SURAT

સુરતમાં અમદાવાદી તવાફ્રાય શોપના માલિકની આંખમાં મરચાની ભુક્કી નાંખી લૂંટ કરનાર પકડાયો

સુરત : (Surat) રાંદેર ખાતે ઉગત કેનાલ રોડ ઉપર આવેલા અમદાવાદી તવાફ્રાય શોપના માલિક ઉપર રાત્રીના સુમારે મરચાની ભૂકી નાંખી રોકડ 45 હજાર અને પર્સની લૂંટ (Robbery) કરનાર બે આરોપીઓની (Accused) ક્રાઈમ બ્રાંચે (Crime Branch) ઝડપી (Arrest) પાડ્યા હતા.

  • કાઉન્ટરમાં રાત્રે લાખોની રકમ હોવાની માહિતી હોવાથી લૂંટનો પ્લાન ઘડ્યો હતો
  • પોલીસને અમદાવાદથી લૂંટ માટે બોલાવેલા બે સાગરીતોની શોખધોળ

ઉગત કેનાલ રોડ પર સંત તુકારામ સોસાયટી જલારામ મંદિરની પાછળ આવેલા અમદાવાદી તવાફ્રાય નામની હોટલમાં ગઈકાલે સવારે બાઇક પર ત્રણ લૂંટારૂ ત્રાટક્યા હતા. લૂંટારૂએ દુકાનનું શટર ખોલી અંદર પ્રવેશતા અંદર સુતેલા હોટલનો માલિક નોમાન જમીલ અખ્તર શેખ (ઉ.વ. 27) અને તેના બે કારીગરો જાગી ગયા હતા. લૂંટારૂએ હોટલમાં રહેતા માલિક અને તેના કારીગરોને માર મારી આંખમાં મરચાની ભુક્કી નાંખી ચપ્પુની અણીએ બાનમાં લઇ કેશ કાઉન્ટરમાંથી રોકડા 45 હજાર રૂપિયા અને નોમાનનું પર્સ લૂંટીને ભાગી ગયા હતા.

દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળતા આરોપી ગાલીબ આલમ તૈયબઆલમ શેખ (ઉ.વ.21, રહે. સુપર સીક પરાઠા નામની શબ્બીરભાઇ શેખની હોટલમાં, પટણી હોલની સામે, સૈયદપુરા, ચોકબજાર) તથા ઉમરઅબ્દુલ વારીસઆલમ શેખ (ઉ.વ.22, રહે. મોરાભાગળ, સુભાષ ગાર્ડનની પાછળ, પાકીઝા ફેમસ તવાફ્રાઇ નામની મુન્તઝીરભાઇ શેખની હોટલમાં, જહાંગીરપુરા) ને બોટનિકલ ગાર્ડન પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા 14 હજાર રૂપિયા કબજે લીધા હતા. અન્ય બે આરોપીઓ ખુશબર આલમ શેખ અને રાજુ આલમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વર્ષ 2018માં અફઝલ ગોમટાવાલાના છ વર્ષના પુત્રનું અપહરણ કર્યું હતું
આરોપી ગાલીબઆલમ શેખનો વર્ષ 2018 માં સગરામપુરા ખાતે જીલાની કોમ્પલેક્ષમાં રહેતા મો.સાજીદ મો.અફજલ ગોમટાવાલાના 6 વર્ષના પુત્રનું અપહરણ કરી કોસંબા લઈ ગયા હતા. અને લાખો રૂપિયાની ખંડણી માંગી હતી. જે તે સમયે ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝડપી પાડી બાળકને મુક્ત કરાવ્યો હતો. જે તે સમયે આરોપી જુવેનાઈલ હોવાથી બે અઢી મહિના બાદ જુવેનાઇલ હોમમાંથી મુક્ત થયો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી ગાલીબઆલમ શેખના પૂર્વ ઇતિહાસ આધારે રાંદેર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.

Most Popular

To Top