SURAT

માટીની મૂર્તિ તાપીનદીમાં વિસર્જિત કરવાની ગણેશ વિસર્જન સમિતિની માંગ

સુરત : ગણેશ વિસર્જનને (Ganesh Visarjan ) લઈ સુરત માં 2018 થી તાપી નદીમાં (Tapi Rivar ) વિસર્જન પર પ્રતિબંધ (Band ) મુકાયો છે..ગણેશ વિસર્જન ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરત શહેર ગણેશ વિસર્જન ઓવારા સમિતિ (Ganesh Visarjan Ovara Samiti ) દ્વારા તાપી નદીમાં ગણેશ વિસર્જનની તૈયારી બતાવવામાં આવી છે.સુરત શહેરમાં 34 કૃત્રિમ ઓવારા (Artificial Owara) છે. આ તમામ ઓવારા ઉપર અગાઉ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન રંગ ચંગે થતું હતું. પરંતુ 2018 ના વર્ષથી વિસર્જન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને પ્રતિમાઓનો વિસર્જન દરિયામાં થઈ રહ્યું છે.

ને લાગણી દુભાય તે રીતે વિસર્જન થતું હોવાની પ્રતીતિ
ગણેશજીની પ્રતિમાઓને લાગણી દુભાય તે રીતે વિસર્જન થતું હોવાની ભાવિકો ની લાગણી દુભાતી હોવાથી ગણેશ વિસર્જન સમિતિએ તાપી માં વિસર્જન કરવાની માંગ કરી રહ્યા છે.વધુ માં જણાવ્યું હતુંકે દરિયાની ભરતી દિવસમાં બે વખત આવે છે. એટલે તાપી નદી તો શુદ્ધ જ રહે છે. તંત્ર દ્વારા આઉટલેટનું ધ્યાન રાખવામાં આવતું નથી. પરંતુ ગણેશજીને પ્રતિમા વિસર્જિત શા માટે નથી કરવા દેવામાં આવતી તે અમને સમજાતું નથી. તેથી અમે પર્યાવરણને પ્રદૂષણ ન પહોંચે તે રીતે વિસર્જન કરવાની માંગ કરી રહ્યા છીએ.

પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને અમને વિસર્જન કરવા દેવાને મંજૂરી
ગણેશ વિસર્જન સમિતિના સભ્યોએ વધુમાં જણાવ્યું હતું કે, અમને લિમિટેડ સાઈઝની મૂર્તિની પરમિશન આપવી જોઈએ ભલે વિસર્જનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય પરંતુ અમે તૈયાર છીએ. જો અમને મંજૂરી આપવામાં આવશે, તો અમે લોકોને ભક્તિ ભાવ જળવાઈ રહે તે રીતે વિસર્જન કરીશું. અમે આ અંગે સીઆર પાટીલને આવેદનપત્ર આપ્યું છે અને આગામી સમયમાં પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને અમને વિસર્જન કરવા દેવાને મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરીશું.

વિસર્જન અંગે આવેદનો આપીને રજૂઆતો કરાઈ કરાઈ છે
વધુમાં સુરત શહેર ગણેશ વિસર્જન ઓવારા સમિતિના પ્રતિનિધિઓનું કહેવું હતું કે, અમે લોકોને ભક્તિ ભાવ જળવાઈ રહે તે રીતે વિસર્જન કરીશું. અમે આ અંગે સીઆર પાટીલને આવેદનપત્ર આપ્યું છે અને આગામી સમયમાં પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને અમને વિસર્જન કરવા દેવાને મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરીશું.

Most Popular

To Top