહિના રહ્યો હતો. બાદમાં પલસાણા પોલીસ સ્ટેશનમાં ચલથાણ પોલીસ ચોકીમાં મિત્ર અજ્જુ અને નિખિલની સાથે અર્જુન દારૂના અડ્ડાવાળાના મર્ડરના ગુનામાં પકડાયો હતો. અને બાળકિશોર તરીકે જુવેનાઈલ રીમાન્ડ હોમમાં સાતેક મહિના રહ્યો હતો. વર્ષ 2022 જાન્યુઆરીમાં વાલીયા પોલીસ સ્ટેશન ખાતે ધર્મેશ વસાવા, દિપક વસાવા, સુનિલ વસાવા, જસ્સીની સાથે એક ઈકો કાર ચાલકને દેશી કટ્ટો બતાવીને રોકડા રૂપિયા 50 હજારની લૂ્ંટ કરી હતી. આ ગુનામાં પકડાતા વડોદરા જુવેનાઈલ ચિલ્ડ્રન હોમમાં ત્રણેક મહિના સુધી અટકાયતી તરીકે રાખ્યો હતો. અને એપ્રિલ મહિનામાં 18 વર્ષનો થતા મહેસાણા ખાતે જેલમાં મોકલી આપ્યો હતો. તે પછી 25 જુન 2022 માં જામીન પર છુટ્યો હતો.
બે આરોપી પણ જુવેનાઈલ વયથી રીઢા હતા
આરોપી સુમિત પાટીલ બે વર્ષ પહેલા વર્ષ 2019 માં લિંબાયત પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં મિત્ર દાદુ ઉર્ફે હર્ષલ કોળી સાથે પકડાયો હતો. જુવેનાઈલ ચિલ્ડ્રન હોમમાં પંદર દિવસ કૈદ રહ્યો હતો. વર્ષ 2020 માં લિંબાયત પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના ગુનામાં મિત્રો ચેતન, સચિન, શિવા, ગોકુળની સાથે પકડાયો હતો. જુવેનાઈલ ચિલ્ડ્રન હોમમાં એક મહિના સુધી કૈદ રહ્યો હતો. એકાદ વર્ષ પહેલા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ લૂંટના ગુનામાં મિત્ર ચિરાગ અને સાહુલ સાથે પકડાયો હતો. જુવેનાઈલ ચિલ્ડ્રન હોમમાં 26 દિવસ સુધી કૈદ રહ્યો હતો.