Gujarat

ગુજરાતમાં હિટવેવના પગલે લોકો ત્રાહિમામ, 25 અને 26 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છમાં પારો ઉંચો જશે

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ગરમીમાં (Hot) વધારો થયો છે. અનેક શહેરોમાં તાપમાન (Temperature) 35 ડિગ્રીથી વધુ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આવનારા 5 દિવસ હિટવેવની આગાહી કરાઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં (Saurashtra Kutch) ઉનાળાની શરૂઆતમાં જ આકરો તાપ પડશે. દરમિયાન શુક્રવારે સૌરાષ્ટ્રનાં રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહ્યું હતું. જયારે અમરેલીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીઅને લઘુતમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું.

રાજ્યમાં 40.3 ડીગ્રીએ ગરમીનો પારો પહોંચ્યો  છે. રાજકોટમાં સૌથી વધુ 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદમાં 38.3 ડિગ્રી, વડોદરા 38 ડિગ્રી અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. કેશોદ શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીઅને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહ્યું હતું. જયારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીઅને લઘુતમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. પોરબંદરમાં શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહ્યું હતું. જયારે વેરાવળમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીઅને લઘુતમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ રાજ્યમાં ગરમી યથાવત રહેશે. ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનોને કારણે ગરમીનો પારો વધી રહ્યાંનું હવામાન વિભાગે જણાવ્યું છે. જેથી વધુ ગરમી વાળા વિસ્તારમાં લોકોએ સતર્ક રહેવું પડશે. હાલ રાજ્યમાં  પોરબંદર અને ગીર સોમનાથમાં  હિટવેવ જોવા મળી રહી છે. હીટવેવના પગલે હવામાન વિભાગે યેલ્લો એલર્ટ જાહેર કર્યું છે. તારીખ 25 અને 26 માર્ચે કચ્છ, પોરબંદર, જૂનાગઢ ગિર સોમનાથ, રાજકોટ, અમરેલીમાં હિટવેવની આગાહી કરાઈ છે. સાથે જ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં સામાન્ય કરતા વધુ ગરમી રહેશે.

Most Popular

To Top