Charchapatra

‘ગંગા સ્વરૂપા’ને અખંડ સૌભાગ્યવતી બનાવો

તાજેતરમાં સમાચારપત્ર થકી વાંચવા મળ્યું હતું. એમાં ભરૂચ જિલ્લાના કોક’ યુવતી (વસાવા જાતિના) ભરયુવાનીમાં વિધવા થયાં. એમને પગભર કરવા  સરકાર તરફથી જરૂરી સહાય અને સખી મંડળોની ગામડે ગામડે જાહેરાતો થકી બહુચર્ચિત એવી ‘દારૂબંધી’ની સખ્તાઈ માટે જનજાગૃતિના ભાગરૂપે મહિલાઓને જોતરીને જાગૃત કરવાનું અભિયાન પ્રશંસાપાત્ર જરૂર છે, પરંતુ સિક્કાની બીજી તરફે  છાશવારે અખબારી પાને ચઢતા ‘દારૂ’ના પાપે વેરવિખેર થતાં પરિવારો, પોલીસ વિભાગની હપ્તાખોરી, વૃધ્ધાઓને દારૂની ખેપમાં જોતરવાની ખૂણેખાંચરે પાંગરતી વર્ષો જૂની પ્રથા, હજુ પણ ગામડે ગોઠડે નજરે ચઢે જ છે, સાથોસાથ શહેરોમાં નકલી ઈંગ્લીશ દારૂ અને ડ્રગ્સની અડફેટે ચઢતા યુવાવર્ગને બચાવવા હવે સરકારે ખરા અર્થમાં ‘‘સારા દિવસો’’ની લ્હાણ કરવાનો સમય પાકી ચૂક્યો છે. ‘‘નશો’’ અને ‘‘આર્થિક ઉઠમણાં’’ની બદી શહેરોમાં દેશભરમાં ભયાવહ ચિત્રો દોરી રહી છે ત્યારે ભરજુવાનીમાં ‘‘વિધવા’’  આવી કૈક ‘‘સ્વરૂપવાન’’ યુવતીઓને ‘‘અખંડ સૌભાગ્યવતી’’નું શમણું સાકાર કરવાની દિશામાં સરકાર પક્ષેથી કાયદાની કિલ્લેબંધી મજબૂત થવી જોઈએ.
સુરત     – પંકજ શાં. મહેતા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top