Dakshin Gujarat

ઝઘડિયાના આ ગામે દેશી દારૂનો સામાન વેચતાં દુકાનદારને ત્યાં LCBના દરોડા

ઝઘડિયા: ઝઘડિયા (Zaghadiya village) તાલુકાના ધારોલી (Dharoli) ગામે LCB પોલીસે (Police) દારૂ (Alcohol) બનાવવાનો વેચાણ માટે અખાદ્ય ગોળ સાથે દુકાનમાલિક ઝડપાયો હતો.

  • દુકાનમાંથી દારૂ બનાવવા વપરાતો ગોળ, ફટકડી અને મહુડો મળી રૂ.૩.૪૩ લાખનો મુદ્દામાલ કબજે
  • અંકલેશ્વર-ડહેલીના ત્રણ સપ્લાયર સહિત ચાર ઈસમો સામે ગુનો દાખલ

ધારોલીના કબુતરખાના પાસે મુકેશ નગીનભાઈ મોદીની દુકાનમાં દારૂ ગાળવા અખાદ્ય ગોળ તેમજ ફટકડીનું વેચાણ બેરોકટોક થતું હોવાની બાતમી મળતાં LCB પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં દુકાનમાલિક મુકેશ મોદી હાજર હતો. પોલીસ સઘન ચેકિંગ કરતા દેશી દારૂ ગાળવાનો અખાદ્ય ગોળ, ફટકડી તેમજ મહુડા મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.૩,૪૨,૮૩૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે મુકેશ મોદીની ધરપકડ કરતાં તેણે ઘટસ્ફોટ કર્યો હતો કે આ સામાન અંકલેશ્વરના સંજય અરવિંદભાઈ ગાંધી, ડહેલીનો મહેન્દ્ર ઉર્ફે ગોપી તેમજ અંકલેશ્વરના નરહરિ ઉર્ફે જુગનું ચીમનભાઈ મોદી પાસેથી ખરીદ્યો હતો. જેથી પોલીસે આ ત્રણ સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પીપોદરાના બંધ ગોડાઉનમાંથી રૂા. પાંચ લાખનો દારૂ અને બે કાર પકડાઈ
હથોડા : પીપોદરા જીઆઇડીસીના ગોડાઉનમાં કોસંબા પોલીસ સ્ટેશનના નવા પીઆઇએ સ્ટાફ સાથે રેડ કરીને રૂા. પાંચ લાખનો ઇંગ્લિશ દારૂ તેમજ બે કાર મળીને 11.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પીપોદરા જીઆઇડીસી ખાતે ગોવર્ધન ઇન્ડસ્ટ્રીયલ ટેલિફોન એક્સચેન્જ પાછળ બંધ ગોડાઉનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મોટી માત્રામાં સંતાડી રાખ્યો છે અને ચોરીછૂપીથી વેગેનાર ગાડી તેમજ ડસ્ટર કારમાં હેરાફેરી કરે છે. એવી બાતમી મળતાં કોસંબા પોલીસ સ્ટેશનમાં નવા મુકાયેલા પી.આઈ પી. વી પટેલ તેમજ કોસંબા પોલીસ કર્મચારી હિમાંશુ રશ્મિકાંત પટેલે બંધ ગોડાઉનમાં રેડ કરતાં ત્યાંથી રૂ. પાંચ લાખનો વિદેશી દારુ તેમજ ડસ્ટર તથા એક વેગન કાર મળી રૂા. 11.5 લાખનો મુદ્દામાલ કબજે કરી આ દારૂનો જથ્થો કોણે સંતાડી રાખ્યો હતો તે બાબતે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.

પીપોદરા જીઆઇડીસી વિસ્તારમાં ફેક્ટરીઓની આડમાં સંખ્યાબંધ ગોડાઉન આવેલા છે. અને તે બંધ હાલતમાં પડ્યા છે. આ ગોડાઉનમાં કેટલાક બુટલેગરો પાલોદ પોલીસ ચોકીના કેટલાક હપ્તાખાઉ પોલીસ કર્મીની મિલીભગતમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી રાત્રિના અંધારામાં દારૂનો વેપલો કરી રહ્યા છે. અગાઉ આ જીઆઇડીસીમાં રૂપિયા ૩૧ લાખનો દારૂનો જથ્થો સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યો હતો ત્યારે કોસંબા પોલીસ સ્ટેશનના પી.આઇ સિસોદિયાને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો હતો. જેથી કોસંબા પો.સ્ટે.માં નવા મુકાયેલા પી આઈ. પટેલ પીપોદરા જીઆઇડીસી તેમજ અત્રેના ધાબડિયા ફળિયામાં રોજ સાંજે ખુદ પોલીસના હપ્તારાજમાં ચાલતા દેશી તથા ઇંગ્લિશ દારૂના વેપલાને ગુપ્ત રાહે તપાસ કરી બંધ કરાવે એ અત્યંત જરૂરી છે.

જોળવાના ખેતરમાં રિક્ષામાં દારૂ સગેવગે થતો હતો ને પોલીસ પહોંચી : ચાર શખ્સો ફરાર, કિશોર પકડાયો
પલસાણા : જોળવા ગામમાં ગૌચરની જમીનમાં પુષ્પન્દ્રસિંગ ઉર્ફે ફુલન તથા તેનો મિત્ર અખીલેશ ઉર્ફે પીન્કેશ શુક્લા વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઉતારી ઓટો રિક્ષાઓમાં ભરીને સગેવગે કરનાર છે એવી બાતમી મળતાં સુરત જિલ્લા એલસીબીની ટીમે સ્થળ ઉપર રેઇડ કરી હતી. જ્યાં અન્ય આરોપી ભાગી ગયો હતો. જ્યાં સ્થળ પરથી એક કિશોર પકડાયો હતો. પોલીસે દારૂની 1456 બોટલ કિંમત 1,76,800 તેમજ રિક્ષા GJ – 19 – WV – 1440 , કિ.રૂ 50,000 અને મોબાઈલ મળી કુલ્લે કિં.રૂ 2,31,800નો મુદ્દામાલ કબ્જે વોન્ટેડ આરોપી (1) પુષ્પન્દ્રસિંગ ઉર્ફે ફુલન (રહે. જોળવા ( 2 ) અખીલેશ શુક્લા (રહે. કડોદરા પ્રિયંકા ગ્રીનસીટી) ( 3) રાહુલ પરમાર (રહે. કડોદરા શ્રીનિવાસ રેસિડન્સી) (4) વિક્રમ ઉર્ફે વિરૂ રાજપુતને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Most Popular

To Top