Madhya Gujarat

બોરસદ પાલિકામાં છ લાખના ખર્ચે સોલાર પ્લાન્ટ નંખાશે

આણંદ : બોરસદ પાલિકા દ્વારા ઓફીસમાં લાઇટ બીલનું ભારણ ઘટે તે હેતુથી ઓફીસના ઘાબા પર સોલર પ્લાન્ટ મુકવાનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. આશરે છ લાખના ખર્ચે 15 કિલો વોટ વિજળી ઉત્પાદન થશે. જેનાથી પાલિકાને લાઇટ બિલનું ભારણમાં રાહત રહેશે. બોરસદ નગરપાલિકા ઓફિસનું લાઇટ બીલનું ભારણ ઘટે તે હેતુથી ઓફીસના ધાબા પર 6 લાખના ખર્ચે 15 કિલોના સોલર પ્લાન્ટ મુકવાનું ખાતમુર્હૂત બોરસદ પાલીકા પ્રમુખ આરતીબહેન પટેલ તથા દિવાબત્તી વીભાગના ચેરમેન પીનલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેના થકી આગળ જતા ઈલેક્ટ્રીક સ્કુટરમાં ખર્ચ પણ નહીવત લાગશે. આ કાર્યક્રમમાં મેનેજિંગ ચેરમેન અપેક્ષાબેન મહિડા, કાઉન્સિલર હિનાબેન ભોઇ, કાઉન્સિલર જૈમીની પટેલ, કાઉન્સિલર કિરણબેન પટેલ, કાઉન્સિલર ભાવનાબેન રાઠોડ તથા નગરપાલીકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઇલેક્ટ્રીક સ્કૂટરથી ડિઝલનો ખર્ચ બચશે
બોરસદની નાની નાની ગલીઓ પાલિકા સ્કોર્પિયો લઈને જવામાં પડતી અડચણ અને ફક્ત કાગળીયા આપવા જેવા કામ માટે ગાડીના ડ્રાઈવર અને બીજી વ્યક્તિને જવું પડતું હતું. જેના કારણે સમય અને ડિઝલનો વ્યય થતો હતો. આથી બોરસદ પાલિકા દ્વારા ઈલેક્ટ્રીક સ્કુટર વસાવામાં આવ્યું છે. જેના થકી મહિને આશરે 4-5 હજારનું ડિઝલ બચાવી શકાશે.

Most Popular

To Top