SURAT

‘તમારા શેઠ સાથે વાત થઇ ગઇ છે, દુકાનમાંથી માલ લઇ જવાનો છે’ કહી સુરતમાં કાપડ વેપારીને લૂંટી લેવાયો

સુરત: (Surat) પૂણા રોડ ખાતે આવેલી અવધ ટેક્સ્ટાઇલમાં વેપારીની (Textile Trades) દૂકાનમાં (Shop) ઘૂસી જઇને 38.96 લાખનો માલ લૂંટી (Loot) લેવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે સંજુદેવી અભિજીતકુમાર (ઉ. વર્ષ 40 રહેવાલી ઉત્રાણ રોડ, જૈન એપોર્ટમેન્ટ) દ્વારા છ આરોપીઓ ૧) અંકુરભાઇ ગોરાસીયા, (ખાતા નંબર ૭૪૨ વિધિ ક્રીએશનના પ્રોપરાઇટર કતારગામ, જી.આઇ.ડી.સી. સુરત (૨) કેવલભાઇ ગોરાસીયા (૩) અન્ય અજાણ્યા ઇસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

  • ‘તમારા શેઠ સાથે વાત થઇ ગઇ છે, દુકાનમાંથી માલ લઇ જવાનો છે’ કહી 39 લાખના કાપડની લૂ્ંટ
  • અવધ ટેક્સટાઇલમાં આવેલા છ ઇસમોએ કામ કરતા કર્મચારીને ધમકાવીને કાપડના માલની લૂ્ંટ ચલાવી
  • દુકાનમાં મુકેલો સાડીઓનો તેમજ લહેંગાનો માલ ભરીને આ તમામ ઇસમો ચાલ્યા ગયા હતા

તેમાં આરોપી અંકુરભાઇ ગોરાસીયા તથા કેવલભાઇ ગોરાસીયા તથા તેમની સાથે આવેલા અજાણ્યા ત્રણ ઇસમોએ તારીખ-૧૭ માર્ચના રોજ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં કામ કરતા કર્મચારી પપ્પુભાઇ માસ્ટરને ‘તમારા શેઠ સાથે વાત થઇ ગયેલી છે. દુકાનમાંથી માલ લઇ જવાનો છે’. તેમ કહેતા પપ્પુ માસ્ટરે શેઠ સાથે વાત કરાવો તેમ કહેતાં પછી વાત કરાવી દઇશ તેમ કહીને પપ્પુ માસ્ટરને ફટકાર્યો હતો અને દુકાનના એક ખૂણામાં બેસાડી દીધો હતો. અને જો કાંઇ બોલ્યો તો મારી નાંખવાની ધમકી આપી દુકાનમાં મુકેલો સાડીઓનો તેમજ લહેંગાનો માલ ભરીને આ તમામ ઇસમો ચાલ્યા ગયા હતા. દુકાનમાંથી બળજબરી કરી સ્ટોકનો રૂપિયા 38.96 લાખની મત્તા ચોરી કરી પલાયન થઇ ગયા હતા.

દિવાળી આવતા જ તસ્કરો સક્રિય : શિક્ષિકાના ઘરમાં ધાપ મારી
સુરત : દિવાળી આવતા જ તસ્કરો ફરીથી સક્રિય થયા છે. તેમાં પરવત ગામના અંકુર એપાર્ટમેન્ટમાં તસ્કરોએ 90000ની ચોરી કરી હતી. શિક્ષિકાના ઘરમાં ચોરો દ્વારા ધાપ મારવામાં આવી હતી. ગોડાદરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પરવત ગામï અંકુર એપાર્ટમેન્ટમાં રહેતા વર્ષાïબેન ભરતભાઈ પટેલ (ઉ.વ.૨૬)ઘરમાં એકથી આઠ ધોરણનું ટ્યુશન કલાસ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા ૭મીના રોજ વર્ષાબેન તેના પિતાને જીભના કેન્સરની બિમારીના સારવાર કરાવવા માટે પીપલોદ ખાતે આવેલી સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ ખાતે ગયા હતા. અને ગત તા ૯મી સુધી હોસ્પિટલમાં રોકાયા હતા. તે દરમ્યાન તેમના ફ્લેટમાં સવારે પાંચ વાગ્યે તસ્કરો ત્રાટક્યા હતા. ઘરના દરવાજાનું તાળુ તોડી અંદર ત્રાટકેલા તસ્કરો કબાટમાંથી રોકડા ૩૦ હજાર, દાગીના અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૯૦,૮૦૦ના મતાની ચોરી કરી નાસી ગયા હતા.

Most Popular

To Top