Dakshin Gujarat

વઘઈ સાપુતારા પાસે અક્સ્માતમાં ટેમ્પો પુલ પરથી નીચે ખાબક્યો

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) વઘઈથી સાપુતારાને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં કુંડા ફાટક પાસે એક આઇસર ચાલકે મોટરસાયકલને ટક્કર મારી દેતાં અક્સ્માત સર્જાયો હતો. જે અક્સ્માતમાં મોટરસાયકલ પર સવાર યુવકનું મોત નિપજ્યુ હતુ. અને એકને ઈજા પહોંચી હતી. જ્યારે આઈસર ટેમ્પો પુલ પરથી નીચે ખાબકતા ખુરદો બોલાઈ ગયો હતો.

  • ટેમ્પો ચાલકે ગફલત ભરી રીતે રોંગ સાઈડમાં હંકારી બાઇકને ટક્કર મારતા એકનું મોત
  • આંતર રાજ્ય ધોરીમાર્ગનાં કુંડા ફાટક પાસે એક આઇસર ચાલકે મોટરસાયકલને ટક્કર મારી

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના કુમારબંધ ગામના રતનભાઈ દેવસિંગભાઈ પવાર (ઉ.વ.37) પોતાની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં. GJ-30-E-4321 પર મહેશભાઈ સાથે કુંડા ફાટકથી ઘરે કુમારબંધ ગામ જઈ રહ્યા હતા. ત્યારે સાપુતારા તરફથી આઈસર ટેમ્પો નંબર MH.15.5727નાં ચાલકે પોતાનો આઈસર ટેમ્પો પુરઝડપે ગફલત ભરી રીતે રોંગ સાઈડમાં હંકારી લાવી આ રતન પવારની મોટર સાયકલને ટક્કર મારી દેતા અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રતનભાઈ દેવસિંગભાઈ પવારને શરીરે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતુ.

સાથે મોટર સાયકલ પર પાછળ બેસનાર મહેશભાઈ કાશીરામભાઈ ભોયેને શરીરે ડાબા પગે ફેક્ચર તથા જમણા હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં આઈસર ટેમ્પો પુલ પરથી નીચે ખાબકતા ખુરદો બોલાઈ ગયો હતો. જોકે આઇસર ચાલક અકસ્માત કરી નાસી છૂટ્યો હતો. આ અકસ્માતને લઈને વઘઈ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top