Top News

More Posts

   The Latest

Most Popular

ભારતીય સંસ્કૃતિમાં ભાતીગળ તહેવારોનો અનેરો મહિમા છે. જે ખરેખર યુગોથી ચાલતો આવ્યો હશે એવું સહેજે અનુમાન કરી શકાય. આ વર્ષે પુષ્કળ વરસાદનો મઝાનો માહોલ રહ્યો. તેમાં ક્યાંક ખુશી તો વળી ક્યાંક ગમ-નાખુશીનો પણ લોકોએ અનુભવ કર્યો. ખેડૂતો સારા પાકની આશા રાખી રહ્યા છે. વિશ્વમાં 2019-22 બે અઢી વરસ પ્રજા માટે ખૂબ જ સંઘર્ષ અને મુશ્કેલીનો સમય રહ્યો. લોકો કોરોનાના મહારોગમાંથી પસાર થયા. આ મહામારીએ જો કે વિશ્વને હચમચાવી મૂક્યું હતું. ડર-ભયમાં જિંદગીના દિવસો જાણે ગણી ગણીને કાઢયા. હજારો ભાઈ-બહેનો મૃત્યુના મુખમાં ધરબાયા, ચારો તરફ વિષાદ, હતાશા, ઉદાસીનો નજારો લોકોએ જોયો અને અનુભવ્યો છતાં સહન કરીને જે સદ્નસીબે બચ્યા તેઓએ પરમાત્માનો આભાર માન્યો.

ગયા છે તેમની સ્મૃતિ સ્મરણપટ ઉપર અથડાય છે ત્યારે થોડા સમય માટે માનવી હતાશામાં ડૂબી જાય છે, છતાં ધીરજ લગારે છોડી નહિ. આવા લાંબા સમય પછી મળનાર મોકો અને એની તકનો ભરપૂર લાભ લેશે જ, પરંતુ કેટલીક આચારસંહિતા સંયમ પણ પાળવાની જરૂર રહેશે. યંત્રયુગની અવનવી શોધ અને ઝાકમઝોળ વધી ચૂકી છે. ખૂબ જ નાવીન્ય આવી ચૂક્યું છે. જે હશે તે પરંતુ ત્રણ વર્ષ પછી મળેલો અવસરનો લાભ પ્રજા લઈ લેશે અને ખુશીના માહોલમાં ઝૂમી ઊઠશે?આ વખતની દિવાળી સાચે જ જૂની બનવાની છે.
ઘરમપુર- રાયસીંગ ડી. વળવી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ભંગારવાળાઓ રસ્તાને ગોડાઉન બનાવી બેઠા છે
સુરતમાં દિવાળીનાં સમયમાં ભંગાર ભેગો કરવાવાળાની હેરાનગતિ વધી જાય છે. હોસ્પિટલ, દવાખાનાની આજુબાજુમાં લાવારીસ-માલિકોવાળા બિલ્ડીંગમાં દુકાનો ખોલી બેસી જાય છે. બિલ્ડિંગનાં માલિક કોણ છે? ખબર નથી. ભંગારવાળા-ફૂટપાથ-રસ્તાનું બેજવાબદારીથી રોકાણ કરી છે. SMC અધિકારીઓ આંખ આંડા-કાન કરે છે. સૈયદપુરા પપીંગ સ્ટેશન, રામપુરા પેટ્રોલિયમ, રૂઘનાથપુરા મેઇનરોડ પર ગેરકાયદેસર ગોડાઉન બની ગયા છે. લાલદરવાજા દવાખાના હોસ્પિટલની નજદીક છે. મોટા અવાજે ભંગાર તોડે છે સમસ્યા દૂર કરાવવા વિનતી.
સુરત     – એક નાગરિક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top