એક સમય હતો કે જ્યારે ભારત પર ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ રાજ કર્યું હતું. ઈસ્ટ ઈન્ડિયા કંપની વેપાર કરવા માટે ભારતમાં આવી હતી...
સુરત: (Surat) યાત્રીઓની (Passengers) માંગણીને ધ્યાને લેતા પશ્વિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ-જબલપુર વચ્ચે દોડતી સ્પેશ્યલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા છે. ટ્રેન નંબર...
શિક્ષક ભરતી કૌભાંડ, પશુઓની દાણચોરી અને કોલસા કૌભાંડ (Scam) કેસમાં સીબીઆઈ (CBI) ઉપરાંત ઈડી (ED) અને સીઆઈડી છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ બંગાળમાં...
વલસાડ(Valsad) : મધ્યપ્રદેશથી (Madhya Pradesh) 1500 કિલો અફીણના (opium) ડોડા કન્ટેઈનરમાં ભરીને સેલવાસમાં ડિલીવરી માટે જઈ રહ્યું હતું ત્યારે વલસાડ એસઓજીએ પકડી...
બ્રિટન: બ્રિટન(Britain)ને નવા કિંગ મળ્યા છે. પ્રિન્સ ચાર્લ્સ III(King Charles III) બ્રિટનના નવા સમ્રાટ બનશે. પ્રિન્સ ચાર્લ્સ ત્રીજાને બ્રિટનના નવા કિંગ(King) તરીકે...
બનાસકાંઠા(Banaskatha): કરોડો માઇભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજી(Ambaji)માં ભાદરવી પૂનમનો મહામેળો જામ્યો છે. મંદિરનાં દ્વાર ખુલતા જ માઈભક્તોએ માતાજીના દર્શન કરવા દોટ લગાવી...
ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયન (Australian) ક્રિકેટમાંથી (Cricket) ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના ફાંકડા ઓપનિંગ બેટ્સમેન અને કેપ્ટન એરોન ફિંચે વન-ડે ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની (Retirement)...
મુંબઈ: ‘રાતા લાંબીયાના’, ‘દિલ ગલતી કર બેઠા હૈ’ જેવા સુપરહિટ ગીતો આપનાર જુબીન નૌટિયાલ(Jubin Nautyal) તેના આગામી કોન્સર્ટને કારણે ટ્વિટર(Twitter) પર ટ્રોલનો...
સુરત: ડ્રગ્સના (Drugs) દૂષણને જડમૂળમાંથી ડામવા માટે ગુજરાત પોલીસ (Gujarat Police) કટિબદ્ધ છે અને તેનું જ પરિણામ છે કે ગુજરાત પોલીસે વીતેલા...
કન્યાકુમારી(Kanyakumari): કોંગ્રેસ નેતા(Congress Leader) રાહુલ ગાંધી(Rahul Gandhi)ની ભારત જોડો યાત્રા(Bharat Jodo Yatra)ને લઈને નવો વિવાદ(Controversy) ઉભો થયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી...
લંડન: બ્રિટનની રાણી એલિઝાબેથ II નું 8 સપ્ટેમ્બર 2022ના રોજ 96 વર્ષની વયે અવસાન થયું છે. રાણી એલિઝાબેથ 1952માં સિંહાસન પર આવી...
અમદાવાદ: મોંઘવારી (Inflation) અને બેરોજગારીના મામલે કોંગ્રેસ (Congress) દ્વારા સરકારને ઘેરવાની નીતિએ આક્રમક રૂપ ધારણ કર્યું છે. આજે કોંગ્રેસ દ્વારા બપોરે 12...
સુરત: શુક્રવારે અનંત ચૌદશના રોજ શહેરના 19 કૃત્રિમ ઓવારામાં 5 ફૂટથી નાની 53 હજાર જેટલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે,...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેન્દ્ર-રાજ્ય(Centre-State) વિજ્ઞાન પરિષદ(Science Council)નું ઉદ્ઘાટન(Inaugurated) કર્યું હતું. અમદાવાદ(Ahmedabad)ના સાયન્સ સિટી ખાતે બે દિવસીય...
પલાઉ(Palau): પશ્ચિમ પેસિફિક મહાસાગર(west pacific ocean)માં સ્થિત પલાઉ(Palau)માં શનિવારે સવારે 5.01 કલાકે ભૂકંપ(Earthquake) આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી....
સુરત: શહેરમાં ગણેશ ઉત્સવ જેવા તહેવારોની અસસ્લ મજા તો કોટ વિસ્તારમાં જ આવે એ તો માનવું જ પડે છે. જ્ઞાન સાથે ગમ્મતની...
ઝુરિચ: ગોલ્ડ મેડલિસ્ટ ભાલા ફેંક એથ્લેટ નીરજ ચોપરાએ અહીં પ્રતિષ્ઠિત ડાયમંડ લીગ ફાઇનલ્સ ટાઇટલ જીતીને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે....
