Dakshin Gujarat

ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે સાપુતારાની કંસાર પેલેસ હોટલને નોટિસ મોકલતા ફફડાટ

વલસાડ: વલસાડ (Valsad) જિલ્લામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા (Food Safety and Standards Authority of India) દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સઘન ચેંકિગ હાથ ધરાવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા બે મહિનામાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીને ત્યાંથી વિવિધ વસ્તુઓના 34 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 7 નમૂના સામાન્ય જણાયા હતા. જ્યારે એક નૂમનો ફેલ થયો હતો. તેથી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સાપુતારાની હોટલ કંસાર પેલેસને નોટિસ ફટકારવામાં આવી હતી.

વલસાડ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીને ત્યાંથી ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવા માટે ઓગસ્ટ માસ દરમિયાન વાપીમાંથી 3 અને વલસાડમાંથી 2 મળી કુલ 5 નમુના લેવામાં આવ્યા હતાં.

  • વલસાડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરાઈ
  • ઓગસ્ટ માસમાં વાપીમાંથી 3 અને વલસાડમાંથી 2 નમુના લઈ તપાસ કરવામાં આવી
  • હળદરમાં કોપરની માત્રા વધુ જણાતા સાપુતારાની હોટલ કંસાર પેલેસને નોટિસ

મળતી માહિતી અનુસાર ગત જુલાઈ માસમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ પાસેથી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા 34 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં જુલાઈ અને ઓગસ્ટ માસ મળીને કુલ 39 નમૂનાની લેબમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના નિયમો અને રેગ્યુલેશન -2011 અનુસાર કુલ 7 નમુના સામાન્ય જણાઈ આવ્યા હતાં. જ્યારે 1 નમુનો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના નિયમો અને રેગ્યુલેશન – 2011 અનુસાર ગુણવતા ધરાવતો ન હોવાથી ફેલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ફેલ થયેલો નમૂનો સાપુતારાની એક હોટલનો છે. તેથી સાપુતારાના હોટલના મેનેજરને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી.

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સાપુતારાની કંસાર પેલેસ હોટલને નોટિસ અપાઈ
સાપુતારાના વેપારી દ્વારા બ્રાન્ડ અને સ્ટાન્ડર્ડ વગરની વસ્તુ વેચાણ કરતા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર સી.એન.પરમારે સાપુતારા ખાતે રોઝ ગાર્ડનની સામે આવેલી હોટલ કંસાર પેલેસમાં તપાસ કરી લુઝ હળદર પાઉડરના નમૂના લીધા હતા. જેનો રિપોર્ટ આવતા હળદરમાં કોપરની માત્રા વધુ જણાય હતી. જેથી હોટલના મેનેજર કમ ફૂલ બિઝનેસ ઓપરેટર એવા હિમાંશુ સુરેશભાઈ મોદીને નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top