Entertainment

અલ્લુ અર્જુન સલમાન ખાનની ટક્કરમાં: પુષ્પા-2 માં અલ્લુને મળશે અધધ આટલા કરોડ ફીસ

‘પુષ્પા ધ રાઇઝ’ની (Pushpa The Rise) સફળતા બાદ લોકો તેના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થયું છે. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સમાં (Media Reports) દાવો કરવામાં આવી રહ્યો છે કે અલ્લુ અર્જુનને (Allu Arjun) આ ફિલ્મ માટે 125 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. સાથે જ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મનું બજેટ 450 કરોડ રૂપિયા છે. જો રિપોર્ટ્સના દાવા સાચા હોય તો કહી શકાય કે અલ્લુએ ફીના મામલે સલમાન ખાનની (Salman Khan) બરાબરી કરી લીધી છે.

  • પુષ્પા-2 ફિલ્મનું બજેટ 450 કરોડ રૂપિયા જેમાંથી અલ્લુ અર્જુનની ફીસ 125 કરોડ
  • અલ્લુ અર્જુનની અદભૂત એક્ટિંગ અને હાવભાવના કારણે પુષ્પાનો ક્રેઝ વધી ગયો છે
  • અલ્લુ અર્જુને આટલી મોટી રકમ લઈને બજરંગી ભાઈજાનને ટક્કર આપી છે
  • સલમાનને તેના આગામી પ્રોજેક્ટ માટે 125 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે

બોક્સ ઓફિસ (Box Office) પર ખૂબ કમાણી કરનાર ફિલ્મ પુષ્પાની ભવ્ય સફળતા બાદ હવે મેકર્સ પુષ્પા 2ની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મ મેકર્સે ફિલ્મનું શૂટિંગ (Film Shooting) શરૂ કર્યું છે. પુષ્પાના પહેલા ભાગની જોરદાર ગ્રોથ જોઈને મેકર્સે અલ્લુ અર્જુનને પુષ્પા 2 માટે મોટી રકમ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનને પુષ્પા 2 માટે 125 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે અલ્લુ અર્જુનની અદભૂત એક્ટિંગ અને હાવભાવના કારણે પુષ્પાનો ક્રેઝ વધી ગયો છે.

અહેવાલ છે કે પુષ્પા 2નું બજેટ 450 કરોડ છે. અલ્લુ અર્જુન ફિલ્મ પુષ્પા 2 માટે 125 કરોડની ફી લઈને દેશના ત્રીજા સૌથી મોંઘા અભિનેતા બની ગયા છે. આ સાથે બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર પણ પાછળ રહી ગયા છે. અને તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે અલ્લુ અર્જુને આટલી મોટી રકમ લઈને બજરંગી ભાઈજાનને ટક્કર આપી છે.

આ પહેલા ઘણા મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું કે સલમાનને તેના આગામી પ્રોજેક્ટ માટે 125 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે લોકો પુષ્પા 2 સાથે સલમાનની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે ટૂંક સમયમાં ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું ટાઇટલ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સલમાન ખાનની ઝલક જોવા મળી હતી.

આ નાના વીડિયોમાં સલમાન મોટા વાળમાં ચશ્મા પહેરેલો જોવા મળ્યો હતો. સલમાનના આ લુક બાદ ફેન્સ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ ‘પુષ્પા ધ રૂલ’ની વાત કરીએ તો આ ફિલ્મમાં રશ્મિકા મંદન્ના ફરી એકવાર અલ્લુ સાથે જોવા મળવાની છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ચાહકોને એ પણ આતુરતા છે કે આ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકાનું લુક કેવું હશે.

Most Popular

To Top