સુરત: લિંબાયતમાં રહેતી એક સગીરાનો ભાઇ (Brother) જેલમાં (Jail) ગયા બાદ આ સગીરા જે ઘરમાં રહેતી હતી તેના પતિએ જ સગીરાને બીજા...
સુરત: ભેસ્તાન-ઉન પાટિયા ખાતે શેરડીના રસની (Sugercan Juice) લારી ચલાવતા યુવક પાસે ગઈકાલે મધરાતે ત્રણ અજાણ્યાએ સિગારેટની માંગણી કરી ઝઘડો કર્યો હતો....
દુબઈ,: કેએલ રાહુલને જ્યારે પૂછવામાં આવ્યું કે અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન ટી-20 ઇન્ટરનેશનલમાં તેની પ્રથમ સદી ફટકારનાર વિરાટ કોહલીને વર્લ્ડકપમાં રોહિત શર્મા...
ઈસ્લામાબાદ: સંયુક્ત રાષ્ટ્રના(United Nations) વડા એન્ટોનિયો ગુટેરેસે (Antonio Guterres) શુક્રવારે શોક વ્યક્ત કર્યો હતો કે કુદરતી આફતો (Natural Disasters) તે દેશો પર...
નવી દિલ્હી: શનિવારે સેન્ટ જેમ્સ પેલેસ ખાતે એક્સેશન કાઉન્સિલની બેઠકમાં રાજા ચાર્લ્સને સત્તાવાર રીતે બ્રિટનના (Britain) નવા રાજા (King) તરીકે જાહેર કરવામાં...
મેદિનીનગર,ઝારખંડ: ઝારખંડના (Jarkhand) પલામુ (Palamu) જિલ્લામાં શોરૂમ (Showroom) કમ ગોડાઉનમાં (Godwon) લાગેલી આગમાં (Fair) એક 80 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ થયું હતું અને...
દેલાડ: દ.ગુ.વીજ કંપનીની ઓલપાડ (Olpad) સબ ડિવિઝનના(Sub Division) કાર્યક્ષેત્રનાં ગામોની સીમમાંથી ગત વર્ષે અજાણ્યા તસ્કરોએ વીજપોલ પરથી ચોરેલા એલ્યુમિનિયમ (Alluminum) વાયરોની(Wires) ચોરીનો...
સુરત: મૂળ ભાવનગરના (Bhavnagar) ગારિયાધારના રૂપાવટી ગામના વતની, ગરીબ પરિવારના (Family) યુવાન વિવેક ગોટી ગોટીની કિસ્મત સુરતમાં (Surat) હીરાની (Diamond) જેમ ચમકી...
ભરૂચ: વાલીયા (Valiya) તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના (Women) પડોશમાં રહેતી કૌટુંબીક બેન કેટલાય સમયથી બીમાર રહે છે. જેથી બીમાર મહિલાના પતિએ...
ગાંધીનગર: રાજ્યમાં રખડતા ઢોરોની (Stray cattle) સમસ્યા ઉકેલવા માટે રાજય સરકાર પગલા ભરી રહી છે , જેના પગલે રખડતા ઢોરની સમસ્યા નિયંત્રણ...
ગાંધીનગર: ટેક્નોલોજીના યુગમાં દેશના યુવાનોને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં જરૂરી પ્લેટફોર્મ પૂરૂ પાડવા ઉપરાંત દેશમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રનાં પડકારો-રાજ્યોની જરૂરિયાતો અને...
ભરૂચ: (Bharuch) વાગરા (Vagra) તાલુકાના મુલેર ગામ પાસે આવેલ ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રકને (Truck) અકસ્માત (Accident) નડતાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે...
ગાધીનગર: ગુજરાતમાં (Gujarat) ફિલ્મ (Film) શૂટિંગને (Shooting) પ્રોત્સાહન આપવા માટે આજે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ દ્વ્રારા આવતીકાલે ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૦૨૭’ જાહેર...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
એક સમય હતો કે જ્યારે ભારત પર ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ રાજ કર્યું હતું. ઈસ્ટ ઈન્ડિયા કંપની વેપાર કરવા માટે ભારતમાં આવી હતી અને બાદમાં તેણે ભારતને પોતાનું ગુલામ બનાવી દીધું હતું. ઈંગ્લેન્ડની સરકાર દ્વારા આ કંપનીનો વહીવટ કરવામાં આવતો હતો અને આ કંપની દ્વારા ઈંગ્લેન્ડે ભારત પર સદીઓ સુધી રાજ કર્યું. જો કે, તે સમયની ઈસ્ટ ઈન્ડિયા કંપનીને હાલમાં એક મૂળ ભારતીય એ જ ખરીદી લીધી છે પરંતુ હવે આ જ ઈતિહાસ ઉંધી રીતે ફરી વર્તમાન બની ગયો છે.
