Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : શહેરના ફતેગંજ વિસ્તારમાં હોર્ન મારવા બાબતે આર્મીના કેપ્ટનની ગાડી રોકાવી કિશોરે ઝગડો કર્યા હતો. જોકે ત્યારબાદ અન્ય બે જણા પણ સ્થળ પર ધસી આવ્યા હતા. અને કેપ્ટનને પકડી માર માર્યો હતો. તેમજ કોઈ ધારદાર વસ્તુનો ઘા પણ વાગી જતા કેપ્ટન ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.   શહેરના હરણી વિસ્તારમાં રહેતા અને હાલમાં મેરઠ ખાતે એન્જીનીયર રેજીમેન્ટમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા આર્મી જવાન દસ દિવસથી ફરજ પરથી રજા પર વડોદરા ઘરે આવ્યા છે. તેઓએ તેમની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આપી જણાવ્યું છે કે, ગત શુક્રવારે કાર લઈને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલ મહાકુંભ ચાલતો હોવાથી ત્યાં ગયો હતો. અને ત્યાંથી સાંજે પાંચ વાગ્યાની આસપાસ ઘરે જતો હતો. તે દરમિયાન સેફ્રોન ટાવરથી ફતેગંજ બ્રીજ તરફ જતા રંગોલી હોટલની પાસે રોડના કટ પરથી રોંગ સાઈડ એક મોપેડ ચાલક આવતા હોર્ન માર્યો હતો.

ત્યારે તે મોપેડ ચાલકે મને જણાવ્યુ હતું કે, તારી ગાડી સાઈડમાં ઉભી કર. જેથી મે ગાડી ઉભી રાખતા તેને આવી ગાળા ગાળી કરી હતી. મે ગાળો નહીં આપવાનું જણાવતા તે કિશોરોએ ઝપાઝપી કરવાનું શરૂ કરી દિધુ હતું. પોલીસને ફોન કરવા જતા અલીફ અહેમદ શેખ તથા એજાજ બાબુ શેખ(બંને રહે, ફતેગંજ) સ્થળ પર ધસી આવ્યા હતા. અને મને પકડી રાખી રાખ્યો હતો. ત્યારે તે કિશોર નજીકની જ્યુસની લારી પરથી વાસના ડંડા વાળુ ઝોડું લાવે મને બરડાના ભાગે માર્યુ હતું. તે દરમિયાન કોઈ ધારદાર વસ્તુ વાગી જતા ઈજા પહોંચી હતી.  દરમિયાન કોઈએ અલીફ ઈસ કાફિર કો મારો તેવી બુમો પાડી હતી. જોકે ત્યારે પોલીસને જાણ કરી દેતા ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી. અને તે ભાગી છુટ્યા હતા. સયાજીગંજ પીઆઈ.આર.જી જાડેજાએ જણાવ્યુ હતું કે, ફરિયાદ નોંધાતા જ બે આરોપીઓ સહિત એક સગીરને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના ફતેગંજ વિસ્તારમાં ઘટના બનતા પાલિકાએ તાત્કાલિક દબાણો દુર કર્યા
શહેરના ફતેગંજ વિસ્તારમાં હોર્ન મારવા બાબતે આર્મીના કેપ્તનની ગાડી રોકાવી મારામારી કરવાના બનાવમાં પાલિકાએ તે સ્થળ પરનું દબાણ તાત્કાલિક ધોરણે દુર કરવામાં આવ્યું હતું.  ફરીવાર કોઈ આવો બનાવ ન બન્રાફિક ન થાય તે માટે પાલિકા દ્વાર તેને દુર કરીને  અવર જવર માટે રોડ ખુલ્લો કર્યો હતો.

To Top