National

સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ રામદેવ બાબાએ ફરી માંગી માફી, ન્યૂઝપેપરમાં છપાવી મોટી જાહેરાત, શું લખ્યું?

નવી દિલ્હી(New Delhi): ભ્રામક જાહેરાત (Advertisement) મામલે સુપ્રીમ કોર્ટના (Supreme Court) આદેશ બાદ પતંજલિએ (Patanjali) ન્યૂઝપેપર્સમાં (NewsPapers) નવી મોટી જાહેરાત છપાવી છે. પતંજલિ આયુર્વેદના કો-ફાઉન્ડર યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev) અને આચાર્ય બાલકૃષ્ણએ આજે ​​બુધવારે તા. 24 એપ્રિલે અખબારોમાં નવી જાહેર માફી છપાવી છે.

આ અગાઉ એક દિવસ પહેલા જ મંગળવારે સુપ્રીમ કોર્ટે તિરસ્કારના મામલાની સુનાવણી દરમિયાન પતંજલિને પૂછ્યું હતું કે શું આ માફીનામું એ જ સાઈઝની છે જેની તમે અગાઉ જાહેરાત છપાવી હતી? શું તમે હંમેશા આ કદની જાહેરાત છપાવો છો? સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ પતંજલિ કંપનીએ ન્યૂઝ પેપર્સમાં ફરી મોટી જાહેરાત છપાવી છે.

બાબા રામદેવ, પતંજલિ અને બાલકૃષ્ણના નામે અખબારોમાં આપવામાં આવેલી માફીનામામાં લખવામાં આવ્યું છે કે, ‘ભારતની માનનીય સર્વોચ્ચ અદાલત સમક્ષ ચાલી રહેલા કેસને ધ્યાનમાં રાખીને અમે અમારી વ્યક્તિગત ક્ષમતામાં તેમજ ભારતની માનનીય સર્વોચ્ચ અદાલતને અપીલ કરીએ છીએ. આદેશોનું પાલન ન કરવા બદલ કંપની વતી બિનશરતી માફી માંગે છે.

પતંજલિની નવી માફીમાં શું છે?
પતંજલિએ અખબારોમાં ‘બિનશરતી જાહેર માફી’ના નામે મોટી સાઈઝના માફી પત્રો પ્રકાશિત કર્યા છે. તેમાં લખ્યું છે કે, ‘અમે અંગત રીતે તેમજ કંપની વતી, માનનીય સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ કેસના સંદર્ભમાં માનનીય સર્વોચ્ચ અદાલતની સૂચનાઓ/આદેશોનું પાલન ન કરવા અથવા અનાદર કરવા બદલ અમારી બિનશરતી માફી વ્યક્ત કરીએ છીએ.

અમે 22.11.2023 ના રોજ મીટિંગ/પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવા બદલ પણ માફી માંગીએ છીએ. અમે અમારી જાહેરાતોના પ્રકાશનમાં થયેલી ભૂલ માટે પણ દિલથી ક્ષમા માગીએ છીએ અને આવી ભૂલોનું પુનરાવર્તન નહીં થાય તેવી અમારી પૂરા દિલથી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. અમે માનનીય અદાલતની સૂચનાઓનું અત્યંત કાળજી અને અત્યંત નિષ્ઠા સાથે પાલન કરવા પ્રતિબદ્ધ છીએ. અમે કોર્ટના મહિમા માટે આદર જાળવવાનું અને માનનીય કોર્ટ/સંબંધિત સત્તાવાળાઓના લાગુ કાયદા અને સૂચનાઓનું પાલન કરવાનું વચન આપીએ છીએ.

Most Popular

To Top