આજે વિશ્વના અનેક દેશોમાં મોટાભાગની મલ્ટિનેશનલ કંપનીઓમાં મૂળ ભારતીયો જ સીઈઓ છે. આ મૂળ ભારતીયો દ્વારા જ કંપનીઓ ચલાવાઈ રહી છે. એક સમયે ઈંગ્લેન્ડની કંપની ભારત પર રાજ કરતી હતી. હવે ભારતીયો મોટાભાગના વિશ્વ પર રાજ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ સ્થિતિ ચાલી રહી છે. તાજેતરમાં વધુ એક મહિલા આવી જ એક મલ્ટિનેશનલ કંપનીની સીઈઓ બની ત્યારે આ મામલો ફરી ચર્ચામાં આવ્યો હતો. ભારતીયો બેસ્ટ સીઈઓ સાબિત થઈ રહ્યા છે.
વાત એમ છે કે, તાજેતરમાં ગ્લોબલ એડવર્ટાઈઝિંગ એન્ડ પબ્લિક રિલેશન એજન્સી ઓગિલ્વીએ મૂળ ભારતમાં જન્મેલી દેવિકા બુલચંદાણીને પોતાની ગ્લોબલ ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે પસંદ કરી. બુલચંદાણી વર્ષના અંત સુધી સીનિયર એડવાઈઝર તરીકે કામ કરશે. હાલમાં બુલચંદાણી ઓગિલ્વી નોર્થ અમેરિકાના ગ્લોબલ પ્રેસિડેન્ટ અને સીઈઓ તરીકે કામ કરી રહી છે. બુલચંદાણીને જે જવાબદારી સોંપવામાં આવી છે તે પ્રમાણે તે કંપનીની 93 દેશમાં આવેલી 131 જેટલી ઓફિસોના કામનું મોનિટરિંગ કરશે. ક્રિએટિવિટી માટે જાણીતી આ કંપનીમાં દેવિકાને એટલા માટે પ્રમોટ કરવામાં આવી છે કે તે ક્રિએટિવિટીની ચેમ્પિયન છે. બુલચંદાણી મૂળ ભારતમાં અમૃતસરમાં જન્મ્યા હતા. જો કે બુલચંદાણી એક જ એવી વ્યક્તિ નથી કે જે મોટી કંપનીની સીઈઓ હોય.
હાલમાં માઈક્રોસોફ્ટથી શરૂ કરીને છેક ગૂગલમાં પણ મૂળ ભારતીયો સીઈઓ છે. હજુ થોડા સમય પહેલા જ કોફીના ક્ષેત્રની દિગ્ગજ મનાતી કંપની સ્ટારબક્સએ પણ મૂળ ભારતીય લક્ષ્મણ નરસિમ્હનને પોતાના ચિફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કર્યા હતા. માઈક્રોસોફ્ટમાં મૂળ ભારતીય એવા સત્યા નડેલા ઘણા સમયથી સીઈઓ છે. એડોબના કંપનીમાં પણ શાંતનુ નારાયણ સીઈઓ તરીકે છે. અલ્ફાબેટ કંપનીમાં સીઈઓ તરીકે સુંદર પિચાઈ છે. ટ્વિટરના હેડ તરીકે પરાગ અગ્રવાલ છે. જ્યારે ચેનલમાં લીના નાયર અને આઈબીએમ કંપનીના સીઈઓ તરીકે અરવિંદ કૃષ્ણા કામ કરી રહ્યા છે. એક સમય હતો કે જ્યારે ભારતીય કંપનીઓમાં સીઈઓ તરીકે વિદેશીઓની પસંદગી કરવામાં આવતી હતી. કારણ કે જે તે ક્ષેત્રમાં વિદેશીઓનું ડેડિકેશન ભારે જોવા મળતું હતું પરંતું છેલ્લા કેટલાક વર્ષોથી સિનારિયો બદલાઈ ગયો છે. હવે જે તે ક્ષેત્રના નિષ્ણાંતોમાં ભારતીયો વધી રહ્યા છે.
આજે આઈટી ક્ષેત્રે ભારતીયોનું જ વર્ચસ્વ છે. મોટાપાયે ભારતનું યુવાધન વિદેશમાં જઈને ભણી રહ્યું છે. આ કારણે પણ આ યુવાનો જે તે ક્ષેત્રમાં ભારે પાવરધાં બની રહ્યા છે. ભલે વિદેશી કંપની હોય, પરંતુ તેને ભારતીય કર્મચારીઓ વિના ચાલતું નથી. ભારતનું માર્કેટ ખૂબ મોટું છે અને તેને કવર કરવા માટે ભારતીયોની જ જરૂર પડે તેમ છે. ભારતીયોને આ મલ્ટિનેશનલ કંપનીઓનો અનુભવ ભારે ફળદાયી નિવડી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે મોટી મલ્ટિનેશનલ કંપનીઓમાં ભારતીયોની બોલબાલા વધી રહી છે તે જોતાં એ સમય દૂર નથી કે જ્યારે ભારતીયો અંગ્રેજોની જેમ આખી દુનિયા પર રાજ કરતા હશે.