Vadodara

યુવતીએ લગ્ન કરવાની ના પાડતા બોયફ્રેન્ડે ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું

વડોદરા :   શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી યુવતીની એક યુવક સાથે મિત્રતા થયા બાદ બંને લગ્ન કરવાના હતા. જોકે યુવકે યુવતી પર શંકા રાખી તેણા અન્ય કોઈ સાથે અન્ય સંબંધ છે કે કેમ? તેની તપાસ કરાતા યુવતી તે વાત જાણી ગઈ હતી. અને યુવકને લગ્ન કરવાની ના પાડી દિધી હતી. યુવક લગ્ન કરવા યુવતીને દબાણ કરતો હતો. ત્યારે યુવતીએ અભયમનો સંપર્ક કરતા સયાજીગંજ અભયમની ટીમે સમગ્ર વાત જાણી આ રીતે યુવતીની મરજી વિરૂદ્ધ સબંધ રાખી શકાય નહીં અને શરૂઆતથી શંકા રાખી લગ્ન કરવા હિતાવહ નથી અને આમ કરવું એ ગુનો બને છે. તેમ અસરકારક કાઉન્સિલગ કરતા યુવકે ખાતરી આપી હતી કે, હવે પછી તે યુવતીને કયારેય હેરાન નહીં કરે.

  યુવતીએ અભયમમાં મદદ માંગતા જણાવ્યુ હતું કે, મારો બોયફ્રેન્ડ ઓફિસની બહાર આવીને કલાકો સુધી ઊભો રહે છે. જેનો મને ત્રાસ લાગે છે. અને તેને કહેવા જઈએ તો ઝગડો કરે છે. મળતી વિગતો મુજબ, બંને વચ્ચે રિલેશન હતા. અને તેઓ લગ્ન કરવાના હતા. પરંતુ 10 દિવસ પહેલા શંકાના આધારે ઝગડો થયો હતો. અને યુવતીએ રિલેશન આગળ વધારવાને લઈ ના પાડી દિધી હતી. યુવક યુવતીની જે સયાજીગંજ ખાતે આવેલી ઓફિસે જઈ કલાકો સુધી ઉભો રહી નજર રાખતો હતો. જેથી યુવતીએ તે યુવકને આ રીતનો પીછો છોડવા જણાવ્યુ હતું. પરંતુ તે યુવક માનતો ન હતો. અને યુવતીનો વીડિયો ઉતારી તેના પિતાને મોકલી ત્રાસ આપતો હતો. આ સમગ્ર મામલે યુવતી દ્વારા અભયમમાં મદદ માંગવામા આવી હતી.

અભયમ દ્વારા યુવકને સમજ આપવામાં આવી હતી કે, યુવતી આપની સાથે હવે કોઈ સબંધ રાખવા માંગતી નથી અને આપની સાથે સંબંધ આગળ વધારવો નથી, તો જબરદસ્તી ના કરો અને આ રીતની હેરાનગતિ કરવીએ ગુનો બને છે. સબંધ બન્ને ન સમજદારીથી થયો હતો અને કોઈ ની હેરાનગતિ કર્યા વગર ખતમ કરવો તેમ બન્ને ને સલાહ આપી અને એકબીજા ને આજ પછી હેરાનગતિ કરવી નહિ તેમ સલાહ સૂચન આપતાં યુવકે હવે પછી કોઇપણ પ્રકારની હેરાનગતી નહિ કરું તેની ખાત્રી આપી સમાધાન કર્યુ હતું.

Most Popular

To Top