Dakshin Gujarat

વલસાડના યુવાને જાતે કેસ લડી ઇન્સ્યોરન્સની કંપનીને ઘુંટણિયે પાડી

વલસાડ : વલસાડના (Valsad) એક યુવાનનો કોરોનાની (Corona) બિમારીનો મેડિક્લેમ (Mediclaim) મેક્સ બુપા કંપનીએ રિજેક્ટ (Reject) કર્યો હતો. જેની સામે યુવાને જાતે જ ફોરમમાં ફરિયાદ (Complaint) કરી કેસ (Case) લડ્યો હતો. આ કેસમાં ફોરમે ફરિયાદી યુવાન તરફે ચૂકાદો આપી મેક્સ બુપા કંપનીને રૂ. 88,177 ની રકમ 7 ટકા વ્યાજે ચૂકવી આપવાનો હુકમ (Order) કર્યો છે.

  • કોરોનાનો કેસ રિજેક્ટ કરનાર મેક્સ બુપા કંપનીને ફોરમની લપડાક
  • મેક્સ બુપા કંપનીને રૂ. 88,177 અનુજને 7 ટકાના વ્યાજ સાથે ચુકવી આપવાનો આદેશ કર્યો

વલસાડના યુવાન અનુજ ચંદુલાલ ગોહિલે ગત પોલિસી બજાર પરથી ઓનલાઇન મેક્સ બુપા કંપનીની હેલ્થ પોલીસી લીધી હતી. તેણે રૂ.10,678 નું પ્રિમિયમ પણ ભર્યું હતુ. જેની અવધી 5-9-20 થી 4-9-21 સુધીની હતી. આ દરમિયાન યુવાન માંદો પડ્યો અને તેને કોરોના થયો હતો. આ પોલીસીમાં કોરોનાની બિમારી પણ કવર થતી હતી. કંપનીએ હેલ્થ ક્લેમ 30 મિનિટમાં મંજૂર થશે એવા મોટા વાયદા કર્યા હતા. જોકે, ફરિયાદીના કોરોનાની બિમારીમાં થયેલું હોસ્પિટલનું રૂ. 88,177 ના બિલનો ક્લેમ નામંજૂર કર્યો હતો. આ ખોટી રીતે ક્લેમ કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતુ. જેના પગલે અનુજ ગોહિલે પોલિસી બજાર ઇન્સ્યોરન્સ બ્રોકરેજ પ્રા. કં. લિ. ગુરગાંવ હરિયાણા, મેક્સ બુપા હેલ્થ ઇન્સ્યુરન્સ કંપની લિ. દિલ્હી અને તેની સુરત સ્થિત બ્રાન્ચ ઓફિસ વિરૂદ્ધ વલસાડ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી હતી.

આ ફરિયાદમાં તેમણે પોતાના હોસ્પિટલ બિલ તેમજ વિવિધ મેડિકલ રિપોર્ટ મુક્યા હતા. જે સાચા હતા. આ કેસમાં અનુજે જાતે જ કોર્ટમાં દલીલ કરી હતી. ત્યારે આ કેસ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ચાલતા ફોરમના પ્રમુખ બી.જી.દવે, સભ્યો વી.બી.વર્મા અને બી.બી.વકિલે અનુજની ફરિયાદ ગ્રાહ્ય રાખી મેક્સ બુપા કંપનીને રૂ. 88,177 અનુજને 7 ટકાના વ્યાજ સાથે ચુકવી આપવાનો આદેશ કર્યો હતો. તેમજ તેને શારિરીક અને માનસિક ત્રાસના રૂ. 2500 ચૂકવી આપવા આદેશ કર્યો હતો.

Most Popular

To Top